• ભારતના બૉન્ડને વૈશ્વિક રોકાણકારો મળશે

    ભારત સરકારે છેક 2013માં વૈશ્વિક સૂચકાંકોમાં તેની સિક્યોરિટીઝને સામેલ કરવા માટે ચર્ચા હાથ ધરી હતી અને દરખાસ્ત કરી હતી, પરંતુ હવે છેક સફળતા મળી છે. ભારતીય બોન્ડ્સ વૈશ્વિક સૂચકાંકોમાં સામેલ થવાથી ભારતના ડેટ માર્કેટમાં રોકાણ આવશે અને રૂપિયો પણ મજબૂત થશે.

  • વિનોદ અદાણીનું 3 કંપનીમાંથી રાજીનામું

    ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદે ઓસ્ટ્રેલિયામાં પરિવારની કોલસાની ખાણો સાથે જોડાયેલી ત્રણ કંપનીઓ કારમાઈકલ રેલ અને પોર્ટ સિંગાપોર, કાર્માઈકલ રેલ સિંગાપોર અને એબોટ પોઈન્ટ ટર્મિનલ એક્સપાન્સન -ના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે તેવું બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જોકે, તે સિંગાપોર સ્થિત કંપની એબોટ પોઈન્ટ પોર્ટ હોલ્ડિંગ્સના બોર્ડમાં યથાવત છે.