Money9 Gujarati: નિખિલ નવરાત્રી પર ફ્લેટ બુક (Flat booking) કરવાનું વિચારી રહ્યો છે. ન્યૂઝપેપરમાં ઑફર જોઈને તેની ખુશી બેવડાઈ ગઈ, કારણ કે બિલ્ડર (builder) ફ્લેટની સાથે સાથે અનેક પ્રકારની ઑફર્સ (offers) પણ આપતો હતો. જેમ કે સોનાનો સિક્કો, TV, ફ્રીઝ અને અન્ય અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ (discount). નિખિલ શું કોઈ પણ ખરીદદાર આવી જાહેરાત જોઈને ચોક્કસ આકર્ષાશે. જો કે, તમારે માત્ર ઑફર્સ જોઈને બુકિંગ નથી કરવાનું, પરંતુ પહેલા કરવાનું છે વાયદાઓનું રિયાલિટી ચેક (Reality check),,ચાલો આપણે સમજીએ કે કેવી રીતે.
દેશમાં તહેવારોની સિઝન (Festive season)માં ઘણી ખરીદી થાય છે, નવરાત્રીથી તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, જે દિવાળી સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, રિયલ એસ્ટેટ કંપનીઓ (A real estate company) ઘર ખરીદનારાઓને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઑફર્સ લાવશે. તેમાં સોનાથી લઈને કેશબેક, આઈફોનથી લઈને કાર સુધીની ઈલેક્ટ્રોનિક આઈટમ્સનો સમાવેશ થઈ શકે છે.
ઘણા ડેવલપર્સ બુકિંગ પર સોનાના સિક્કા અથવા બાઇક જેવી ગિફ્ટ ઑફર કરે છે. મોટાભાગની ગિફ્ટની કિંમત ઘરની કુલ કિંમતમાં ઉમેરીને વસૂલ કરી લેવામાં આવે છે. જો તમને આ ગિફ્ટ્સની જરૂર ન હોય તો તેને ન લો. ઘરની કિંમતમાંથી ગિફ્ટની કિંમત ઘટાડવા માટે બિલ્ડર સાથે વાત કરો, જેનાથી તમારા પૈસા બચી શકે છે.
ઘણી વખત બિલ્ડર કાર, મોડ્યુલર કિચન, ફ્લેટનું વુડનવર્ક જેવી વસ્તુઓ ઑફર કરે છે. બુકિંગ કરતા પહેલા તમારે માર્કેટમાં આ વસ્તુઓની કિંમત જાણી લેવી જોઈએ, તહેવારોની ઑફરને બદલે પોતાના ખિસ્સા જોઈને પ્રોપર્ટી ખરીદો. તમે આ બધા કામ પછીથી પણ કરાવી શકો છો.
પ્રોજેક્ટના ફાઈનાન્સિંગને લઈને સામાન્ય રીતે બિલ્ડર અને બેંક વચ્ચે પહેલાથી કરાર હોય છે. આવી સ્થિતિમાં, ઘર ખરીદનારને કોઈપણ પ્રોસેસિંગ ફી વિના હોમ લોન ઑફર કરી શકાય છે. ડીલ માટે સંમત થતા પહેલા, ઑફર કરવામાં આવતા વ્યાજ દરની તુલના અન્ય બેંકોના વ્યાજ દરો સાથે કરવી જોઈએ. વન-ટાઇમ પ્રોસેસિંગ ફી ટાળવા માટે ઊંચા વ્યાજ દરે લોન લેવી તે કોઈ સમજદારી નથી. ઊંચા વ્યાજ દરનો અર્થ એ છે કે જ્યાં સુધી લોન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે દર મહિને વધુ પૈસા ચૂકવવા પડશે.
પ્રોપર્ટી ભલે ફેસ્ટીવ સિઝનમાં ખરીદો કે નોર્મલ દિવસોમાં,,બિલ્ડર કે ડેવલપરનો ટ્રેક રેકોર્ડ અને અનુભવ ચોક્કસપણે તપાસો. બિલ્ડરના ભૂતકાળના પ્રોજેક્ટ્સ તપાસો. બિલ્ડરે જૂના પ્રોજેક્ટમાં સમયસર ડિલિવરી કરી છે કે નહીં. કન્સ્ટ્રક્શનની ક્વૉલિટી કેવી છે, ખરીદદારોને આપેલા વચનો પૂરા થયા છે કે નહીં? આ માટે તમે બિલ્ડરના જૂના પ્રોજેક્ટમાં રહેતા લોકો સાથે વાત કરીને રિયલ ટાઈમ ફીડબેક મેળવી શકો છો.આ બાબતો બતાવશે કે તમે યોગ્ય અને ભરોસાપાત્ર બિલ્ડર સાથે કામ કરી રહ્યા છો. જેનાથી પઝેશનના સમયે ધક્કા ખાવાથી બચી જશો.. ઘર ખરીદતા પહેલા પ્રોજેક્ટનું રેરા રજીસ્ટ્રેશન ખાસ તપાસો.
ફેસ્ટિવ ઑફર્સ ચોક્કસપણે તમારા ફ્લેટ ડીલને આકર્ષક બનાવી શકે છે, પરંતુ કેટલીક એવી બાબતો છે જેને અવગણવી જોઈએ નહીં. જેમ કે પ્રોજેક્ટ કયા સ્થળે છે, આસપાસનો વિસ્તાર સારો છે કે નહીં, વીજળી, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સેફ્ટીની વ્યવસ્થા હોવી જોઈએ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, દેનિક ઉપયોગની વસ્તુઓની દુકાનો અને બેંકો જેવી વસ્તુઓ પ્રોજેક્ટથી વધુ દૂર ના હોવી જોઈએ.
નિખિલની જેમ, જો તમે પણ ફેસ્ટિવ સિઝનમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો થોડું હોમવર્ક જરૂર કરો. જેનાથી તમે તહેવારોની ઑફર્સનો લાભ લઈ શકશો અને ભવિષ્યમાં ઘરનો કબજો મેળવવામાં સમસ્યાઓની શક્યતા ઓછી રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો