Retirementમાં ટેન્શન ફ્રી રહેવા સમજો રિટાયરમેન્ટનો 555 રુલ

નોકરી કરતી વ્યક્તિ હોય કે નાનો વેપારી હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ સમયે સારી એવી રકમ હોય, જેથી તેનું બાકીનું જીવન પરિવાર સાથે આરામથી પસાર થાય. 55-60 વર્ષની ઉંમર સુધી જે વ્યક્તિ પરિવારની પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે… રિટાયરમેન્ટ પછી, જો તેને નાની-નાની બાબતો માટે બીજાઓ સામે હાથ લંબાવવો પડે દુઃખ થાય છે... આવી પરિસ્થિતિથી બચવા માટે જરૂરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ.. રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે? રિટાયરમેન્ટ માટે 555 રુલ શું છે...આવો તેના વિશે જાણીએ

Retirementમાં ટેન્શન ફ્રી રહેવા સમજો રિટાયરમેન્ટનો 555 રુલ

Retirement 555 rule: Building wealth for a secure future

Retirement 555 rule: Building wealth for a secure future

MONEY9 GUJARATI: નોકરી કરતી વ્યક્તિ હોય કે નાનો વેપારી હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ (Retirement) સમયે સારી એવી રકમ હોય, જેથી તેનું બાકીનું જીવન પરિવાર સાથે આરામથી પસાર થાય. 55-60 વર્ષની ઉંમર સુધી જે વ્યક્તિ પરિવારની પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે… રિટાયરમેન્ટ પછી, જો તેને નાની-નાની બાબતો માટે બીજાઓ સામે હાથ લંબાવવો પડે દુઃખ થાય છે… આવી પરિસ્થિતિથી બચવા માટે જરૂરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement planning).. રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે? ?…આ પ્લાનિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? અને સૌથી અગત્યની વાત એ છે કે રિટાયરમેન્ટ માટે 555 રુલ (Retirement 555 Rul) શું છે…આવો તેના વિશે જાણીએ..

 

કેમ જરૂરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ?

સૌ પ્રથમ જાણીએ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે? વાસ્તવમાં, રિટાયરમેન્ટ પ્લાનિંગ એક એવું માધ્યમ છે જેની મદદથી તમે જ્યારે કમાણી કરો છો, ત્યારે તમારે તે વર્ષો માટે તૈયારી કરવી પડશે જ્યારે તમે કમાઈ શકશો નહીં, એટલે કે નિવૃત્તિ માટે… સરળ શબ્દોમાં કહીએ તો, યુવાનીમાં તમે તમારી વૃદ્ધાવસ્થા માટે રેગ્યુલર ઈન્વેસ્ટમેન્ટ કરો છો.તેને જ કહેવાય છે રિટાયરમેન્ટ પ્લાનિંગ…

રિટાયમેન્ટ પ્લાનિંગમાં રાખો ધ્યાન

રિટાયરમેન્ટ પ્લાન તૈયાર કરતી વખતે, આપણે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે…જેમ કે-

– તમે કઈ ઉંમરે રિટાયર થવા માંગો છો, 55 કે 60 વર્ષ?

– રિટાયરમેન્ટ પછી તમે કેવા પ્રકારની લાઈફસ્ટાઈ ઈચ્છો છો.. સિમ્પલ કે લગ્ઝરી લાઈફસ્ટાઈલ?

– રિટાયરમેન્ટ સમયે તમને કેટલા પૈસાની જરૂર પડશે અને કેટલા સમય માટે… વગેરે

 

સમજો રિટાયરમેન્ટ ટ્રિપલ 5 (555) રુલ

જો તમે રિટાયરમેન્ટ સમયે મોટું કોર્પસ મેળવવા માંગતા હો, તો તમારા માટે ટ્રિપલ 5 (555) રુલને સમજવો જરૂરી છે… 555 રુલ કહે છે કે જો તમે કોઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 25 વર્ષની ઉંમરે 5,000 રુપિયાનું રોકાણ શરુ કરો છો,,તો 55 વર્ષની ઉંમરે તમારી પાસે 1 કરોડ 76 લાખ રૂપિયાનું રિટાયરમેન્ટ કોર્પસ હશે… પરંતુ જો તમે 5 ટકા સ્ટેપ અપ એટલે કે દર વર્ષે તમારા રોકાણમાં 5 ટકાનો વધારો કરો છો, તો પછી 55 વર્ષની ઉંમરે તમારી પાસે 2 કરોડ 63 લાખ હશે… બંને કેસમાં અંદાજીત 12 ટકા રિટર્ન માનીને ચાલીએ છીએ…. જો કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લૉન્ગ ટર્મમાં 12 ટકા કરતા પણ વધુ રિટર્ન મળી શકે છે.

 

રિટાયરમેન્ટનો 555 રુલ નિયમિત રોકાણની આદત કેળવે છે… જે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે મહત્વપૂર્ણ છે… ઘણા લોકો મોડા રોકાણ કરવાનું શરૂ કરે છે… જેમ કે 30 કે 35 વર્ષની ઉંમરે… કેટલાક લોકો વહેલું રિટાયરમેન્ટ પસંદ કરે છે .. કેટલાકનું રિટાયરમેન્ટ કૉર્પસ મોટું હોઈ શકે છે.. આવી સ્થિતિમાં, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં થોડા ફેરફારની જરૂર હોય છે.. આ કરવા માટેના બે રસ્તા છે… પ્રથમ, મોટી રકમની માસિક SIP કરો અને જો મોટી રકમનું શરૂઆતમાં રોકાણ શક્ય ન હોય તો તમારી પાસે બીજો વિકલ્પ છે. સ્ટેપ અપ SIP એટલે કે શરૂઆતમાં નાની રકમથી રોકામ શરૂ કરો અને દર વર્ષે પોતાની SIP રકમને વધારતા રહો..

 

રિટાયરમેન્ટમ કોર્પસ માટે સ્ટેપ-અપ SIP છે સારો વિકલ્પ

ઉદાહરણ તરીકે, તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે 50 વર્ષની ઉંમરે રિટાયર થવા માંગો છો. અને તમને રિટાયરેમન્ટ પછીના જીવન માટે 5 કરોડના કોર્પસની જરૂર છે. ગોલ SIP કેલ્ક્યુલેટર મુજબ, 20 વર્ષમાં 5 કરોડ રુપિયા ભેગા કરવા માટે તમારી મંથલી SIP 50 હજાર રુપિયા હોવી જોઈએ…અહીં અંદાજિત રિટર્ન વાર્ષિક 12 ટકા છે. બીજી રીત છે…તમે 25 હજાર રુપિયાથી SIP શરૂ કરો… સ્ટેપ-અપ SIP સુવિધા દ્વારા દર વર્ષે SIP રકમમાં 10% વધારો કરવાનો ઑપ્શન પસંદ કરો… તો 20 વર્ષમાં તમે લગભગ 5 કરોડ રુપિયાનું રિટાયરમેન્ટ કોર્પસ બનાવી શકો છો…

 

રિટાયરમેન્ટ પ્લાનિંગ સમયે, લોકો ખૂબ જ કૉમન મિસ્ટેક કરે છે… તેઓ માત્ર રોજિંદા ખર્ચ માટે જ પૈસાની વ્યવસ્થા કરવાનું વિચારે છે… તેઓ તબીબી ખર્ચ પર ધ્યાન આપતા નથી… જ્યારે ઉંમર વધે છે… રોગો થવાનું જોખમ વધે છે…આખું રિટાયરમેન્ટ કૉર્પસ તબીબી ખર્ચમાં વપરાઈ જાય છે. માટે જ હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જરૂરી છે…નાની ઉંમરે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાથી, તમને ઓછા પ્રીમિયમ પર વધુ રકમનું કવર મળે છે.

 

અંગ્રેજીમાં એક Quote છે,જે કદાચ તમે સાંભળ્યો હશે…“If you are born poor, it is not your fault. However, it is entirely your fault if you die poor.” એટલે કે… જો તમે ગરીબ જન્મ્યા છો તો તેમાં તમારો વાંક નથી… પરંતુ જો તમે ગરીબ મૃત્યુ પામો છો તો તે સંપૂર્ણ રીતે તમારી જ ભૂલ છે… આવી ભૂલ ન કરો. આ માટે, શક્ય તેટલું જલદી રોકાણ કરવાનું શરૂ કરો…તમે જેટલી નાની ઉંમરે રિટાયરમેન્ટ માટે રોકાણ શરૂ કરશો, તેટલું સારું રહેશે… મૂડી નિર્માણ અથવા વેલ્થ ક્રિએશનમાં સમય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે…રોકાણનો સમયગાળો જેટલો લાંબો હશે,, પૈસામાં વધારો થવાની શક્યતા તેટલી જ વધુ હશે.

 

Published: April 15, 2024, 16:08 IST