MONEY9 GUJARATI: વૃદ્ધાવસ્થામાં રેગ્યુલર ઈનકમને લઈને છો ચિંતિત? તો રિવર્સ મૉર્ગેજ લોન બની શકે છે તમારો સહારો. રિવર્સ મૉર્ગેજ લોન દ્વારા તમારું મકાન તમારા માટે બની શકે છે આર્થિક સહારો. કેવી રીતે ? આવો સમજીએ.
સૌથી પહેલા એ જાણીલો કે શું હોય છે રિવર્સ મૉર્ગેજ? તેનો અર્થ મૉર્ગેજથી બરાબર ઉંધો થાય છે. જ્યારે તમે લોન લો છો તો, જે વસ્તુ કે સંપત્તિને તમે સિક્યોરિટી તરીકે મુકો છો તે કહેવાય છે મૉર્ગેજ. તમે તેના હપ્તા ચૂકવો છો અને મૉર્ગેજ કરાયેલી વસ્તુ છેલ્લે તમારી થઈ જાય છે. પરંતુ રિવર્સ મૉર્ગેજમાં તેનાથી બરાબર ઉંધું થાય છે. તમે તમારી સંપતિના માલિકી હકને બેંક અથવા તો ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન પાસે ગીરો મુકો છો અને તેના બદલામાં તે તમને પૈસા આપે છે.
રિવર્સ મૉર્ગેજની ચોક્કસ રકમ લોન લેનારને એકસાથે મળે છે અથવા તો તેને દર મહિને હપ્તા રુપે મળી શકે છે. પ્રોપર્ટીને રિવર્સ મૉર્ગેજ સ્કીમ અંતર્ગત આપ્યા બાદ જ્યાં સુધી પ્રોપર્ટીનો માલિક જીવે છે ત્યાં સુધી પોતાના ઘરમાં રહે છે. અને બેંક ત્યાં સુધી તેને પેમેન્ટ કરે છે. આ પૈસા વૃદ્ધો માટે રેગ્યુલર ઈનકમનો સ્ત્રોત છે. સાથે જ આ રકમ ટેક્સ ફ્રી પણ હોય છે.
રિવર્સ મૉર્ગેજ યોજનાનો લાભ 60 કે તેનાથી વધુ ઉંમરવાળા ભારતીય નાગરીકને મળે છે. જો પતિ અને પત્ની સાથે મળીને લૉન લે છે તો જીવનસાથીની ઓછામાં ઓછી ઉંમર 58 વર્ષ હોવી જોઈએ. આ રીતે પૈસા વગર કોઈના પર નિર્ભર થયા વગર પોતાના જ ઘરમાં રહીને રિટાયરમેન્ટવાળી જીંદગી વિતાવી શકાય છે.
મોટાભાગે આ લોન 20 વર્ષ માટે મળે છે. જે ઘરની કિંમતના 75 થી 90 ટકા સુધી હોય શકે છે. રિવર્સ મૉર્ગેજ લોન સામાન્ય રીતે બેઝ રેટથી 2.5 થી 3 ટકા મોંઘી હોય છે. પરંતુ રિવર્સ મૉર્ગેજ લેનાર વ્યક્તિને આ વ્યાજ આપવું નથી પડતું. જ્યારે મૉર્ગેજ લોનનો સમયગાળો પૂરો થાય છે અને તેના નૉમિની આ ઘર લેવા માગે છે તો તેમને આ વ્યાજ ચુકવવું પડે છે.
એક મહત્વપૂર્ણ વાતને ધ્યાનમાં રાખો કે લોન ત્યારે જ મળે છે. જ્યારે ઘર યોગ્ય સ્થિતિમાં હોય અને લોન લેનાર તેના પર પૂરેપૂરો માલિકી હક ધરાવતો હોય.
અહીંયા એક મહત્વપૂર્ણ સવાલ એ થાય છે કે રિવર્સ મૉર્ગેજ સ્કીમ અંતર્ગત અપાયેલા ઘર પર વારસદારનો દાવો હોય કે નહીં? તો આવી સંપત્તિ બાળકો કે કાયદાકીય વારસ ત્યાં સુધી વારસા તરીકે નહીં મેળવી શકે જ્યાં સુધી મૉર્ગેજની પૂરી રકમની ચૂકવણી ના થઈ જાય. લોનની ચૂકવણી ના થાય તો બેંક પ્રોપર્ટી વેચીને લોનની રકમ વસૂલી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો