MONEY9 GUJARATI: તમે હજી જીવો છો, કમાણી (Earnings) કરો છો…તેથી ઘરનું પૈડું ફરી રહ્યું છે…કલ્પના કરો કે કાલે તમને કંઈક થઈ જાય તો તમારા પરિવારની જરૂરિયાતો કોણ પૂરી કરશે? બાળકોનું શિક્ષણ (Education) કોણ પૂરું કરશે? આવા ઘણા પ્રશ્નોના જવાબ છે જીવન વીમો (Life insurance)… આ જીવન વીમા એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સનો એક ભાગ છે ટર્મ ઈન્સ્યોરન્સ (Term Insurance)… જો તમે પણ ટર્મ ઈન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.. પણ જો તમે તેના વિશે નથી જાણતા તો… તમારે પહેલા એ જાણવું જરૂરી છે કે ટર્મ ઈન્સ્યોરન્સ શું છે અને તે કેમ તમારી પાસે હોવો જોઈએ?
ટર્મ ઈન્સ્યોરન્સ એ લાઈફ ઈન્સ્યોરન્સનો બેઝિક પ્લાન છે પરંતુ તે સૌથી પાવરફુલ પ્રોડક્ટ છે… જે પોસાય તેવા ભાવે લાંબા ગાળાનું અને વ્યાપક વીમા કવચ પૂરું પાડે છે… આમાં તમારે 10, 20 કે 30 વર્ષની નિશ્ચિત મુદત માટે દર વર્ષે પ્રીમિયમ ચૂકવવું પડશે. જો પોલિસી ટર્મ દરમિયાન તમારી સાથે કંઇક અશુભ બને છે, તો પરિવાર એટલે કે નોમિનીને વીમા કવચની રકમ મળશે…જો તમે પોલિસી ટર્મ સુધી જીવીત રહો છો, તો તમને અથવા તમારા પરિવારને રેગ્યુલર ટર્મ પ્લાનમાં કંઈપણ મળશે નહીં. .
દરેક વ્યક્તિએ ટર્મ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ. ટર્મ ઈન્સ્યોરન્સ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. પરિવાર આ નાણાંનો ઉપયોગ ઘરના ખર્ચ, બાળકોના શિક્ષણ, પુત્ર-પુત્રીના લગ્ન અને લોન જેવી નાણાકીય જવાબદારીઓને પહોંચી વળવા માટે કરી શકે છે. જ્યારે તમે તમારા પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હોવ ત્યારે ટર્મ ઇન્શ્યોરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
યંગસ્ટર્સે તેમની કરિયરની શરૂઆતમાં ટર્મ ઈન્સ્યોરન્સ લઈ લેવો જોઈએ. જો તમે નાની ઉંમરે ઈન્સ્યોરન્સ લેશો તો પ્રીમિયમ ઓછું આવશે. આ પ્રીમિયમ સમગ્ર પોલિસી ટર્મ દરમિયાન ફિક્સ રહેશે. અન્યથા જેમ જેમ ઉંમર વધશે તેમ તેમ પ્રીમિયમનો ગ્રાફ પણ વધશે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ…પોલીસી બજાર વેબસાઈટ મુજબ, જો તમે 25 વર્ષની ઉંમરે ICICI પ્રુડેન્શિયલનો iProtect સ્માર્ટ ટર્મ પ્લાન લો છો, જેનું કવર રૂ. 1 કરોડ છે, જેનું વાર્ષિક પ્રીમિયમ 10,856 રુપિયા છે. જો તમે 33 વર્ષની ઉંમરે આ જ પ્લાન લો છો, તો પ્રીમિયમ 14,241 રૂપિયા હશે.
એ જાણવું પણ અગત્યનું છે કે ટર્મ ઈન્સ્યોરન્સ જેવો પ્યોર લાઈફ ઈન્સ્યોરન્સ લોકો કેમ ખરીદતા નથી.. લોકોને લાગે છે કે ટર્મ ઈન્સ્યોરન્સમાં, જો તેઓ પોલિસી પીરિયડ સુધી જીવિત રહે છે તો તેમને કોઈ રિટર્ન નહીં મળે… પોતે જે પૈસા જમા કર્યા છે તે પણ જતા રહેશે…તો પછી ટર્મ ઈન્સ્યોરન્સ કેમ લેવો?…એટલે જ હવે કંપનીઓ તમને એવો ટર્મ ઈન્સ્યોરન્સ વેચી રહી છે, જેમાં પ્રીમિયમ પરત આપવાનું વચન આપવામાં આવે છે અથવા તો તમને રિટર્નની સાથે લાઈફ ઈન્સ્યોરન્સ વેચવામાં આવે છે. પરંતુ યાદ રાખો કે તે પ્યોર એટલે કે રેગ્યુલર ટર્મ ઈન્સ્યોરન્સ નથી..
હવે વાત કરીએ કે યોગ્ય ટર્મ ઈન્સ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો.. સૌ પ્રથમ, તમારી કમાણી, સંપત્તિ અને નાણાકીય જવાબદારીઓનું મૂલ્યાંકન કરો… તમે જે કમાઈ રહ્યા છો…તમારી જે સંપત્તિ છે તે તમારી નાણાકીય જવાબદારીઓ કરતાં ઓછી છે, તો ટર્મ ઈન્સ્યોરન્સ લેવું ખુબ જ જરૂરી છે….નાણાકીય જવાબદારીઓમાં ઘરનો ખર્ચ, લોન, બાળકોનું શિક્ષણ અને રિટાયરમેન્ટ જેવા ફાઈનાન્શિયલ ગોલ્સનો સમાવેશ થાય છે… ટર્મ ઈન્સ્યોરન્સનું કવર એટલું હોવું જોઈએ જેનાથી તમારી ગેરહાજરીમાં તમારા પર નિર્ભર લોકોની તમામ જરૂરિયાતો આરામથી પૂરી થી શકે.. લઈપ કવર પસંદ કરતી વખતે મોંઘવારીને અવગણશો નહીં.કેમ કે આજે જેટલા પૈસામાં તમારું કામ ચાલે છે,, 5 વર્ષ પછી તેટલા પૈસા પુરતા નહીં હોય…
હંમેશા પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે મજબૂત વીમા કંપની પસંદ કરો. કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો, ક્લેમ સેટલમેન્ટની ઝડપ અને કસ્ટમર સર્વિસ વિશે જાણકારી મેળવો. ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદતા પહેલા, પોલિસી ડૉક્યુમેન્ટમાં લખેલા નિયમો, શરતો અને કઈ બાબતોને પૉલિસીમાં કવર કરવામાં નથી આવી તેને ધ્યાનથી સમજો.. જો તમને કોઈ પણ મૂંઝવણ હોય, તો વીમા કંપની સાથે વાત કરો.
માર્કેટમાં ઘણી બધી વીમા કંપનીઓ છે…તેમની અલગ-અલગ યોજનાઓ છે…જેના પ્રીમિયમ અને બેનિફિટ્સ પણ અલગ-અલગ છે…ઓછું પ્રીમિયમ જોઈને પોલિસી પસંદ કરશો નહીં…પરંતુ એ જોઈને પસંદગી કરો કે તમે જે પ્રીમિયમ ચૂકવી રહ્યા છો તેમાં પૂરતું લાઈફ કવર મળે છે કે નહીં.. તેની સરખામણી તમે પોલિસી એગ્રીગેટર્સની વેબસાઈટની મુલાકાત લઈને કરી શકો છો.
ઘણા ટર્મ ઈન્સ્યોરન્સ બેઝિક પ્લાન સાથે એડ-ઓન્સ અથવા રાઈડર્સનો વિકલ્પ આપે છે… ક્રિટિકલ ઈલનેસ કવર, એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ, એક્સિડેન્ટલ પરમેનન્ટ ડિસેબિલિટી જેવા રાઈડર્સ તમારા કવરેજને વધારી શકે છે… તેથી તમે તમારી જરૂરિયાત મુજબ રાઈડર્સ ઉમેરીને વ્યાપક કવરેજ એટલે કે કોમ્પ્રિહેન્સિવ પ્રોટેક્શન લઈ શકો છો.
જો તમને કોઈ રોગ હોય અથવા કોઈ સર્જરી થઈ હોય તો પૉલિસી લેતી વખતે ચોક્કસ કંપનીને તેના વિશે જણાવો. સાથે જ સિગારેટ અને આલ્કોહોલ જેવી આદતો વિશે પણ જણાવો. ધારો કે, જ્યારે તમે પોલિસી લીધી, ત્યારે તમે સિગારેટ કે દારૂ પીતા નથી…. પરંતુ પછીથી તમે તેનું સેવન કરવા લાગ્યા છો…તો તમારે આ વિશે વીમા કંપનીને પણ જાણ કરવી જોઈએ…અન્યથા ભવિષ્યમાં વીમા કંપની તમારો ક્લેમ નકારી શકે છે.
ટર્મ ઈન્સ્યોરન્સ તમારી ગેરહાજરીમાં તમારા પરિવારનું ધ્યાન રાખશે…તેથી તમારી પાસે તે હોવું જ જોઈએ…હવે કેટલીક વધુ બાબતો જાણી લો…ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદીને નિશ્ચિંત ના થઈ જાવ.. જીવનમાં બદલાવ આવે છે… આવી સ્થિતિમાં, સમયાંતરે પોલિસીની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે… તમારી આવક અને જવાબદારીઓ વધતી જાય તેમ કવર વધારતા રહો… કોઈપણ ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરતા પહેલા ઈન્સ્યોરન્સ લો… ટર્મ ઈન્સ્યોરન્સ પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રુપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો