• કોટક મહિન્દ્રા બેન્ક સામે કાર્યવાહી

    RBIએ ખાનગી સેક્ટરની Kotak Mahindra Bankને નવા ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા પર તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, બેન્કના વર્તમાન ગ્રાહકોને મળતી સેવા પર કોઈ અસર નહીં પડે.

  • ક્રિપ્ટો, લોટરી સામે કેમ હારે છે MF?

    ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં લોકોએ ક્રિપ્ટો કરન્સી અને લોટરીમાં વધુ રોકાણ કરેલું છે. લોકો ઓછા સમયમાં વધુ ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં આવા જોખમી રોકાણ સાધનો તરફ આકર્ષાઇ રહ્યા છે. પરંતુ અંતે આવા રોકાણકારોને હતાશા જ હાથ લાગે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ એક વધુ સલામત રોકાણ સાધન તરીકે ઉભર્યા છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે કેવી રીતે સલામત છે તે વિશે વિગતવાર ચર્ચા કરી રહ્યા છે કોટક મહિન્દ્રા AMCના MD નિલેશ શાહ.

  • IPO લાવશે jsw ઇન્ફ્રાસ્ટ્રક્ચર

    JSW ગ્રૂપની વધુ એક કંપની બજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. ગ્રૂપની JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોતે જ તેનો IPO બજારમાં લાવવાની છે. આ માટે કંપનીએ સેબીમાં ડ્રાફ્ટ ફાઇલ કર્યો છે. ફાઇલ કરાયેલા ડ્રાફ્ટ મુજબ, આ IPO હેઠળ રૂ. 2800 કરોડના નવા શેર બહાર પાડવામાં આવશે.