होम » Breaking Briefs
TVS મોટરે તેના ઈલેક્ટ્રિક વ્હિકલ TVS iQubeનું નવું વેરિયન્ટ લૉન્ચ કર્યું છે. તેની બેટરી સાઈઝ 2.2 kWh છે અને ટોપ-સ્પીડ 75 kmph છે.
Income tax filing: આકારણી વર્ષ 2024-25 માટે ITR ફૉર્મ ફાઈલિંગ કરવા માટે 3 અપડેટેડ યુટિલિટીઝ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.
યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અગાઉના નાણાકીય વર્ષની જેમ નાણાકીય વર્ષ 2024-25માં પણ RBI મજબૂત ડિવિડન્ડ આપે તેવી ધારણા છે.
HDFC ERGO General Insuranceએ my:health Surakshaના ત્રણ વેરિયન્ટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે, જેમાં my:health Suraksha Gold, my:health Suraksha Platinum અને my:health Suraksha Silver પ્લાનનો સમાવેશ થાય છે.
RBIએ ઓક્ટોબર 2023માં બેન્ક ઑફ બરોડા (BoB)ને તેની 'Bob World' મોબાઈલ એપ્લીકેશન પર નવા ગ્રાહકો ઉમેરવાની ના પાડી દીધી હતી, કારણ કે, RBIને supervisory સંબંધિત ચિંતા દેખાઈ હતી.
જેપી ગ્રૂપની કંપની જયપ્રકાશ એસોસિએટ્સે 30 એપ્રિલે Rs 1,751 કરોડની મુદલ અને Rs 2,865 કરોડનું વ્યાજ ભરવાનું હતું, જેમાં તે નિષ્ફળ ગઈ છે.
સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને 45 મિનિટ ચાલશે. બીજું વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન સવારે 11:45 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:40 વાગ્યે સમાપ્ત થશે.
ઈન્ડેક્સ ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કામકાજના કલાકો લંબાવવાની NSEની દરખાસ્તનો બ્રોકર્સે વિરોધ કર્યો હોવાથી SEBIએ દરખાસ્ત હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.
વધુ એક કંપનીનો IPO આવી રહ્યો છે. આધાર હાઉસિંગ ફાયનાન્સ Rs 3,000 કરોડનો IPO લાવશે અને તેના શેરનું લિસ્ટિંગ BSE તથા NSE પર થશે. પ્રાઈસ બેન્ડ Rs 300-315 છે અને IPOમાં અરજી કરવાની તારીખ 8-10 મે છે.
SEBIના કાર્યક્ષેત્ર હેઠળ આવતા 11 કરોડ રોકાણકારોમાંથી લગભગ 1.3 કરોડ રોકાણકારોના ખાતા KYCના નિયમોને અનુરૂપ ન હોવાનું જાણવા મળ્યું છે અને આથી આ ખાતા ‘on hold’ કરી દેવાયા છે.