Money9 Gujarati: સોહન આજકાલ ખૂબ જ ચિંતિત છે… તેની સમસ્યાનું કારણ છે ફ્લેટનું નાનું કદ… તેણે ઘર ખરીદવા માટે એક રિયલ્ટી પોર્ટલ (Realty Portal) નો સહારો લીધો હતો… ઘણી ઓનલાઈન વેબસાઈટ (Online website) સર્ચ કર્યા પછી તેને એક ફ્લેટ (Flat) પસંદ આવ્યો…. બ્રોકરે (broker) ફ્લેટ બતાવ્યો… કહ્યું- આ ફ્લેટ આ સોસાયટીનો સૌથી મોટો ફ્લેટ છે… સોહને ફ્લેટ ખરીદ્યા પછી રહેવાનું શરૂ કર્યું અને નવા મિત્રો બનાવ્યા… પછી તેને ખબર પડી કે સોસાયટીમાં તેનાથી પણ મોટા ફ્લેટ છે… સોહનને હવે લાગે છે કે પ્રોપર્ટી પોર્ટલ (Property Portal) પર મળેલા બ્રોકરના શબ્દો પર વિશ્વાસ કરીને તેને ભૂલ કરી છે…
સોહન જેવા ઘણા લોકો છે, જેઓ ઘર ખરીદવા માટે પ્રોપર્ટી પોર્ટલનો સહારો લે છે… કારણ કે અહીં થોડી ક્લિકમાં ઘણી પ્રોપર્ટી વિશે જાણી શકો છો… ઇચ્છિત ઘર શોધવાનું અનુકૂળ છે… જો કે,, ઘણી વખત બ્રોકર્સ એવી ટ્રીક અપનાવે છે જેનાથી તમને નુકસાન થાય છે… આવી સ્થિતિમાં તમારે ઓનલાઈન પ્રોપર્ટી સર્ચ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ… ચાલો જાણીએ…
પ્રોપર્ટી પોર્ટલનો ફાયદો એ છે કે અહીં તમને થોડીક ક્લિક્સમાં સેંકડો પ્રોપર્ટી જોવા મળે છે… આની મદદથી તમે તમારી પસંદગીના લોકેશન, તમારું બજેટ અને જરૂરિયાતો અનુસાર ઘર શોધી શકો છો… તે પર્ટિક્યુલર લોકેશન પર ઉપલબ્ધ અન્ય પ્રોપર્ટીમાંથી કિંમતોની તુલના કરી શકો છો… પ્રૉપર્ટી સાથે સંબંધિત પોર્ટલ પર મોટાભાગે રીસેલમાં પ્રૉપર્ટી વેચવામાં આવે છે… એટલે કે, ફ્લેટ અથવા મકાન જે બિલ્ડર પાસેથી કોઈએ ખરીદ્યું હોય અને પછી તમને વેચવામાં આવ્યું હોય.
પ્રોપર્ટી માર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાતો માને છે કે ઇન્ટરનેટ પર ઘરો ખરીદવા અને વેચવા માટે મોટી સંખ્યામાં જાહેરાતો હોય છે… જો કે, આ ડેટાની સત્યતા અંગે શંકા રહે છે… ખાસ કરીને કિંમતના કિસ્સામાં… તપાસ કરીએ તો, અમે બે અલગ-અલગ રિયલ્ટી પોર્ટલ પર એક જ સોસાયટીમાં એક જ સાઈઝના ફ્લેટની કિંમત શોધી કાઢી… એક પોર્ટલ પર 1464 ચોરસ ફૂટના 3BHK ફ્લેટની કિંમત 56 લાખ રૂપિયા હતી, જ્યારે બીજા પોર્ટલ પર કિંમત સમાન કદના ફ્લેટની કિંમત રૂ. 78 લાખ હતી…
હોમમેન્ટ્સના ફાઉન્ડર પ્રદીપ મિશ્રા કહે છે કે પ્રોપર્ટીનું ઓનલાઈન લિસ્ટિંગ કરતી વખતે એજન્ટ ઘણીવાર ખોટા ફોટા, સ્પેસિફિકેશન અને ફ્લેટની ઓછી કિંમત આપે છે… જેથી તેઓ ઘર ખરીદનારાઓનું ધ્યાન આકર્ષિત કરી શકે અને લીડ જનરેટ કરી શકે… જ્યારે લોકો એજન્ટનો સંપર્ક કરે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે લિસ્ટેડ પ્રૉપર્ટી વેચાઈ ગઈ છે… તેઓ બીજી પ્રૉપર્ટી જોઈ શકે છે…
ઘણી વખત, રિયલ એસ્ટેટ બ્રોકર્સ તેમના તર્ક અને લોભ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરે છે… તેઓ તમને ડર બતાવે છે કે તમે જ્યાં ફ્લેટ ખરીદો છો ત્યાંની પ્રૉપર્ટીની કિંમતો ટૂંક સમયમાં વધી જશે… કારણ કે કેટલાક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આવવાના છે…. જેથી તમે ગભરાઈ જાઓ અને તરત જ નિર્ણય લઈ લો… આનાથી તમને લાગે છે કે ઘર મોંઘું થાય તે પહેલા ખરીદવું વધુ સારું રહેશે…
ઓનલાઈન પોર્ટલ પર પ્રોપર્ટી જોયા પછી તમારે અમુક ઑફલાઈન અને ઑનલાઈન હોમવર્ક કરવું જરૂરી છે… તમે જે વિસ્તારમાં મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો ત્યાં કામ કરતા કેટલાક અન્ય બ્રોકર્સ સાથે વાત કરો… આવા લોકો સાથે પણ વાત કરી શકો છો જેઓએ તે સોસાયટી કે વિસ્તારમાં તાજેતરમાં પ્રોપર્ટી ખરીદી છે…
ઘર ખરીદતા પહેલા પ્રૉપર્ટીના લોકેશન પર જાતે જઈ તપાસ કરો.. અડર-કન્સ્ટર્સક્શન પ્રૉપર્ટીના કિસ્સામાં પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન, RERA નોંધણી, ઓક્યુપન્સી સર્ટિફિકેટ તપાસો… બિલ્ડરના અગાઉના પ્રોજેક્ટ્સનો ટ્રેક રેકોર્ડ તપાસો.. ફ્લેટ મેળવવામાં કોઈ પ્રકારનો વિલંબ તો નથી થયો ને… કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે… પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન ક્વૉલિટી કેવી છે… આ માટે તમે તે પ્રોજેક્ટમાં રહેતા લોકો સાથે વાત કરી શકો છો.. .
રિસેલ પ્રોપર્ટીના કિસ્સામાં, ઘરના માલિક સાથે સીધી વાત કરો… આ સિવાય, પઝેશન લેટર, કમ્પ્લિશન સર્ટિફિકેટ, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, સેલ ડીડ એટલે કે રજિસ્ટ્રી, મ્યુટેશન ડીડ, ચેઇન ડીડ અને એન્કમ્બ્રેન્સ સર્ટિફિકેટ તપાસો… આ કામ માટે તમે સારા વકીલની મદદ લઈ શકો છો…
ઑનલાઈન પ્રોર્ટલથી મળેલા રિયલ એસ્ટેટ એજન્ટ વિશે મોટાભાગના ખરીદદારોને કોઈ જાણકારી નથી હોતી… આવી સ્થિતિમાં, એજન્ટના 4-5 જૂના ગ્રાહકોના નંબર લો… તેમની સાથે વાત કરો અને બ્રોકર સાથેનો તેમનો અનુભવ જાણો. .. તેના વિશે ઑનલાઈન સર્ચ કરો… તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસો… ઘણા ગ્રાહકો સોશિયલ મીડિયા પર બ્રોકર સાથે તેમના સારા અનુભવો શેર કરે છે… આનાથી તમને બ્રોકરને ઓળખવામાં મદદ મળી શકે છે…
જો સોહને ઘર ખરીદતા પહેલા થોડું હોમવર્ક કર્યું હોત તો આજે તેને ચિંતા કરવાનો વારો ના આવ્યો હોત… પ્રોપર્ટી પોર્ટલનું કામ માત્ર જાહેરાતો બતાવવાનું છે… આનો અર્થ એ છે કે દેખાડો કરવા ન જાવ અને તમારું રિસર્ચ કરો… પોર્ટલ કોઈ લોકેશન પર ઘર શોધવા, તેની કિંમત જાણવા અને બીજા પ્રોજેક્ટ સાથે કિંમતોની સરખામણી કરવા સુધી ઠીક છે. આગળનું કામ તમારે જાતે જ કરવાનું છે… પ્રૉપર્ટી રિસર્ચ ના કરવાથી તમારા પૈસા ફસાઈ કે ડૂબી શકે છે.. પોતાની મહેનતના પૈસા બચાવવા માટે ઓનલાઈન રિયલ એસ્ટેટ ડીલમાં ઓફલાઈન રિસર્ચ ખૂબ જ જરૂરી છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો