Money9 Gujarati: ગૌરવે ઈન્ટરનેટ પર બધા ફ્લેટ (Flat) સર્ચ કરી ચુક્યો છે… જેમાં કેટલાકનું લોકેશન સમજાતુ નથી આવતું તો કેટલાક પાસે Amenities નથી… જે ફ્લેટ મળી રહ્યા છે, તો તે રોડ ફેસિંગ (Road facing) છે… જ્યારે ગૌરવને પાર્ક ફેસિંગ જોઈએ છે… ઈન્ટરનેટ પર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ (Real estate projects) જોઈ જોઈને ગૌરવ કન્ફ્યૂઝ થઈ ગયો છે..
ઘર ખરીદવામાં સૌથી મોટી મુશ્કેલી તમારા માટે યોગ્ય ઘર શોધવાની છે…જો તમારી પાસે મદદ કરવા માટે વિશ્વસનીય રિયલ એસ્ટેટ બ્રોકર હોય, તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે…ઘણા બ્રોકર પોતાના ફાયદા માટે ખરીદનાર કેટલીક વખત છેતરપીંડી કરે છે..ખરીદનારે આવા એજન્ટથી બચવું પડશે અને પોતાના માટે યોગ્ય બ્રોકર પસંદ કરવો પડશે…રિયલ એસ્ટેટ એજન્ટમાં કયા ગુણો હોવા જોઈએ? તેની પાસે કેટલો એક્સિપીરિયન્સ હોવો જોઈએ? જો બ્રોકર કંઈક ખોટું કરે તો તેની ફરિયાદ ક્યાં કરી શકીએ છીએ? ચાલો તમને જણાવું…
પ્રૉપર્ટીના ખરીદ-વેચાણમાં પ્રૉપર્ટી બ્રોકર અથવા રિયલ એસ્ટેટ એજન્ટ મહત્વપૂર્ણ કડી છે. આવી સ્થિતિમાં બ્રોકર વિશે પૂરે પૂરી તપાસ કરી લેવી જોઈએ. તમે સાંભળ્યું જ હશે કે Experience Matters એટલે કે અનુભવ ખુબ જ મહત્વનો છે. આ વાત રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ લાગુ પડે છે. બ્રોકરને પ્રોપર્ટી માર્કેટમાં કામ કરવાનો જેટલો વધુ અનુભવ હોય તેટલો સારો… તેની પાસે ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ… આ ઉપરાંત તેની પ્રોફેશનલ ક્વૉલીફિકેશન પણ ચેક કરવી જોઈએ.
બ્રોકરની સ્થાનિક પ્રૉપર્ટી માર્કેટ એટલે કે તે પ્રૉપર્ટી માર્કેટ કે જ્યાં તમે ઘર શોધી રહ્યા છો ત્યાં તેની પકડ મજબૂત હોવી જોઈએ…જેથી જ્યારે તમે તેને તમારી જરૂરિયાત જણાવો ત્યારે તેની પાસે ઘણા બધા વિકલ્પો હોય..તે જાણવાનો પ્રયાસ કરો કે બ્રોકરને તે વિસ્તારની પ્રોપર્ટીની કિંમતોની સારી જાણકારી હોય…અને તે તમને વિવિધ પ્રોજેક્ટ્સના ફાયદા અને ગેરફાયદા પણ જણાવી શકે.. તેનાથી તમે વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત ઘર ખરીદી શકશો.
ઘણી વખત એવું બને કે પ્રોજેક્ટનું લોકેશન સારું હોય, પણ બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ સારો ન હોય… બ્રોકર આવી બાબતો જણાવવામાં સક્ષમ હોવો જોઈએ.. જેથી તમારું ડ્રીમ હોમ અટકી ન જાય… જ્યારે તમે ઘણા બ્રોકર સાથે વાત કરો છો તો તમે તેમના નૉલેજ વિશે જાણી શકશો…જેથી ઘર ખરીદનાર યોગ્ય બ્રોકર પસંદ કરી શકે છે.. એજન્ટને વિસ્તારના માસ્ટર પ્લાન અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનની પણ જાણકારી હોવી જોઈએ.. જેની મદદથી તે તમને એક સારી ડીલ અપાવી શકે..
રિયલ એસ્ટેટ બ્રોકર અથવા પ્રોપર્ટી બ્રોકરનું સંબંધિત રાજ્યની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે RERAમાં રજીસ્ટ્રેશન હોવું આવશ્યક છે…એજન્ટને ઓથોરિટી દ્વારા રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે…એજન્ટે પ્રોપર્ટી વેચતી વખતે આ નંબર ક્વોટ કરવો અથવા બતાવવો પડશે. બ્રોકર નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ (NAR) જેવા કોઈપણ સંગઠનનો ભાગ છે કે કેમ તે પણ શોધવું જોઈએ. જો તે કોઈપણ એસોસિએશનનો ભાગ છે, તો તમે તેની ફરિયાદ અહીં કરી શકો છો.
બ્રોકર સાથે વાત કરતી વખતે, તેના જૂના ગ્રાહકો વિશે પૂછો અને ઓછામાં ઓછા 4-5 ક્લાયન્ટ્સ સાથે વાત કરો… તમારા મિત્રો, પરિચિતો અને સહકાર્યકરો સાથે બ્રોકર વિશે વાત કરો…મોટાભાગના લોકો જો તમને એક બ્રોકરની ભલામણ કરે છે,,તો સારો બ્રોકર મળવાની શક્યતા વધી જાય છે…બ્રોકર વિશે ઓનલાઈન સર્ચ કરો.. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસો.. ઘણા ગ્રાહકો તેમના સારા અનુભવો બ્રોકર સાથે સોશિયલ મીડિયા પર શેર કરે છે.
બ્રોકર પ્રૉપર્ટી સંબંધિત તમામ દસ્તાવેજી કામગીરીથી પરિચિત હોવો જોઈએ…તેણે એગ્રીમેન્ટ ટૂ સેલ, સેલ ડીડ સાથે જોડાયેલ જટીલ ક્લૉઝ અને તેમાં સામેલ ખર્ચની સમજ હોવી જોઈએ..અને તે તમને યોગ્ય રીતે સમજાવવા સક્ષમ પણ હોવા જોઈએ…ઘર ખરીદનારાઓ માટે તે મહત્વપૂર્ણ છે કે તે શરૂઆતમાં જ બ્રોકરને ઘરની કિંમત અને વધારાના ખર્ચ વિશે પૂછી લે..
જ્યારે ખરીદનાર અને વેચનાર અલગ-અલગ લોકેશન પર હોય છે, ત્યારે બ્રોકર પર ખરીદદારની નિર્ભરતા વધે છે.. આવા સંજોગોમાં બંને પક્ષો એકબીજાને વધુ મળવામાં અસમર્થ હોય છે.. બ્રોકરના કહેવા પર ઉતાવળમાં સોદો કરી દેવામાં આવે છે. હંમેશા ડીલ પૂરી કરતા પહેલા વેચાણકર્તા સાથે મીટિંગનો આગ્રહ રાખો…જો બ્રોકર આમ કરવા માટે સંમત ન થાય તો કઇંક ગડબડ હોઈ શકે છે…
એક પ્રોફેશનલ અને વિશ્વસનીય બ્રોકર ગૌરવની જેમ તમારા માટે પણ ઘર ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે.. તમારે માત્ર એક એવો બ્રોકર પસંદ કરવાનો છે જે તેના પોતાના ફાયદાની સાથે તમારા ફાયદાઓનું પણ ધ્યાન રાખે.. જો પ્રૉપર્ટી પર કોઈ પ્રકારની કાયદાકીય વિવાદ છે તો આવી પ્રોપર્ટીથી તમને દૂર રાખે.. બ્રોકર પસંદ કરવામાં ભૂલ થવાથી માનસિક અને આર્થિક બંને સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો