શ્રીરામ પિસ્ટન્સ માટે શું છે નિષ્ણાતોનો ટાર્ગેટ

આજે આપણે વાત કરીશું એક એવી કંપનીની જે પિસ્ટન બનાવે છે. આ કંપનીનું નામ છે શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ. 1972માં સ્થપાયેલી, શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ, એટલે કે, SPRL, ઓટો ઉદ્યોગ માટે પિસ્ટન, પિસ્ટન રિંગ્સ અને એન્જિન કમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરે છે. આ કંપની પાસે પાંચ દાયકાથી વધુનો અનુભવ છે. SPRL એ પિસ્ટન અને તેને સંબંધિત કમ્પોનન્ટ્સના ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની છે. તેની મુખ્ય પ્રોડક્ટ્સ લગભગ દરેક સેગમેન્ટમાં 40-45%નો બજારહિસ્સો ધરાવે છે.

Shriram Pistons and Rings target price

ઝડપથી વિકસી રહેલા ઓટોમોબાઇલ ઉદ્યોગમાં પિસ્ટનનું વિશેષ મહત્વ છે. આજે આપણે વાત કરીશું એક એવી કંપનીની જે પિસ્ટન બનાવે છે. આ કંપનીનું નામ છે શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ.

1972માં સ્થપાયેલી, શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ, એટલે કે, SPRL, ઓટો ઉદ્યોગ માટે પિસ્ટન, પિસ્ટન રિંગ્સ અને એન્જિન કમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરે છે. આ કંપની પાસે પાંચ દાયકાથી વધુનો અનુભવ છે. SPRL એ પિસ્ટન અને તેને સંબંધિત કમ્પોનન્ટ્સના ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની છે. તેની મુખ્ય પ્રોડક્ટ્સ લગભગ દરેક સેગમેન્ટમાં 40-45%નો બજારહિસ્સો ધરાવે છે. SPRL ભારતમાં અને વિદેશમાં કામગીરી ધરાવે છે. ભારતમાં, કંપની આફ્ટરમાર્કેટ કામગીરીમાં 1,200 થી વધુ ટચપોઇન્ટ ધરાવે છે. આ કંપની ભારત ઉપરાંત, 45 થી વધુ દેશોમાં પણ તેના ઉત્પાદનોનો સપ્લાય કરે છે.

SPRL ટુ-વ્હીલર, પેસેન્જર વ્હિકલ, કોમર્શિયલ વ્હિકલ, રેલ્વે અને ડિફેન્સ જેવા સેગમેન્ટમાં હાજરી ધરાવે છે. પિસ્ટન, પિસ્ટન પિન અને રિંગ્સ, એન્જિન વાલ્વ જેવી કોર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં આ કંપની મોખરે છે અને CNG એન્જિનમાં 90% હિસ્સો ધરાવે છે. એટલું જ નહીં, આ કંપની ટાટા અને અશોક લેલેન્ડ દ્વારા ટ્રાયલ કરવામાં આવતી હાઇડ્રોજન બસો માટે પિસ્ટન પણ સપ્લાય કરી રહી છે. સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો અને ખર્ચને અનુરૂપ તેની પોતાની R&D ક્ષમતાઓ અને ચાર દાયકાની મજબૂત તકનીકી ભાગીદારી સાથે, આ કંપની કમ્પ્લિટ સોલ્યુશન પ્રોવાઇડ કરે છે.

SPRL પિસ્ટન, પિસ્ટન પિન, પિસ્ટન રિંગ્સ અને એન્જિન વાલ્વનું ઉત્પાદન કરવા માટે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ અને રાજસ્થાનના પાથરેડી ઉત્પાદન એકમો ધરાવે છે. વધુમાં, કંપની પાસે તમિલનાડુના કોઈમ્બતુરમાં ઇલેક્ટ્રિક મોટર્સ અને મોટર કંટ્રોલર માટેનું ઉત્પાદન એકમ પણ છે. અને હવે, કંપની મધ્યપ્રદેશના પીથમપુરમાં એક નવું ઉત્પાદન એકમ સ્થાપવાની પ્રક્રિયામાં છે.

કંપનીની આવકનો 82% સ્થાનિક બજારમાંથી અને 18% હિસ્સો નિકાસમાંથી આવે છે. નિકાસની વાત કરીએ તો, આ કંપની યુકે, જર્મની, ઓસ્ટ્રિયા, ઇટાલી, ચીન, યુએસએ, સ્પેન, રોમાનિયા, તુર્કી, જાપાન, થાઇલેન્ડ, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને મેક્સિકોની ઓટો કંપનીઓની જરૂરિયાતો પૂરી કરે છે. ભારતમાં, ગ્રાહકની યાદીમાં મારુતિ, મહિન્દ્રા, હોન્ડા, ફોર્ડ, નિસાન, ટાટા, બજાજ, હીરો, ટીવીએસ, યામાહા, અશોક લેલેન્ડ, ડેમલર, VE કોમર્શિયલ, સ્વરાજ અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. Jaguar-Land Rover, JCB, BMW Motorrad, Volkswagen, Rotax, ZF Wabco, વગેરે જેવી વૈશ્વિક કંપનીઓ પણ કંપનીની ગ્રાહક છે.

કંપનીનું બિઝનેસ મોડલ જાણ્યા બાદ આપણે આ કંપનીની વૃદ્ધિ સંભાવનાઓ કઇ છે તેના વિશે માહિતી મેળવીએ.

આ કંપની કોર પ્રોડ્ક્ટસમાં તેની મજબૂત સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ માટે, કંપની CNG અને હાઇડ્રોજન જેવા વધુ પર્યાવરણને અનુકૂળ એન્જિન વિકલ્પો માટે સોલ્યુશન્સ ડેવલપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જર્મની અને જાપાન જેવા દેશોના ઇન્ટરનેશનલ ટેક્નોલોજી પ્રોવાઇડર્સના સહયોગથી કંપનીને ભારતમાં ઇનોવેટિવ ટેકનોલોજી લાવવામાં મદદ મળી છે. વધુમાં, એન્જિનિયરિંગ ક્ષેત્રે કંપનીની ખર્ચ-અસરકારક નિપુણતાને કારણે તે તેની ક્ષમતાઓને વિસ્તારી શકી છે.

Calender Year 20-22 દરમિયાન, યુરોપમાં યુકે અને જર્મની જેવા વિકસિત દેશોમાં ઇલેક્ટ્રિફિકેશનની ઝડપી ગતિ છેલ્લા કેટલાક મહિનાઓ અથવા ક્વાર્ટર્સમાં ધીમી પડી છે. આ મંદી, અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોમાં હાઇબ્રિડ વ્હિકલની સંખ્યામાં વધારો થવાને કારણે પણ છે. જો EV વ્હિકલની માગમાં મંદી આવે, તો તેનાથી ઇન્ટર્નલ કમ્બશન એન્જિન્સ સપ્લાય કરતી SPRL જેવી કંપનીઓને મદદ મળશે. તે જ રીતે સ્થાનિક બજારમાં પણ EV વાહનો તરફના ઝોકમાં સ્થિરતા જોવા મળી છે. છેલ્લા વર્ષમાં, આ દર 2Ws માં 5-6 ટકા અને PVs માં લગભગ 2 ટકા રહ્યો છે.

હવે આપણે કંપનીના કારોબારમાં રહેલા જોખમ વિશે વાત કરીશું.

ટુ-વ્હીલર એન્જિન પાર્ટ્સનું વેચાણ કંપનીની આવકમાં લગભગ 20% યોગદાન આપે છે, અને કંપની આ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વધતા પડકારો વિશે પહેલેથી જ વાકેફ છે. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ તેના હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા, ટેક્નોલોજી જોખમ ઘટાડવા અને ભાવિ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે EVs સંબંધિત સહયોગી કંપનીની સ્થાપના કરી છે. SPRL એ કોઈમ્બતુર સ્થિત કંપની EMFI માં 66% હિસ્સો ખરીદી લીધો છે, EVS માટે મોટર્સ અને કંટ્રોલર સોલ્યુશન્સ ડેવલપ કરી રહી છે. એટલું જ નહીં, કંપની હાઇ પ્રિસિઝન અને ઇન્જેક્શન-મોલ્ડિંગ પાર્ટ્સનું ઉત્પાદન કરતી કંપની, તાકાહાતા પ્રિસિઝનમાં 62% હિસ્સો ખરીદીને, powertrain agnostic componentsમાં પણ વિસ્તરણ કરી રહી છે.

હવે આપણે કંપનીની નાણાકીય સ્થિતિનો ચિતાર મેળવીએ.

SPRLનું ફાઇનાન્સિયલ પર્ફોર્મન્સ ખૂબ જ મજબૂત છે. નાણાકીય વર્ષ 21 માં, આવક 1,597 કરોડ રૂપિયાથી વધીને 2,609 કરોડ રૂપિયા થઈ હતી. આ સમયગાળા દરમિયાન, EBITDA, અથવા ઓપરેટિંગ નફો 216 કરોડ રૂપિયાથી વધીને 460 કરોડ રૂપિયા થયો હતો. એ જ રીતે નફો 89 કરોડ રૂપિયાથી વધીને 294 કરોડ રૂપિયા થયો હતો. જો આપણે નાણાકીય વર્ષ 24 ના પ્રથમ 9 મહિના વિશે વાત કરીએ, તો વેચાણ 1,908.3 કરોડ રૂપિયાથી વધીને 2,233.8 કરોડ રૂપિયા થયું છે અને તે જ સમયગાળા માટે નફો 202.5 કરોડ રૂપિયાથી વધીને 322 કરોડ રૂપિયા થયો છે.

હવે આપણે કંપનીના શેરનો દેખાવ કેવો છે તેના વિશે વાત કરીએ. પ્રોફિટ માર્ટ સિક્યોરિટીઝનું માનવું છે કે FY24માં કંપનીનું વેચાણ 3,075 કરોડ રૂપિયા અને નફો 435 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 294 કરોડ રૂપિયા હતો. નફામાં મજબૂત વૃદ્ધિને કારણે કંપનીની EPS ગયા નાણાકીય વર્ષના 67 રૂપિયાની સરખામણીએ 98 રૂપિયા રહેવાની શક્યતા છે. આગામી બે વર્ષમાં, એટલે કે, FY26 સુધીમાં, કંપનીનું વેચાણ વધીને 4,000 કરોડ રૂપિયા અને નફો 600 કરોડ રૂપિયા થવાની ધારણા છે, જેનાથી EPS વધીને 135 રૂપિયા થશે. વર્તમાન ભાવે, SPRLનો શેર FY26 માટે અંદાજિત EPS કરતાં 13 ગણા PE ગુણાંક પર ટ્રેડ થઈ રહ્યો છે, જે આકર્ષક છે કારણ કે પરિણામોમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે, પ્રોડક્ટ લાઇનઅપ મજબૂત છે અને શેરને ફરીથી રેટ કરવામાં આવે તેવી શક્યતા છે. ઓટોમોટિવ સેક્ટરમાંથી વધી રહેલા બિઝનેસને કારણે નિષ્ણાતો માને છે કે શેર 12-18 મહિનામાં 2,295 રૂપિયાનો ટાર્ગેટ એચીવ કરી શકે છે.

Published: April 4, 2024, 14:46 IST