ફાઈનાન્શિયલ ગોલ પ્રમાણે પસંદ કરો FD

જે લોકો જોખમ લેવા માંગતા નથી તેમના માટે FD એક સારો રોકાણ વિકલ્પ છે. … પરંતુ લોકોના રોકાણના લક્ષ્ય અલગ-અલગ હોય છે… અને તે મુજબ તમારા માટે યોગ્ય FD પસંદ કરવી જરૂરી છે… FD ઘણા પ્રકારની હોય છે… કઈ FDમાં ઈન્વેસ્ટ કરવું તે અંગેનો નિર્ણય ફાયદા અને ગેરફાયદાને સમજ્યા પછી લેવો જોઈએ… તો ચાલો જાણીએ વિવિધ FD વિશે જાણીએ..

ફાઈનાન્શિયલ ગોલ પ્રમાણે પસંદ કરો FD

Types of Fixed Deposit and How to Choose Right FD

Types of Fixed Deposit and How to Choose Right FD

MONEY9 GUJARATI: ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) એટલે કે FD દ્વારા, તમે તમારા પૈસા એક નિશ્ચિત સમય માટે રોકાણ (Investment) કરો છો… આ સાથે, તમારા પૈસા જમા પણ રહે છે અને તમને તેના પર ફિક્સ્ડ ઈન્ટરેસ્ટ (Fixed interest) પણ મળે છે… જે લોકો જોખમ લેવા માંગતા નથી તેમના માટે FD એક સારો રોકાણ વિકલ્પ છે. … પરંતુ લોકોના રોકાણના લક્ષ્ય અલગ-અલગ હોય છે… અને તે મુજબ તમારા માટે યોગ્ય FD પસંદ કરવી જરૂરી છે… FD ઘણા પ્રકારની હોય છે… કઈ FDમાં ઈન્વેસ્ટ કરવું તે અંગેનો નિર્ણય ફાયદા અને ગેરફાયદાને સમજ્યા પછી લેવો જોઈએ… તો ચાલો જાણીએ વિવિધ FD વિશે જાણીએ..

 

Regular Fixed Deposit

આ એક નૉર્મલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે… ઈન્ટરેસ્ટ સ્કીમની શરતો અનુસાર માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે મેળવી શકાય છે… આ પ્રકારની એફડીમાં 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે નાણાં જમા કરવામાં આવે છે… વ્યાજ દર બેંક સેવિંગ્સ ડિપૉઝિટથી વધુ હોય છે … આ ડિપૉઝિટ પર લોન અને ઓવરડ્રાફ્ટ જેવી સુવિધાઓ પણ મળે છે… મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડી શકાય છે… પરંતુ આ માટે તમારે ઓછા ઈન્ટરેસ્ટના રૂપમાં નુકસાન સહન કરવું પડશે…

 

Tax-Saver Fixed Deposits

જો તમે ટેક્સ બચાવવા માંગતા હોવ તો  Tax-Saver Fixed Deposits એ રોકાણ માટે યોગ્ય વિકલ્પ છે… તેમાં 5 વર્ષનો લૉક-ઇન પિરિયડ હોય છે… વ્યાજ નૉર્મલ FDની જેમ હોય છે… પરંતુ તેને મેચ્યોરિટી પહેલા તોડી શકાતી નથી…ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ, તમને રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટનો લાભ મળશે…જો કે, આ FD પર મળતા વ્યાજ પર ટેક્સ લાગશે… ઉપરાંત લોન અને ઓવરડ્રાફ્ટ જેવી સુવિધાઓ પણ નહીં મળે…

 

Digital Fixed Deposit

એક એવી FD પણ છે જેને ખોલવા માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી… તેને ડિજિટલ ફિક્સ્ડ ડિપોઝીટ કહેવામાં આવે છે… આ એફડીમાં KYC કરાવવાથી લઈને પૈસા જમા કરાવવા અને પૈસા ઉપાડવા સુધીનું બધું જ કામ ઓનલાઈન થાય છે…

 

Reinvestment Fixed Deposit

રિઇન્વેસ્ટમેન્ટ ફિક્સ્ડ ડિપોઝિટમાં તેના પર મળતા વ્યાજને ફંડમાં જ રીઈન્વેસ્ટ કરવામાં આવે છે… પ્રિન્સિપલ એમાઉન્ટ ઈન્ટરેસ્ટની સાથે  મેચ્યોરિટી પર મળે છે.. આ રીતે તમે પ્રિન્સિપલ અને રિઈન્વેસ્ટ કરેલા ઈન્ટરેસ્ટ બંને પર વ્યાજ મેળવી શકો છો…

 

Senior Citizen Fixed Deposits

Senior Citizen માટે એક અલગ FD છે… તેને Senior Citizen Fixed Deposits કહેવામાં આવે છે… આ Senior Citizen 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે… આ એફડી પર ઈન્ટરેસ્ટ રેટ સ્ટાન્ડર્ડ એફડી કરતા 0.75 ટકા વધારે હોય છે…


Fixed Deposit Plus

બીજી એફડી છે જેને ફિક્સ્ડ ડિપોઝિટ પ્લસ કહેવાય છે… આ એફડી સ્કીમમાં જેટલું વધારે રોકાણ હશે તેટલું વધારે રિટર્ન મળશે… આમાં તમને રેગ્યુલર એફડીની સરખામણીમાં વધુ ઈન્ટરેસ્ટ મળે છે… રોકાણ માટે જરૂરી મિનિમમ એમાઉન્ટ વધુ છે… આ એફડી સમય પહેલા બંધ કરી શકાતી નથી… રોકાણકાર પાસે સિમ્પલ ઈન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડિગ ઈન્ટરેસ્ટ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હોય છે..

Auto Fixed Deposits

હવે વાત કરીએ Auto Fixed Depositsની… આ પ્રકારની એફડીમાં લોક-ઈન પીરિયડ હોય છે અને પ્રી-મેચ્યોર વિડ્રોઅલ પર પેનલ્ટી લાગે છે… ઓટો ફિક્સ્ડ ડિપોઝિટમાં તમને સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ બંનેના લાભ મળે છે… આમાં તમને તમારા સેવિંગ્સ એકાઉન્ટ એક નિશ્ચિત રકમ રાખવી પડશે… અને બાકીના પૈસા ઑટોમેટિકલી FDમાં જાય છે… જેના કારણે તમને વધુ ઈન્ટરેસ્ટ રેટ મળે છે…

 

તો, આશા છે કે તમે FDના ફાયદા અને ગેરફાયદા સમજી ગયા હશો.… આને ધ્યાનમાં રાખીને, તમારા માટે યોગ્ય સ્કીમ પસંદ કરો… અને તમારા પૈસામાંથી પૈસા કમાવો…

Published: April 1, 2024, 11:57 IST