MONEY9: બે વર્ષ પહેલાં કોવિડના કારણે જ્યારે લોકડાઉન લગાવવું પડ્યું તો મલ્ટીપ્લેક્સનો તો જાણે કે ઓક્સિજન જ ખલાસ થઇ ગયો. લાંબા સમય સુધી થિયટરો બંધ રહ્યાં અને આ આખો બિઝનેસ જાણે કે આઇસીયુમાં જતો રહ્યો. હાં, એક વાત જરૂર થઇ કે મલ્ટી પ્લેક્સ બંધ થવાનો ફાયદો ઓટીટી પ્લેટફોર્મ્સને મળ્યો. ત્યારે લાગ્યું કે PVR અને INOX જેવા મલ્ટી પ્લેક્સ માટે હવે આ જંગમાં ટકવું સરળ નહીં હોય. પરંતુ આવું થયુ નહીં. જેવા લોક ડાઉનના પ્રતિબંધો હટ્યા અને મોલ્સ-મલ્ટી પ્લેક્સિસ ખુલ્યા, તેમનો ધંધો પાછો પાટા પર આવવા લાગ્યો.
PVRના શેરમાં વળતર શેરોની વાત કરવામાં આવે તો મલ્ટી પ્લેક્સ સેક્ટરની દિગ્ગજ કંપની PVRનો શેર જમીનથી ઉડીને આકાશને આંબવા લાગ્યો. ચાલુ વર્ષે PVRના શેરમાં 60 ટકા કે તેથી વધુની વૃદ્ધિ થઇ છે. તો વાત એમ છે કે શું ભવિષ્યમાં PVRના શેરમાં રિટર્નની ફિલ્મ હીટ થશે. શું ઇન્વેસ્ટર્સને આ શેરમાં કમાણીની તક મળશે. આ સવાલોના જવાબ શોધતા પહેલાં છેલ્લા કેટલાક સમયમાં પીઆઆરના શેરનું પ્રદર્શન જોઇ લઇએ..
એક મહિનામાં શેર 14 ટકા વધ્યો એક મહિનામાં આ શેર 14 ટકા વધ્યો છે. 29 જુલાઇએ તો પીવીઆરે ધમાલ મચાવી દીધી. આ દિવસે આ શેર 2153.85 રૂપિયાની લાઇફ ટાઇમ હાઇએ પહોંચી ગયો. પરંતુ એ વાત સમજાતી નથી કે PVRનો શેર કેમ બુલેટ ટ્રેનની ગતિથી દોડી રહ્યો છે? તો આનું દેખીતું કારણ તો એ છે કે બે વર્ષ બાદ કંપનીએ નફો નોંધાવ્યો છે. કોવિડના ખરાબ સમયમાં કંપનીના 9 ક્વાર્ટર નફા વગરના ગયા છે. હવે જ્યારે નફો થયો છે ત્યારે એ વાત તો નક્કી હતી કે શેર દોડવાનો જ છે. વાત ફક્ત આટલી નથી કે કંપનીને નફો થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં PVRનો દેખાવ શાનદાર રહ્યો. આ સમયમાં આવક પ્રી કોવિડ સ્તરથી 7 ટકા વધુ રહી. અને રેવન્યૂ રેકોર્ડ લેવલે જતા રહ્યાં છે.
PVRના પરિણામ પણ જોરદાર લોકો ફિલ્મો જોવા થિયેટરોમાં આવ્યા તો ક્વાર્ટરલી ધોરણે એબિટા એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ 3.42 ગણો વધી ગયો. નેટ બોક્સ ઓફિસ કલેક્શન પ્રી-કોવિડ સ્તરથી 16 ટકા વધારે રહ્યું. સારા કન્ટેન્ટના કારણે બોક્સ ઓફિસનું કલેક્શન વધ્યું છે. આ વર્ષે KGF ચેપ્ટર-2, RRR, ભૂલ ભુલૈયા-2, ડો.સ્ટ્રેન્જ-2, ધ કાશ્મિર ફાઇલ્સ અને વિક્રમ જેવી મોટી ફિલ્મો રીલીઝ થઇ. અને તેનો સીધો ફાયદો PVRને થયો છે.
PVRની કમાણી વધી લોકોની કમાણી વધી છે તો તેઓ સિનેમા હોલ્સમાં વધારે પૈસા ખર્ચ કરી રહ્યાં છે. જેનાથી એવરેજ ટિકિટ પ્રાઇસ અને પ્રતિ વ્યક્તિ ખર્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આંકડા દર્શાવે છે કે PVRની પ્રથમ ક્વાર્ટરમાં એવરેજ ટિકિટ પ્રાઇસ 250 રૂપિયા અને પ્રતિ વ્યક્તિ ખર્ચ વધીને 134 રૂપિયા પર પહોંચી ગયો છે. તો ભલે એક દર્શક તરીકે તમે દુઃખી હોવ પરંતુ એક શેર હોલ્ડર તરીકે તમે એ જાણીને ખુશ થઇ જશો કે છેલ્લા થોડાક દિવસોમાં પીવીઆરે ટિકિટની કિંમતોમાં 23 ટકા સુધીનો વધારો કરી દીધો છે.
PVRની વિસ્તરણ યોજના આ વાત એટલા માટે વધારે મહત્વની બની જાય છે કે છેલ્લા અઢી વર્ષમાં ટિકિટોની કિંમતોમાં કોઇ વધારો નહોતો થયો. હવે વાત કરીએ કંપનીના એક્સપેન્શન પ્લાનની…તો વાત એવી છે કે નાણાકીય વર્ષ 2023માં PVRની નવા 125 સ્ક્રીન જોડવાની યોજના ટ્રેક પર છે. 3 પ્રોપર્ટીઝમાં લગભગ 14 સ્ક્રીન ખોલવામાં આવ્યા છે અને 82 જગ્યાએ કામ ચાલી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપની કેપેસિટી વિસ્તરણ પર લગભગ 400થી 450 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે.
PVR-INOX સોદો હવે વાત કરીએ આખા મલ્ટીપ્લેક્સ સેગમેન્ટમાં ખળભળાટ મચાવનારા PVRની જાહેરાત પર. આ વર્ષે 27 માર્ચના રોજ પીવીઆરે આઇનોક્સની સાથે મર્જરની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2023ના અંત પહેલા આ મર્જર પૂર્ણ થઇ શકે છે. આ મર્જર બાદ PVR દેશની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ કંપની બની જશે. તેની પાસે 1500થી વધુ સ્ક્રીન અને 80 ટકાથી વધુ માર્કેટ શેર હશે. એટલે કે મલ્ટીપ્લેક્સમાં તે એક મોનોપોલિ જેવું હશે. બન્ને સ્ટોક્સ એક્સચેન્જિસ એટલે કે બીએસઇ અને એનએસઇથી આ ડીલને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે. અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ આ ડીલ પર મંજૂરીની મ્હોર લગાવી લીધી છે. હવે ફક્ત એનસીએલટીની મંજૂરી મળવાની બાકી છે.
લોકોમાં વધ્યું સિનેમાહોલનું આકર્ષણ કેટલાક સમય સુધી ઓટીટીનો દબદબો રહ્યા બાદ ફરી એકવાર ફિલ્મો પણ થિયેટરમાં રિલીઝ થવા લાગી છે. અને સૌથી સારી વાત એ છે કે લોકો પણ મુવી જોવા માટે મલ્ટી પ્લેક્સને મહત્વ આપી રહ્યાં છે. અને આ જ વસ્તુ PVRના શેર અને ધંધાને ચમકાવી રહી છે.
રોકાણકારે શું કરવું? PWCના જણાવ્યા અનુસાર 2022 થી 2026 દરમિયાન મલ્ટીપ્લેક્સ સેક્ટરનો વાર્ષિક ગ્રોથ 38.3 ટકા રહેવાની શક્યતા છે. આ ઉપરાંત GCL સિક્યુરિટીઝે PVR માટે 2600 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. કેજીએફ અને આરઆરઆર જેવી સાઉથની ફિલ્મો પણ હિટ ગઇ છે. અને હિન્દી બેલ્ટમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. એટલું જ નહીં આવતા છ મહિનામાં પણ બિગ બજેટ ફિલ્મો આવી રહી છે. તો PVRના બિઝનેસ પ્રોસ્પેક્ટ્સને જોતાં આના શેરમાં એકવાર તો દાવ જરૂર લગાવવો જોઇએ. પરંતુ રોકાણનો નિર્ણય કરતાં પહેલાં પોતાના ફાઇનાન્સિયલ એડવાઇઝર સાથે ચર્ચા જરૂર કરી લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો