સ્મૉલ ફાઈનાન્સ બેંકોના સેવિંગ્સ એકાઉન્ટમાં મળી શકે છે FD કરતા વધુ રિટર્ન

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD એ રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે... વધુ વળતર માટે,, સેવિંગ્સ એકાઉન્ટના બદલે FDમાં પૈસા રાખવાની સલાહ આપવામાં આવે છે... મોટી બેંકોની શૉર્ટથી મીડિયમ ટર્મ એટલે કે 1 થી 3 વર્ષની FD પર હાલમાં 6 થી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે... પરંતુ કેટલીક પ્રાઈવેટ બેંકો એવી છે જે સેવિંગ્સ એકાઉન્ટ પર 8 ટકા સુધી વ્યાજ આપી રહી છે... એટલે કે સેવિંગ્સ એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝીટ જેવું રિટર્ન...

સ્મૉલ ફાઈનાન્સ બેંકોના સેવિંગ્સ એકાઉન્ટમાં મળી શકે છે FD કરતા વધુ રિટર્ન

Some small banks' returns on savings accounts top FD rates of bigger peers

Some small banks' returns on savings accounts top FD rates of bigger peers

MONEY9 GUJARATI: ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) એટલે કે FD એ રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે… વધુ વળતર માટે,, સેવિંગ્સ એકાઉન્ટના (Savings Account) બદલે FDમાં પૈસા રાખવાની સલાહ આપવામાં આવે છે… મોટી બેંકોની શૉર્ટથી મીડિયમ ટર્મ એટલે કે 1 થી 3 વર્ષની FD પર હાલમાં 6 થી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે… પરંતુ કેટલીક પ્રાઈવેટ બેંકો (banks) એવી છે જે સેવિંગ્સ એકાઉન્ટ પર 8 ટકા સુધી વ્યાજ આપી રહી છે… એટલે કે સેવિંગ્સ એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝીટ જેવું રિટર્ન (Return)… જ્યારે મોટી બેંકો સેવિંગ્સ એકાઉન્ટ પર 2.5 થી 3.5 ટકા જ વ્યાજ (Interest rate) આપે છે…આવો જાણીએ આવી બેંકો અને તેના વ્યાજદરો વિશે..

 

DCB બેન્ક

DCB બેન્ક 10 લાખથી લઈ 2 કરોડ રુપિયાથી ઓછું બેલેન્સ ધરાવતા સેવિંગ્સ એકાઉન્ટ પર 8 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે… વ્યાજ દરોના સંદર્ભમાં DCB બેંક પ્રાઈવેટ બેન્કોમાં ટોચ પર છે… આ દર 27 સપ્ટેમ્બર 2023થી લાગુ છે…

 

RBL બેંક

બીજી બેંક RBL બેંક છે… જે 25 લાખથી રુપિયા વધુ અને 2 કરોડ રુપિયા સુધીના ડેઈલી બેલેન્સ પર 7.50 ટકા વ્યાજ ઓફર કરે છે… જ્યારે 1 લાખ રુપિયા સુધીની થાપણ પર 4.25 ટકા વ્યાજ… 1 લાખ રુપિયાથી વધુ અને 10 લાખ રૂપિયા સુધીની થાપણો પર 5.50 ટકા વ્યાજ છે…

 

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં 10 લાખ 1 રુપિયાથી લઈને 5 કરોડ રૂપિયા સુધીના બેલેન્સ પર 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે, 5 કરોડ 1 રુપિયાથી 25 કરોડ રૂપિયા સુધીના સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સ પર 7.75 ટકા વ્યાજ છે…

 

ઉજ્જિવન સ્મૉલ ફાઇનાન્સ બેંક

ઉજ્જિવન સ્મૉલ ફાઇનાન્સ બેંક સેવિંગ્સ એકાઉન્ટ પર ગ્રાહકોને 3.50 થી 7.50 ટકા વ્યાજ આપી રહી છે… 1 લાખ રૂપિયા સુધીની ડિપૉઝિટ પર 3.50 ટકા, 1 થી 5 લાખ રૂપિયાની થાપણો પર 5 ટકા વ્યાજ આપવામાં આવશે…સેવિંગ્સ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાથી વધુની રકમ પર 7.50 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ મળી શકે છે.

AU સ્મૉલ ફાઇનાન્સ બેંક

AU સ્મૉલ ફાઇનાન્સ બેંક સેવિંગ્સ એકાઉન્ટ ડિપૉઝિટ પર 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે…1 કરોડથી લઈ 5 કરોડ રુપિયાથી ઓછી રકમની થાપણો પર 7.25 ટકા વ્યાજ મળશે… જ્યારે 10 લાખથી લઈ 1 કરોડ રુપિયાથી ઓછી રકમની થાપણો પર 7 ટકા રિટર્ન મળશે… આ દરો 11 સપ્ટેમ્બર 2023થી લાગુ છે..

 

IDFC ફર્સ્ટ બેંક

ત્યારબાદ આવે છે IDFC ફર્સ્ટ બેંક.. તે સેવિંગ્સ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા અને 25 કરોડ રૂપિયા સુધીના બેલેન્સ પર 7% વ્યાજ ઓફર કરી રહી છે… રૂપિયા 25 કરોડથી વધુ અને 50 કરોડ સુધીના બેલેન્સ પર 6.75% વ્યાજ છે.. આ દરો 1 ઓક્ટોબર 2023થી લાગુ છે..

 

મોટી બેંકોની સરખામણીમાં વધુ વ્યાજ ઑફર

સ્મૉલ ફાયનાન્સ બેંકમાં જમા રકમની સુરક્ષાને લઈને કોઈ ચિંતા ન કરવી જોઈએ. સ્મૉલ ફાઇનાન્સ બેંકોનું નિયમન ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે અને તે RBI પાસેથી લાઇસન્સ મેળવે છે. દેશમાં બેંકિંગ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટ 2014-15માં સ્મૉલ ફાઇનાન્સ બેંક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્મૉલ ફાઇનાન્સ બેંકો નાની કેટેગરીની બેંકો છે અને તેમના વ્યવસાયનો વિસ્તાર મર્યાદિત છે. પરંતુ મોટી બેંકોની જેમ તેઓ સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, FD, RD અને લોનની સુવિધા પૂરી પાડે છે. સ્મૉલ ફાઇનાન્સ બેંકો પાસે ઓછો સ્ટાફ અને મર્યાદિત સંસાધનો હોય છે જેના કારણે તેમના ઓપરેશનલ ખર્ચ ઓછા હોય છે. તેના આધારે, આ બેંકો દેશની મોટી બેંકોની તુલનામાં વધુ વ્યાજ ઓફર કરવામાં સક્ષમ છે.

 

FD: મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડવા પર પેનલ્ટી

ગ્રાહકોને આકર્ષવા માટે, નાની બેંકો મોટી બેંકો કરતા સેવિંગ્સ એકાઉન્ટ અને FD પર વધુ વ્યાજ ઓફર કરે છે. જો આ બેંકો અને તેમના ઈન્ટરેસ્ટ તમારા માટે યોગ્ય હોય, તો તમે તેમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવીને વધુ વ્યાજ મેળવી શકો છો. તમે આ સેવિંગ્સ એકાઉન્ટનો ઈમરજન્સી ફંડ તરીકે ઉપયોગ કરી શકો છો…. આમાં તમે તમારી 3 થી 6 મહિનાની કમાણી જેટલી રકમ રાખી શકો છો… જો જરૂરી હોય તો, તમે કોઈપણ દંડ વિના પૈસા ઉપાડી પણ શકો છો… જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડવા પર પેનલ્ટી લાગે છે..

Published: January 16, 2024, 15:29 IST