No Seasons/Episodes Available

  • પેન્શન મળશે એ નક્કી

    જે કર્મચારીઓ EPFO ​​એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના સભ્ય છે... તેઓને પેન્શન સુવિધા એમ્પ્લોયી પેન્શન સ્કીમ એટલે કે EPS-95 હેઠળ મળે છે. કર્મચારીને ક્યારે અને કેટલું પેન્શન મળે? જો નોકરી કરતી વખતે તેનું મૃત્યુ થાય તો કોને, ક્યારે અને કેટલું પેન્શન મળે? આવો સમજીએ...

  • એકસાથે નહીં...આ રીતે કરો રોકાણ

    STP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક અસરકારક રીત છે...આ પ્રક્રિયામાં, એક ફંડમાંથી બીજા ફંડમાં નિયમિત અંતરે રોકાણ કરવામાં આવે છે...જોખમની દ્રષ્ટિએ ડેટ ફંડ્સને ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત ગણવામાં આવે છે.

  • સૌથી પહેલો અને સૌથી જરૂરી વીમો

    ટર્મ ઈન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે… જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસીધારકને ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે… જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો કવરની રકમ નોમિનીને એકસાથે આપવામાં આવે છે. આનાથી પરિવારને નાણાકીય સુરક્ષા મળે છે.

  • તો ઘટી જશે ક્રેડિટ સ્કોર

    શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરેખર અસર થાય છે? અને જો થાય છે તો આપણે તેને કેવી રીતે ટાળી શકીએ? આવો આ પ્રશ્નનો જવાબ આ વીડિયોમાં શોધીએ

  • કેટલી કમાણી પર કોઇ ટેક્સ નહીં?

    કરદાતાઓ નવી કર વ્યવસ્થા હેઠળ નીચા કર દરોનો લાભ લઈ શકે છે...જેનાથી તેમની કર જવાબદારી ઘટશે અને હાથમાં ખર્ચ કરી શકાય તેવા નાણાં વધુ હશે...સરકાર નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા પર ભાર મૂકી રહી છે. પરંતુ જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, એનપીએસમાં રોકાણ અથવા એચઆરએનો લાભ લો છો તો જુની કર વ્યવસ્થા ફાયદો કરાવી શકે. બન્નેમાંથી કઇ ટેક્સ સિસ્ટમ સારી તેના માટે જુઓ આ વીડિયો..

  • પસંદ કરી ખોટી કર વ્યવસ્થા, કપાશે સેલેરી!

    એપ્રિલ મહિનો સેલેરીડ ક્લાસ માટે નાણાકીય વર્ષ 2024-25ના ટેક્સ પ્લાનિંગના સંદર્ભમાં મહત્વપૂર્ણ ગણાય છે, આ જ મહિનામાં તમારે એમ્પ્લોયર એટલે કે કંપનીને તમારી પસંદગીની ટેક્સ રિજીમ વિશે જણાવવું પડે છે. જેના આધારે આખા વર્ષ દરમિયાન સેલેરીમાંથી TDS કાપવામાં આવશે ...આવો જાણીએ કે કરવેરાની વ્યવસ્થા પસંદ કરવી કેમ જરૂરી છે.

  • રોકાણનું એક મોડલ આ પણ છે

    મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં એક વ્યૂહરચના બનાવી શકાય છે જેમાં જોખમને ઘટાડી રિટર્નને સ્થિર રાખવામાં મદદ મળે છે. આવી જ એક સ્ટ્રેટેજી છે કોર અને સેટેલાઇટ... જે રિસ્ક અને રિટર્નને બેલેન્સ કરે છે. આવો સમજીએ આ સ્ટ્રેટેજીને..

  • રિસ્ક ઓછું, રિટર્ન શાનદાર!

    Long Duration Fundએ લોંગ ડ્યૂરેશન બોન્ડ ફંડ પણ કહેવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર Long Duration Fund ના પૈસા સાત વર્ષથી વધુના પોર્ટફોલિયોની મુદ્દતવાળા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ વિશે જાણીએ આ વીડિયોમાં..

  • દવાની અસર ચાલુ રહેશે?

    FY24 એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માં ફાર્મા સેક્ટરમાં લગભગ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી જે આ સેક્ટરના મોટા ભાગના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા 8 થી 12 ટકાના ગાઇડન્સના લોઅર એન્ડ પર હતી... પરંતુ FY25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ ફાર્મા સેક્ટર ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટર માટે રિસ્ક શું છે? જાણીએ આ વીડિયોમાં.

  • આ રીતે કરો ગોલ્ડમાં રોકાણ

    વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ઇન્વેસ્ટર રોકાણના સેફ ઓપ્શનમાં પૈસા લગાવે છે. આ જ કારણ છે કે ગોલ્ડની ડિમાંડ યથાવત છે અને ભાવ વધી રહ્યા છે