80C ઉપરાંત અહીં પણ મેળવી શકો છો ટેક્સ ડિડક્શન

મોટાભાગના લોકો, ખાસ કરીને નોકરીયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રુપિયાની ડિડક્શન લિમિટ EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઈન્સ્યોરન્સમાં જ પૂરી થઇ જાય છે... આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા ક્યાં જવું, શું કરવું?? ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. કારણ કે 80C સિવાય, બીજા પણ વિકલ્પો છે જેના મારફતે તમે ટેક્સ બચાવી શકો છો. ચાલો આપણે તેના વિશે જાણીએ.

80C ઉપરાંત અહીં પણ મેળવી શકો છો ટેક્સ ડિડક્શન

Best Tax Saving Options Other Than 80C

Best Tax Saving Options Other Than 80C

MONEY9 GUJARATI: મોટાભાગના લોકો, ખાસ કરીને નોકરીયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રુપિયાની ડિડક્શન લિમિટ (Deduction Limit) EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઈન્સ્યોરન્સમાં જ પૂરી થઇ જાય છે… આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા (Save tax) ક્યાં જવું, શું કરવું?? ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. કારણ કે 80C સિવાય, બીજા પણ વિકલ્પો છે જેના મારફતે તમે ટેક્સ (Tax) બચાવી શકો છો. ચાલો આપણે તેના વિશે જાણીએ.

 

નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS

80C સિવાય, ટેક્સ બચાવવા માટેનો પહેલો ઑપ્શન છે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS સ્કીમ… જો તમારી 80Cની 1.5 લાખ રુપિયાની લિમિટ પૂરી થઇ ગઇ હોય તો 80CCD 1(B) તમને રાહત આપશે… NPSના ટિયર-1 ખાતામાં રોકાણ પર કલમ 80CCD 1(B) હેઠળ 50,000 રુપિયાનું વધારાનું ડિડક્શન મળે છે.. આ ડિડક્શન કલમ 80C માં 1.5 લાખ રુપિયાની લિમિટ ઉપરાંતનું છે.

 

હેલ્થ ઈન્સ્યોરન્સ

દિવસેને દિવસે વધતા જતા તબીબી ખર્ચાઓને આવરી લેવા માટે હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે… હેલ્થ ઈન્સ્યોરન્સનો એક એડિશનલ બેનિફિટ છે ટેક્સ સેવિંગ.. સેક્શન 80D હેઠળ તમે પોતાના, પત્ની અને બાળકના હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર 25,000 રુપિયા સુધીનું ડિડક્શન મેળવી શકો છે. સીનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ લિમિટ 50,000 રુપિયા સુધી છે. જો તમે તમારા અને તમારા સીનિયર સિટીઝન માતાપિતા માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લો છો, તો તમે 75,000 રુપિયા સુધીનું ડિડક્શનને ક્લેમ કરવા માટે હકદાર છો.

 

હોમ લોન લઈ બચાવી શકાય ટેક્સ

ઈનકમ ટેક્સ એક્ટની કલમ 24 હેઠળ, હોમ લોન લઈને મકાન ખરીદવા અથવા બાંધવા પર ટેક્સ છૂટ મળે છે. સેલ્ફ-ઑક્યુપાઈડ પ્રૉપર્ટી માટે હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે. જો લોન લઈને ખરીદેલું ઘર લેટ-આઉટ છે એટલે કે તે ભાડે આપેલું છે, તો પછી તમે વ્યાજની સંપૂર્ણ રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકો છો… હોમ લોનનું પ્રિન્સિપલ રિપેમેન્ટ એટલે કે મુદ્દલની ચુકવણી પર કલમ 80C હેઠળ ડિડક્શન મળે છે.

 

એજ્યુકેશન લોન પણ બચાવશે ટેક્સ

હાયર એજ્યુકેશન મેળવી કરિયર બનાવવું અને તેના માટે લોન લેવી એ આજકાલ સામાન્ય બાબત છે…જે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ માટે એજ્યુકેશન લોન લીધી છે તેઓ કલમ 80E હેઠળ લોનના વ્યાજ પર છૂટ મેળવી શકે છે…તેનો લાભ બાળક અથવા તેના માતાપિતા જે લોનની ચુકવણી કરી રહ્યા છે તે લઈ શકે છે… તમે જે વર્ષથી એજ્યુકેશન લોનનું વ્યાજ ભરવાનું શરૂ કરો છો તે વર્ષથી ડિડક્શન ક્લેમ કરી શકો છો…તમે જેટલા વર્ષ સુધી લોન ભરશો તેટલા વર્ષ ક્લેમ કરી શકશો.જો કે મહત્તમ 7 વર્ષ માટે જ ડિડક્શનનો ફાયદો મેળવી શકાય છે…ઉદાહરણ તરીકે, જો તમે એજ્યુકેશન લોન 10 વર્ષ સુધી ચૂકવો છો, તો ડિડક્શનનો લાભ ફક્ત 7 વર્ષ માટે જ મળશે… હા વ્યાજની ચુકવણી પર ડિડક્શન ક્લેમ કરવાની કોઈ લિમિટ નથી.

 

ચોક્કસ શરતો સાથે દાન કરી બચાવો ટેકસ

દાન-પુણ્ય કર્મ સુધારવાની સાથે સાથે ટેક્સની પણ બચત કરે છે.. જો તમે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાય યોજના, પસંદગીના રિલીફ ફંડ્સ અથવા તો ચેરિટેબલ ઈન્સ્ટીટ્યૂશન્સમાં દાન કરો છો… તો તમે કલમ 80G હેઠળ ડિડક્શન ક્લેમ કરી શકો છો. તમે જે સંસ્થાને દાન કરી રહ્યા છો તેના આધારે ડોનેશનની રકમ પર 50 અથવા 100 ટકા ડિડક્શન ક્લેમ કરી શકો છો. રોકડમાં 2000 રૂપિયાથી વધુના દાન પર ટેક્સ ડિડક્શનનો લાભ મેળવી શકશે નહીં. કોઈ વસ્તુના રુપમાં કરેલું દાન ટેક્સ છૂટ માટે માન્ય નથી.. ટેક્સ છૂટનો ફાયદો મેળવવા માટે ટેક્સપેયર્સે કેટલીક શરતોનું પાલન કરવું પડે છે.. આવો આ શરતો વિશે જાણીએ…

 

ડિસેબલ વ્યક્તિની સારવારના ખર્ચ પર ટેક્સ સેવિંગ

જો તમે તમારા પર નિર્ભર વિકલાંગ વ્યક્તિની સારવાર પર ખર્ચ કરો છો, તો તમે કલમ 80DD હેઠળ રાહત મેળવી શકો છો… જો આશ્રિત વ્યક્તિ 40 ટકા કે તેથી વધુ વિકલાંગ હોય, તો 75,000 રૂપિયા સુધીના તબીબી ખર્ચ પર ડિડક્શન, જ્યારે 80 ટકા અને તેનાથી વધુ ડિસેબિલિટી પર 1 લાખ 25 હજાર રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે. તેમાં ઑટીઝમ, સેરેબ્રલ પાલ્સી, અંધત્વ, ઓછી દ્રષ્ટિ અને સાંભળવાની તકલીફ જેવી ડિસેબિલિટી કવર થાય છે.. આ દાવા માટે મેડિકલ ઑથોરિટીનું ડિસેબિલિટી સર્ટીફિકેટ આવશ્યક છે.

 

જો તમે પોતે અથવા તમારા પર ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બર કેન્સર, ડિમેન્શિયા, પાર્કિન્સન, મોટર ન્યુરોન જેવા ગંભીર રોગોથી પીડાય છે તેની સારવાર પર કલમ 80DDB હેઠળ ટેક્સ છૂટ મેળવી શકાય છે… 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ માટે 40,000 રુપિયા અથવા સારવાર પર ખર્ચવામાં આવેલી વાસ્તવિક રકમ,, બંનેમાંથી જે ઓછી હોય તેના પર ડિડક્શન મળશે. સીનિયર સિટીઝન માટે આ લિમિટ 1 લાખ રુપિયા છે.

 

HRA પર મળે છે ટેક્સ છૂટ

રેન્ટ પર રહેતા સેલેરિડ કર્મચારી હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA પર ટેક્સ મુક્તિનો દાવો કરી શકે છે. આ માટે, કંપની પાસેથી HRA પ્રાપ્ત થયું હોય અને તેઓ જે મકાનમાં રહે છે તે ભાડા પર હોય તે જરૂરી છે.

HRA નો દાવો કરવા માટે કેટલીક શરતો છે…

પ્રથમ- HRA તરીકે પ્રાપ્ત થયેલ વાસ્તવિક રકમ,

બીજું- મેટ્રો સિટીમાં બેઝિક સેલરી + DAના 50 ટકા અને નોન-મેટ્રો સિટીમાં બેઝિક સેલરી + DAના 40 ટકા.

ત્રીજું- વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી + DAના 10 ટકા બાદ કર્યા પછી બાકી રહેલ રકમ.

ત્રણમાંથી જે રકમ ઓછી હશે તે ડિડક્શનની રકમ હશે…

નોકરીયાત લોકો કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એટલે કે નાની પેઢીઓ અથવા તેમના પોતાના કામને કારણે હાઉસ રેન્ટ એલાઉન્સ મળતું નથી… તેઓ ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80GG હેઠળ ચૂકવવામાં આવેલા ભાડા પર નાણાકીય વર્ષમાં મહત્તમ 60 હજાર રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકે છે…

 

જો તમારી પણ 80Cની લિમિટ પૂરી થઈ ગઈ હોય, તો તમે તમારી ટેક્સ જવાબદારી ઘટાડવા અને નાણાં બચાવવા માટે આ આ વિકલ્પોનો ઉપયોગ કરીને ડિડક્શનનો લાભ લઈ શકો છો. માત્ર ઓલ્ડ ટેક્સ રેજિમ પસંદ કરનારા ટેક્સપેયર્સ જ આ કપાતનો ફાયદો લઈ શકે છે. નવા ફાઈનાન્શિયલ યર એટલે કે 2024-25ની શરૂઆત થઇ ગઈ છે તો  તેના માટે અત્યારથી જ સેક્શન 80D, 80G માટે પ્લાનિંગનો શરૂ કરી દો.

Published: April 9, 2024, 12:24 IST