કાર ખરીદવા માટે SIP કરવી કે કાર લોન લેવી?

કાર ખરીદવી એ ઘર ખરીદ્યા પછીનો બીજો સૌથી મોટો નાણાકીય નિર્ણય હોય છે. આવી સ્થિતિમાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. સૌથી પહેલા તમારે બજેટ નક્કી કરવું પડશે. બજેટ નક્કી કર્યા પછી, આગળનો ટાસ્ક પૈસાની વ્યવસ્થા કરવાનો છે..જેની બે રીતો છે..પહેલી,,પૈસા બચાવો અને કાર ખરીદો.. બીજી રીત,,ઑટો લોન છે.. કાર ખરીદવા માટે કઈ રીત તમારા માટે યોગ્ય છે.. આવો જાણીએ..

કાર ખરીદવા માટે SIP કરવી કે કાર લોન લેવી?

Which is Better – Taking a Car Loan or Saving and then Buying a Car?

Which is Better – Taking a Car Loan or Saving and then Buying a Car?

MONEY9 GUJARATI: રાજેશ જેવા મોટા ભાગના લોકો માટે કાર ખરીદવી (buying a car) એ ઘર ખરીદ્યા પછીનો બીજો સૌથી મોટો નાણાકીય નિર્ણય (Financial decision) હોય છે.આવી સ્થિતિમાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ (Financial Planning) કરવું જરૂરી છે. સૌથી પહેલા તમારે બજેટ નક્કી કરવું પડશે. એટલે કે કારની કિંમત કેટલી હશે. .હાલમાં એક મિડ રેન્જની કાર (Mid range car) ની કિંમત લગભગ 7 થી 10 લાખ રૂપિયા હોય છે.. તમે તમારી આવક, પર્સનલ ચૉઈસ અને જરૂરિયાતના આધારે કાર પસંદ કરો છો…પરંતુ ધ્યાન રાખો કે એકવાર બજેટ (Budget) ફિકિસ કરી દીધા પછી તેને વળગી રહો… બજેટ નક્કી કર્યા પછી, આગળનું ટાસ્ક પૈસાની વ્યવસ્થા કરવાનું છે..જેની બે રીતો છે..પહેલી.. પૈસા બચાવો અને કાર ખરીદો.. બીજી રીત ઑટો લોન (Auto Loan) છે.. કાર ખરીદવા માટે કઈ રીત તમારા માટે યોગ્ય છે.. આવો જાણીએ..

 

કાર ખરીદવા ફાઈનાન્શિયલ પ્લાનિંગ છે ખુબ જરુરી

ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે કે પૈસા બચાવીને કાર ખરીદવાના બે ફાયદા છે… એક તો ખર્ચમાં ઘટાડો થશે અને બીજું EMIની કોઈ ઝંઝટ નહીં રહે… તમે કાર માટે કેટલી રાહ જોઈ શકો છો, તે ઘણું મહત્વનું છે… કારણ કે તેનાથી જ રોકાણનો સમયગાળો જાણી શકાશે… કાર ખરીદવા માટે તમે જેટલી લાંબી રાહ જુઓ, તમારું રોકાણ એટલું જ વધશે. ધારો કે રાજેશ જે કાર ખરીદવાનું વિચારી રહ્યો છે તેની કિંમત આજે 7 લાખ રૂપિયા છે… પણ તેણે આ કાર 5 વર્ષ પછી ખરીદવી છે… સ્વાભાવિક છે કે 5 વર્ષ પછી કારની કિંમત 7 લાખ રૂપિયા નહીં હોય… ઓટો કંપનીઓ વર્ષમાં 2-3 વખત કારના ભાવમાં 1 થી 3 ટકાનો વધારો કરે છે…મોટેભાગે કહીએ તો એક વર્ષમાં 7 થી 8 ટકાનો વધારો થઈ શકે છે… 5 વર્ષ પછી તે 7 લાખ રૂપિયાની ગાડીની કિંમત જાણવા માટે ઈન્ફ્લેશન કેલ્ક્યુલેટર તમને મદદ કરશે. ઈન્ફ્લેશન કેલ્ક્યુલેટર મુજબ, જો તમે આજે કોઈ વસ્તુ ખરીદવા માટે 7 લાખ રૂપિયા ખર્ચી રહ્યા છે, તો 5 વર્ષ પછી આ ખર્ચની કિંમત લગભગ 10 લાખ 30 હજાર રૂપિયા થઈ જશે… અંદાજિત વાર્ષિક ફુગાવાનો દર 8 ટકા છે… એટલે કે. 5 વર્ષ પછી 7 લાખ રૂપિયાની કાર ખરીદવા માટે તમારી પાસે 10 લાખ 30 હજાર રૂપિયા હોવા જોઈએ.

 

કેવી રીતે કરશો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ?

હવે વાત કરીએ આ 10 લાખ રૂપિયાને ભેગા કરવા માટેના ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની..ઈન્વેસ્ટમેન્ટ ગોલ 5 વર્ષનો છે…આવી સ્થિતિમાં, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું યોગ્ય નથી…કારણ કે મીડિયમ ટર્મમાં તેમાં ઉતાર-ચઢાવ શક્ય છે.  આવી સ્થિતિમાં, તમારે એવી જગ્યાએ રોકાણ કરવું પડશે… જ્યાં ઓછી વોલેટિલિટી હોય અને તમે મોંઘવારીને માત આપતું રિટર્ન એટલે કે 7-8 ટકા રિટર્ન મેળવી શકો.. તમારે કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ? આવો જાણીએ એક્સપર્ટ પાસેથી.. 

 

રોકાણની સાચી રીત જાણ્યા પછી, હવે પ્રશ્ન એ છે કે દર મહિને કેટલા પૈસા જમા કરવા જોઈએ જેથી 5 વર્ષ પછી તમને 10.30 લાખ રુપિયા મળે… ગોલ SIP કેલ્ક્યુલેટર મુજબ, અંદાજિત 8 ટકા રિટર્ન સાથે, તમારી SIP આગામી 5 વર્ષ 14,018 રૂપિયા હશે. જ્યારે 10 ટકા રિટર્ન સાથે SIP રકમ 13,301 રૂપિયા હોવી જોઈએ.

 

રિટર્ન, અને રિસ્કને જોઈ નક્કી કરો રોકાણનો ઓપ્શન

મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન બજારના જોખમોને આધીન હોય છે…એટલે કે બજારના આધારે રિટર્ન વધી કે ઘટી શકે છે…તેથી ઈન્વેસ્ટમેન્ટ ગોલ પર નજર રાખો જેથી શૉર્ટફોલની સ્થિતિમાં SIP રકમ અથવા ફંડ બદલી શકાય. 5 વર્ષ એ લાંબો સમયગાળો છે…પોસિબલ છે કે તમે તમારું બજેટ વધારવા માંગો.. આ સ્થિતિમાં બજેટ વધારવાની સાથે સાથે SIP વધારવાની જરૂર પડશે… કેટલાક લોકો 2-3 વર્ષ માટે તો કેટલાક 8થી 10 વર્ષમાં કાર ખરીદવાનું વિચારશે…તેમને ક્યાં રોકાણ કરવું જોઈએ આવો એ પણ જાણીએ…..

 

ઑટો લોનમાં ચુકવવા પડી શકે છે વધુ પૈસા

કાર ખરીદવાની બીજી રીત છે ઑટો લોન…તેનો ફાયદો એ છે કે તમારે કાર માટે રાહ જોવી નથી પડતી..અહીં લોન પાસ થાય અને ત્યાં તમારા દરવાજાની બહાર કાર પાર્ક થઈ જાય..પરંતુ આ માટે તમારે કારની કિંમત કરતા વધુ પૈસા ચૂકવવા પડશે.. મોટાભાગની ઑટો લોન કારની કિંમતના 80 થી 90 ટકા ફાઇનાન્સ કરે છે… કેટલીક બેંકો અથવા કંપનીઓ 100 ટકા ફાઇનાન્સ પણ આપે છે…સામાન્ય રીતે ઑટો લોન પરના વ્યાજ દર 9 ટકાની આસપાસ શરૂ થાય છે… ઉદાહરણ તરીકે, SBIનો કાર લોનનો વ્યાજ દર છે 8.85 ટકા જ્યારે ICICI બેંકનો દર 9.10 ટકા છે. વ્યાજ દરો તમારા ક્રેડિટ સ્કોર અને લોનની મુદત પર નિર્ભર કરે છે..

 

ધારો કે રાજેશ હાલમાં લોન પર 7 લાખ રૂપિયાની કાર ખરીદે છે…સૌથી પહેલા તેણે 20 ટકા ડાઉન પેમેન્ટ એટલે કે 1 લાખ 40 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે…બાકીના 5 લાખ 60 હજાર રૂપિયા માટે તેને લોન મળશે. જેની EMI ચૂકવવી પડશે… જો તેઓ 9 ટકાના વ્યાજ દરે 5 વર્ષ માટે લોન લે છે, તો તેમની EMI 11,625 રુપિયા થશે… સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમને અંદાજે ચૂકવણી કરવી પડશે 7 લાખ રુપિયાની… આમાં અંદાજે 1 લાખ 40 હજાર રુપિયાનું વ્યાજ છે. લોન પરના વ્યાજ દર ઉપરાંત પ્રોસેસિંગ ફી અને લોનની EMI ચૂકી જવા પર પેનલ્ટી ચૂકવવી પડશે. જો તમે લોનની ચુકવણી નહીં કરો, તો બેંક તમારી કાર જપ્ત કરી શકે છે. ઉપરાંત જો તમે  સમય પહેલા લોન ચુકવો છો તો  ફોર-ક્લોઝર ચાર્જ ચૂકવવો પડશે.

 

ફાઈનાન્શિયલ પ્લાનિંગથી બચાવી શકો છો તમારા પૈસા

રાજેશ, જો કાર ખરીદવા માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરે છે તો વ્યાજના લગભગ 1.5 લાખ રૂપિયા બચાવી શકે છે.. જો કે, પસંદગી અને જરૂરિયાત અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે… જો તમે કાર માટે રાહ જોઈ શકો છો, તો બચાવો અને ખરીદોની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ..અને જો તમને તાત્કાલિક કારની જરૂર હોય તો લોન લેવી વધુ સારું રહેશે… તમામ પરિબળોને ધ્યાનમાં લીધા પછી જ નિર્ણય લો.

Published: March 28, 2024, 15:12 IST