Loanમાં સમજો Credit Scoreનું મહત્વ

જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક તમને સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર પૂછે છે. ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતા અથવા તમારા દેવાની ચૂકવણી કરવાની તમારી ક્ષમતાનું માપ છે. લોન આપતી વખતે આ એક મહત્વનું પરિબળ હોય છે.

Importance of Credit Score in Loan

જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક તમને સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર પૂછે છે. ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતા અથવા તમારા દેવાની ચૂકવણી કરવાની તમારી ક્ષમતાનું માપ છે. લોન આપતી વખતે આ એક મહત્વનું પરિબળ હોય છે. ક્રેડિટ સ્કોર એ એક 3-અંકનો સ્કોર છે, જે વિવિધ બ્યુરો અથવા ક્રેડિટ માહિતી કંપનીઓ દ્વારા અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમાંથી, CIBIL સ્કોર સૌથી લોકપ્રિય છે. 700 થી 750 વચ્ચેનો ક્રેડિટ સ્કોર સારો ક્રેડિટ સ્કોર ગણાય છે. સારો ક્રેડિટ સ્કોર ઓછા વ્યાજ દરે લોન મેળવવાની તમારી તકો વધારે છે. ક્રેડિટ સ્કોર તમારી લોનના વ્યાજ દરોને કેવી રીતે અસર કરે છે તે સમજવા માટે, બેંકની વેબસાઇટ પર આપેલી માહિતી જુઓ.

પંજાબ નેશનલ બેંકની વેબસાઇટ પર દર્શાવેલ માહિતી અનુસાર, પસંદગીના કોર્પોરેટ અને સરકારી કર્મચારીઓ માટે, પર્સનલ લોન 12.75 થી 17.25%ના વ્યાજ દરે ઉપલબ્ધ છે. 800 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર ધરાવતા કર્મચારીઓ માટે પર્સનલ લોન 12.75%ના ફ્લોટિંગ વ્યાજ દરે ઉપલબ્ધ છે, જ્યારે ફિક્સ વ્યાજ 13.75% છે. જો ક્રેડિટ સ્કોર 750 થી વધુ અને 800 થી ઓછો છે, તો વ્યાજ દર અનુક્રમે 13.75% અને 14.75% છે. તેવી જ રીતે, જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર 650 થી 749 ની વચ્ચે છે તેમને પર્સનલ લોન પર 15.75% નું ફ્લોટિંગ વ્યાજ અને 16.75% નું ફિક્સ વ્યાજ લાગશે. જો તમારો ક્રેડિટ સ્કોર 650 કરતા ઓછો છે, તો તમને 16.25% ના ફ્લોટિંગ વ્યાજ દર અને 17.25% ફિક્સ વ્યાજ દરે પર્સનલ લોન મળશે.

ફિક્સ વ્યાજ દરની લોનમાં, વ્યાજ દર લોનના સમગ્ર સમયગાળા દરમિયાન સ્થિર રહે છે. બીજી તરફ, ફ્લોટિંગ વ્યાજ દરની લોનમાં, રેપો રેટ વગેરે જેવા વિવિધ પરિબળોને આધારે વ્યાજ દરો વધતા કે ઘટતા રહે છે.

તમે PNB દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરોમાં સારા ક્રેડિટ સ્કોરનો ફાયદો જોઈ શકો છો. 750 થી વધુ પરંતુ 800 થી ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે 13.75% ના દરે લોન આપવામાં આવે છે.

બીજી તરફ, 650 કરતા ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને 16.25%ના વ્યાજે લોન મળશે. વ્યાજ દરોમાં સીધો 2.5%નો તફાવત છે.

ફાઇનાન્સિયલ પ્લાનર્સનું કહેવું છે કે સારા અને ખરાબ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને આપવામાં આવતી પર્સનલ લોન પરના વ્યાજ દરો વચ્ચે 100 બેસિસ પોઈન્ટ્સ અથવા લગભગ 1%નો તફાવત છે.

લોનના વ્યાજ દરોમાં થોડો તફાવત હોવાનો અર્થ એ થઈ શકે છે કે તમે તમારા ખિસ્સામાંથી વધુ વ્યાજ ચૂકવશો.

જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમે સારી ડીલ મેળવવા માટે બેંક સાથે ભાવતાલ પણ કરી શકો છો.

હવે, ચાલો તે પગલાઓ વિશે વાત કરીએ જે તમને તમારી લોનના વ્યાજ દર ઘટાડવામાં મદદ કરી શકે છે

 

પગલું 1 : બેંકમાં લોન માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર તપાસો.

તમે ક્રેડિટ બ્યુરો CIBILsની વેબસાઇટ cibil.com પર નોંધણી કરાવી શકો છો અને દર ફાઇનાન્સિયલ યરમાં એકવાર મફતમાં તમારો ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો.

ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરો. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો તમારે બેન્ક સાથે સારી રીતે ભાવ તાલ કરી શકશો.

પગલું 2 : તમારે જે પણ લોન લેવાની હોય જેમ કે, હોમ લોન, પર્સનલ લોન કે કાર લોન, તે લોન માટે વિવિધ બેંકોમાં શું વ્યાજ દર ચાલે છે તેની તપાસ કરો. 

તમે વિવિધ બેંકો અથવા NBFCs દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ વ્યાજ દરો વિશે તેમની વેબસાઇટ પર માહિતી મેળવી શકો છો. આ માહિતી હશે તો તમે બેન્ક સાથે સારી રીતે ડીલ કરી શકશો.

પગલું 3 : લોન માટે બેંક સાથે વાત કરતી વખતે તમારી મજબૂત ક્રેડિટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોરનો ઉલ્લેખ જરૂર કરો.

બેંકો સારા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે અનુકૂળ શરતોએ લોન આપી શકે છે. સારો ક્રેડિટ સ્કોર અને હિસ્ટ્રી તમારી લોન ચૂકવવાની ક્ષમતા દર્શાવે છે.

પગલું 4: લોન માટે અરજી કરતી વખતે ધીરજ રાખો અને પ્રથમ વખતમાં જ ઓફર સ્વીકારશો નહીં. વિવિધ બેંકો સાથે વાત કરો અને તેમના વ્યાજ દરોની તુલના કરો.

જો અન્ય બેંકે તમને ઓછા વ્યાજ દરની ઓફર કરી હોય, તો ફરજિયાતપણે પ્રથમ બેંકને તેનો ઉલ્લેખ કરો.

આવા કિસ્સામાં, પ્રથમ બેંક બીજી બેન્ક જેટલા જ દરે અથવા તેનાથી ઓછા દરે લોન ઓફર કરી શકે છે.

છેલ્લું પગલું : ઘણી વખત એવું બની શકે છે કે તમારા તમામ પ્રયત્નો છતાં બેંક વ્યાજ દર ઘટાડવાનો ઇનકાર કરે છે. ગભરાશો નહીં તણાવમાં આવીને તેમની ઓફર સ્વીકારશો નહીં.

ઇનકાર કરો અને આગળ વધો. દરેક બેંક લોન આપવા અંગે આંતરિક વિચારણા કરતી હોય છે. આવા કિસ્સામાં, તરત જ બીજી બેંકમાં જાઓ પરંતુ યાદ રાખો કે આ એકમાત્ર પરિબળ નથી જેને બેંક ધ્યાનમાં લેશે.

તે ઉપરાંત, તમારી આવક, તમારી આવકમાં લોનનું પ્રમાણ, ઉંમર અને નોકરીની સુરક્ષા જેવા પરિબળો પણ તમને લોન મળશે કે નહીં તે નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Published: April 4, 2024, 17:08 IST