નવી નોકરી લાગે, તો પગારનું શું કરશો?

To determine the amount of monthly salary savings, you should divide your salary into categories. These three categories are need, want and savings. This rule of personal finance is also known as 50:30:20 rule. This rule helps in managing monthly budget as well as regular investment

What should be savings, spendings and investment from your salary

રોબિનને પહેલી નોકરી (JOB) લાગી છે. બસ, પગાર (SALARY)ની રાહ જોવાઇ રહી છે, પગાર પછી તેના ઘણા પ્લાન્સ છે. જેમકે, નવો મોબાઇલ, નવા કપડા, વેકેશન પ્લાનિંગ વગેરે.. કોલેજ લાઇફથી નીકળીને કમાવવાનું શરૂ કરનારા મોટા ભાગના યંગસ્ટર્સના મગજમાં આ જ વસ્તુઓ ચાલતી હોય છે.

આમાં કશું ખોટું પણ નથી. જો કે મર્યાદામાં રહે તો. તમે તમારો શોખ પુરો કરવા શરૂઆતના 5-6 પગાર ખર્ચી શકો છો. પરંતુ તે પછી તમારે બચત અને રોકાણ કરવાની આદત કેળવવી જોઈએ. આ માટે પહેલા એ જાણવું જરૂરી છે કે તમારે તમારા પગારનો કેટલો ભાગ બચાવવો.

મોટાભાગના નવા કમાનારાઓ વિચારે છે કે, અત્યારે કોઈ જવાબદારી નથી તો પૈસા કેમ બચાવવા? પણ હકીકત તે છે કે પૈસાની બચત પાછળથી તમને સારું જીવન આપે છે.

માસિક પગારમાં બચતની રકમ નક્કી કરવા માટે, તમારે તમારા પગારને શ્રેણીઓમાં વહેંચવો જોઈએ.

આ ત્રણ કેટેગરી છે જરૂરિયાત, ઈચ્છા અને બચત. પર્સનલ ફાઈનાન્સના આ નિયમને 50:30:20 નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિયમ માસિક બજેટ તેમજ નિયમિત રોકાણના સંચાલનમાં મદદ કરે છે.

તમારે તમારા પગારનો 50 ટકા આવશ્યક ખર્ચાઓ માટે રાખવો જોઈએ… જેમ કે ઘરનું ભાડું, હોમ લોનના હપ્તા, વીજળી અને જાળવણી બિલ, કરિયાણા વગેરે… આ ખર્ચાઓ તમારા રોજિંદા જીવનને ચલાવવા માટે જરૂરી છે… તેમાં કાપ મુકવાનો અવકાશ બહુ ઓછો હોય છે.

મન્થલી ઇન્કમનો એક હિસ્સો એવા ખર્ચાઓમાં જાય છે જે જરૂરી નથી પરંતુ લાઇફસ્ટાઇ મેન્ટેઇન કરવા માટે કે એન્જોયમેન્ટ માટે કરવો પડે છે.

જેમકે, રેસ્ટોરન્ટમાં ડીનર, મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવું, ફરવા જવું, ઘડિયાળ કે મોબાઇલ જેવી વસ્તુઓ ખરીદવી, જીમ, યોગા ક્લાસ વગેરે. પગારનો 30 ટકા હિસ્સો આવા ખર્ચ માટે રાખીને તમે ફાઇનાન્સિયલ ડિસિપ્લિન જાળવીને સારું જીવન જીવી શકો છો.

તમારા પગારનો ઓછામાં ઓછા 20 ટકા હિસ્સો બચત અને રોકાણમાં વારપવો જોઇએ. શક્ય હોય તો બિનજરૂરી ખર્ચા ઓછા કરીને આ હિસ્સો 30 ટકા કરવા પ્રયાસ કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, રોબિનનો પગાર 30 હજાર છે. તો તેણે તેનો 50 ટકા હિસ્સો એટલે કે 15 હજાર રૂપિયા આવશ્યક ખર્ચ માટે, 30 ટકા એટલે કે 9 હજાર રૂપિયા બિનજરૂરી ખર્ચ માટે અને ઓછામાં ઓછા 20 ટકા એટલે કે 6 હજાર રૂપિયા બચાવવા જોઇએ.

રોબિને પોતાની બચતમાંથી ઇમરજન્સી ફન્ડ બનાવવું જોઇએ. જેનું કદ તેના 3થી 6 મહિનાના પગાર જેટલું હોવું જોઇએ. ઇમરજન્સી ફંડ તમને નોકરી છૂટી જવી, મેડિકલ કે આકસ્મિક ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે. ઇમરજન્સી ફંડને કારણે ખરાબ સમયમાં તમારે લોન લેવાની કે રોકાણ તોડવાની જરૂર નહીં પડે.

ઇમરજન્સી ફંડનું ટાર્ગેટ પૂરું થયા પછી તમે રોકાણ અને રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. તમે રોકાણ અને બચત માટે ચોક્કસ હિસ્સો પણ નક્કી કરી શકો છો. જેમકે 10 ટકા ઇમરજન્સી ફંડમાં અને 10 ટકા રોકાણમાં

રોકાણ કરતા પહેલાં તમારે કેટલાક સવાલ તમારી જાતને પૂછવા જોઇએ.

પહેલો- રોકાણનો ઉદ્દેશ શું છે? જેમકે, શિક્ષણ, કાર કે ઘર ખરીદવું, લગ્ન કે રિટાયરમેન્ટ પ્લાનિંગ
બીજો- રોકાણ કેટલા સમય માટે કરવું છે?
ત્રીજો- સમય પૂરો થયા પછી કેટલા પૈસા જોઇએ છે ?

આ સવાલોના જવાબો પરથી નક્કી થશે કે તમારે દર મહિને ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઇએ.

ઉદાહરણ તરીકે, લોન્ગ ટર્મ ગોલ એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરવું છે તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, જ્યારે શોર્ટ ટર્મ ગોલ એટલે કે 1થી 3 વર્ષ માટે રોકાણ કરવું છે તો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી શકો છો. રોકાણ શરૂ કરતા પહેલાં ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લો.

ઘણા લોકો બચત અને રોકાણને એક જ સમયે છે, પરંતુ એવું નથી.
હકીકતમાં બચત તેને કહેવાય છે જેમાં તમે થોડા થોડા પૈસા ભેગા કરીને એક મોટું ભંડોળ બનાવો છો, જેથી કરીને કોઇ ફાઇનાન્સિયલ ઇમરજન્સી કે મુશ્કેલીના સમયે પૈસાની જરૂર પડે તો કોઇ જોડે લંબાવવો ના પડે. બચતનો ઉદ્દેશ જ તે હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. કેશ અને સેવિંગ્સ એકાઉન્ટમાં પડેલા તમારા પૈસા બચત કહેવાય.
બીજી તરફ રોકાણમાં નાણાકીય ફાયદો થવાની આશા સાથે કોઇ એસેટમાં પૈસા લગાવવામાં આવે છે. રોકાણનો ઉદ્દેશ રિટર્ન કમાવવાનો હોય છે.
આવી રીતે મ્યુચ્યુઅલ ફંડ, શેર, પ્રોપર્ટી અને સોનામાં પૈસા લગાવવા તેને રોકાણ કરવામાં આવે છે. તેમાં રિટર્ન મળે છે. અને રિટર્ન કંપનીના પ્રદર્શન અને માર્કેટની સ્થિતિ પર આધારીત હોય છે.

Published: April 15, 2024, 15:12 IST