• જયપ્રકાશ એસોસિએટ્સ લોન ભરવામાં નિષ્ફળ

    જેપી ગ્રૂપની કંપની જયપ્રકાશ એસોસિએટ્સે 30 એપ્રિલે Rs 1,751 કરોડની મુદલ અને Rs 2,865 કરોડનું વ્યાજ ભરવાનું હતું, જેમાં તે નિષ્ફળ ગઈ છે.

  • SEBIએ NSEની દરખાસ્ત કેમ ફગાવી?

    ઈન્ડેક્સ ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કામકાજના કલાકો લંબાવવાની NSEની દરખાસ્તનો બ્રોકર્સે વિરોધ કર્યો હોવાથી SEBIએ દરખાસ્ત હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.

  • ગોદરેજ પરિવારનું વિભાજન થયું

    Godrej Family Split: Rs 2.34 લાખ કરોડની સંપત્તિ ધરાવતા ગોદરેજ ગ્રૂપની 5 કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. ગોદરેજ પરિવારના સભ્યોએ 127 વર્ષ જૂના ઔદ્યોગિક જૂથના વિભાગન અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

  • બજાજ આલિયાન્ઝના વીમાધારકોને મળશે બોનસ

    Bajaj Allianz Life bonus announced: જીવન વીમા કંપની બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્સ્યૉરન્સે પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સ લેનારા પૉલિસીધારકોને 1,383 કરોડનું બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપની સતત 23મા વર્ષે બોનસ આપી રહી છે.

  • Vodafone Idea FPO: શું પૈસા રોકવા જોઈએ?

    Vodafone Idea FPO: દેવાના ડુંગર તળે દબાયેલી Vodafone Ideaએ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે Rs 45,000 કરોડ ભેગા કરવાની યોજના બનાવી છે. તેનો Rs 18,000 કરોડનો FPO 18 એપ્રિલે ખુલી રહ્યો છે.

  • Adani Ports અને SP ગ્રૂપ વચ્ચે સોદો

    ઓડિશામાં નિર્માણાધીન ગોપાલપુર બંદર ખરીદવાથી અદાણી ગ્રૂપને દેશનાં પૂર્વ કાંઠે પણ પોતાની હાજરી મજબૂત કરવામાં મદદ મળશે. શાપૂરજી પલોનજી ગ્રૂપે 2017માં ગોપાલપુર બંદર ખરીદ્યું હતું. અદાણી સાથેના સોદામાં શાપૂરજી પલોનજી ગ્રૂપ તેનો 56% હિસ્સો વેચશે.

  • બેન્ક ઑફ ઈન્ડિયાએ હોમ લોનના રેટ ઘટાડ્યા

    બેન્ક ઑફ ઈન્ડિયાએ HDFC બેન્ક અને SBI કરતાં પણ ઓછા દરે હોમ લોનની સ્કીમ રજૂ કરી છે. તેની ઑફર 31 માર્ચ સુધી માન્ય છે. બેન્કે રૂપટોપ સોલર પેનલ માટે પણ 7% જેટલા નીચા દરે લોનની ઓફર કરી છે.

  • મારુતિનો શેર ઓલ-ટાઈમ હાઈ લેવલે

    20 માર્ચે શેર 11,651 રૂપિયાના ભાવે ખુલ્યો હતો અને 3.7 ટકા વધીને 12,025 રૂપિયાની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. દિવસના અંતે મારુતિનો શેર 11,925.25 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.

  • Paisalo Digitalનો શેર કેમ તૂટ્યો?

    Paisalo Digital નામની ડિજિટલ લોન આપતી કંપની સામે દિલ્હી હાઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કંપની લોન પર વાર્ષિક 125% વ્યાજ વસૂલતી હોવાની ફરિયાદ છે. આ સમાચારને પગલે તેના શેરમાં 20% લોઅર સર્કિટ વાગી છે.

  • હવે સોદો કરશો તે જ દિવસે જમા થશે શેર

    ભારતીય સ્ટૉક એક્સચેન્જ અત્યારે T+1 trade settlement સિસ્ટમનું પાલન કરે છે. પરંતુ 28 માર્ચ સુધીમાં વૈકલ્પિક ધોરણે T+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ શું છે અને તેનાથી શું ફાયદો થશે, તે સમજીએ.