MONEY9 GUJARATI: શું તમે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ રિપોર્ટ છે ખાસ તમારા માટે.. કારણ કે પ્રોપર્ટી માર્કેટમાં અત્યારે તેજીનો પવન ફૂંકાયેલો છે.. તેજીના આ તબક્કામાં પ્રોપર્ટીના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે… આવી સ્થિતિમાં જો તમે મકાન ખરીદતા હોવ તો નવું ઘર શોધવામાં ઘણી મુશ્કેલી પડી શકે છે. કદાચ જ્યાં લોકેશન સારું હશે, ત્યાંની પ્રોપર્ટી તમારા બજેટની બહાર હોઈ શકે છે… જે તમારા બજેટની અંદર હશે, તેનું લોકેશન યોગ્ય નહીં હોય… રોડ, વીજળી-પાણી, જાહેર પરિવહનની સુરક્ષા જેવી આવશ્યક બાબતો પણ તમારી પહોંચની બહાર હોય તેવું બની શકે..ત્યારે આવી સ્થિતિમાં રિસેલ પ્રોપર્ટી તમારા માટે સારો વિકલ્પ બની શકે છે…
રિસેલ પ્રોપર્ટી એટલે કે જૂની પ્રોપર્ટી…એવું ઘર કે મકાન,,કે જે બિલ્ડર પાસેથી કોઈ વ્યક્તિએ ખરીદ્યું કે બનાવ્યું અને હવે તે તમને વેચી રહ્યા છે. ઘણા લોકો રિસેલ પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરે છે કારણ કે તેઓ તરત જ ઘરમાં શિફ્ટ થવા માગે છે…જેથી તેમને લોન લેતી વખતે EMI અને ભાડાનો ડબલ બોજ સહન ના કરવો પડે… અંડર કંન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ઘરનું પજેશન મળવામાં મોટાભાગે 3 થી 4 વર્ષનો સમય લાગે છે…અને જો બિલ્ડર ગરબડ કરે તો મકાન અટકી જવાનો પણ ખતરો રહેતો હોય છે… એવી લાખો ઘટનાઓ બની છે જેમાં લોકોના ઘર વર્ષોથી ફસાયેલા છે…
ઉદાહરણ તરીકે, એનારૉકના એક રિપોર્ટ અનુસાર, મે 2022ના અંત સુધીમાં દેશના સાત મોટા શહેરોમાં લગભગ 4 લાખ 80 હજાર મકાનો ફસાયેલા છે… આમાં ક્યાંક કામ સંપૂર્ણ રીતે અટકી ગયું છે તો ક્યાંક કામ ખૂબ વિલંબથી ચાલી રહ્યું છે. જેની કુલ કિંમત 4 લાખ 48 હજાર કરોડ રુપિયા છે… આવા શહેરોમાં NCR, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે અને કોલકાતાનો સમાવેશ થાય છે… ફસાયેલા મકાનોની નંબર ગેમમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે NCR અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)નો સૌથી વધુ 77 ટકા હિસ્સો છે…
તરત જ ઘરમાં શિફ્ટ થવાની ઈચ્છા અને વિલંબિત ડિલિવરી,,રિસેલ પ્રોપર્ટી માર્કેટને વેગ આપી રહી છે… ઉપરાંત, નીચી કિંમતો, સારું લોકેશન અને કોવિડ પછી મોટા ઘરની ઈચ્છા પણ બજારને આગળ ધપાવી રહી છે… PropTiger.com નો અહેવાલ જણાવે છે કે, વર્ષ 2023 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશના 8 મોટા શહેરોમાં મકાનોની કિંમતોમાં સરેરાશ 6 ટકાનો વધારો થયો છે. ઘરની સરેરાશ કિંમત વધીને 7,000-7,200 રુપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે… બિલ્ડિંગ મટિરિયલ અને લેબર જેવી કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધારો પણ એક કારણ છે…
આવી સ્થિતિમાં, મોંઘવારીના આ યુગમાં રિસેલ પ્રોપર્ટી તમને રાહત આપી શકે છે… નવા ફ્લેટની તુલનામાં, તે જ લોકેશન પર જૂના ફ્લેટ 15 થી 30 ટકા સસ્તા પડે છે… જેમ જેમ પ્રોપર્ટી જૂની થાય છે, નવાની સરખામણીમાં તેની કિંમત ઘટતી જાય છે. આવી સ્થિતિમાં, તમે ઓછા પૈસામાં સારી ડીલ મેળવી શકો છો… પરંતુ આવી પ્રોપર્ટી ખરીદતા પહેલા થોડી તપાસ કરી લેવી જરૂરી છે…
સૌથી પહેલા રિસેલ પ્રોપર્ટીની એજ એટલે કે ઘર કેટલું કેટલું જૂનું છે તે તપાસો… આ માટે તમે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની મદદ લઈ શકો છો… તે તમને કહેશે કે ઘરમાં કેટલી મજબૂતી બાકી છે… નહીં તો તમારે રિનોવેશન પર ભારે ખર્ચ કરવો પડશે… ઘરની રજીસ્ટ્રી અને ટાઈટલ ડીલ તપાસો જેથી તેના માલિકની સાચી જાણકારી મેળવી શકાય…
જો તમે સોસાયટીમાં ફ્લેટ ખરીદો છો, તો તપાસો કે તેના પર કોઈ મેઈન્ટેનન્સ ચાર્જ, વીજળી બિલ કે અન્ય કોઈ લેણાં બાકી ના હોય.. પ્રોપર્ટી પર કોઈ લોન કે કાનૂની સમસ્યા તો નથી ને… રજિસ્ટ્રેશન વગરના ફ્લેટ ખરીદવાનું ટાળો કારણ કે મોટાભાગની બેન્કો અને NBFC તેને ફાઈનાન્સ નથી કરતા.. જો તેઓ કરે તો પણ વ્યાજ દર ખૂબ જ ઊંચો હોય છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો