MONEY9 GUJARATI: ઓનલાઈન ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ પોલિસી બજારના સર્વે મુજબ ઈન્કમ ટેક્સ (Income tax) ભરનારા 63 ટકા લોકો ઓલ્ડ ટેક્સ રેજિમ (Old Tax Regime) ચાલુ રાખવા ઈચ્છે છે… જ્યારે 37 ટકા કરદાતાઓ (taxpayer) ન્યૂ ટેક્સ રેજિમને (New Tax Regime) પસંદ કરે છે… દેશભરના 350 શહેરોમાંથી 1,263 લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો… સર્વે મુજબ, 71 ટકા લોકો ઝીણવટપૂર્વકની ગણતરીના આધારે ટેક્સ રેજિમ પસંદ કરે છે. ..જ્યારે 74 ટકા મહિલાઓ બંને ટેક્સ રેજિમ હેઠળ તેમની કર જવાબદારીની (Tax liability) ગણતરી કરે છે, જ્યારે પુરુષોમાં આ આંકડો 71 ટકા છે.
આ સર્વેને જોતા, કોઈપણના મનમાં પ્રશ્નો ઉભા થવાના છે… સરકારે નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ન્યૂ ટેક્સ રેજિમને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધાં છે… બેઝિક એક્ગ્ઝમ્પ્શન લિમિટને 2.5 લાખ રૂપિયાથી વધારી 3 લાખ કરી દીધી છે.. ટેક્સ સ્લેબની સંખ્યા 6થી ઘટાડીને 5 કરવામાં આવી છે… રિબેટ પછી, 7 લાખ રૂપિયા સુધીની ઈનકમ પર ટેક્સ છૂટ આપવામાં આવી… નોકરિયાત લોકો માટે 50,000 રૂપિયા સુધિનું સ્ટેન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું છે. વધુ કમાણી કરનારાઓ માટે સરચાર્જ ઘટાડવામાં આવ્યો છે…છતાં પણ ટેક્સપેયર્સનો ઓલ્ડ ટેક્સ રેજિમથી મોહ ભંગ નથી થયો…..આનું કારણ શું છે…? શા માટે લોકો ઓલ્ડમાંથી ન્યૂ ટેક્સ રેજિમમાં જવા નથી માંગતા…? જ્યારે ન્યૂ રેજિમમાં ટેક્સ રેટ ઓછા છે… કોના માટે કઈ ટેક્સ રેજિમ યોગ્ય છે? ચાલો જાણીએ.
દેશમાં ઈન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે… નાણાકીય વર્ષ 2022-23માં 7 કરોડ 40 લાખથી વધુ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું છે… નાણા મંત્રાલયે ડિસેમ્બરમાં સંસદમાં જણાવ્યું હતું કે આમાંથી લગભગ બે તૃતીયાંશ એટલે કે 5.16 કરોડ લોકો એવા હતા જેમની કર જવાબદારી શૂન્ય હતી…એટલે કે એકંદરે માત્ર 2 કરોડ 24 લાખ લોકોએ જ ટેક્સ ભર્યો હતો…
સરકારે નાણાકીય વર્ષ 2020-21માં ન્યૂ ટેક્સ રેજિમ દાખલ કરી હતી…જેમાં ટેક્સના દર ઓછા રાખવામાં આવ્યા… આ નાણાકીય વર્ષના બજેટમાં પણ ન્યૂ ટેક્સ રેજિમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા… ન્યૂ રેજિમ હવે ડિફૉલ્ટ ઑપ્શન બની ગયો છે. તેનો અર્થ એ છે કે ઓલ્ડ ટેક્સ રેજિમના લાભો મેળવવા માટે, તમારે તેનો ઑપ્શન પસંદ કરવો પડશે. જો કે, તમામ પ્રયાસો છતાં, તે ટેક્સપેયર્સમાં કોઈ ખાસ જગ્યા બનાવી શક્યું નથી. મોટાભાગના ટેક્સપેયર્સની પસંદ ઓલ્ડ ટેક્સ રેજિમ જ છે…
હવે વાત કરીએ કે લોકો શા માટે ઓલ્ડ ટેક્સ રેજિમ પસંદ કરે છે… એલ્ડ ટેક્સ રેજિમમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), LTA, 80C, 80D, હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ અને NPS સહિત લગભગ 70ની આસપાસ એક્ગ્ઝમ્પશન અને ડિડક્શન મળે છે… જે ટેક્સેબલ ઈનકમ અને ટેક્સ જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે…આ ઉપરાંત ઓલ્ડ ટેક્સ રેજિમને બચતની આદત કેળવવા EPF- PPF અને NPS જેવા લાંબા ગાળાના રોકાણોમાંથી ટેક્સ-ફ્રી રિટર્ન મેળવવા અને રિટાયરમેન્ટ માટે કોર્પસ ભેગુ થવાના કારણે લોકો પસંદ કરે છે..
ચાલો આપણે ઓલ્ડ ટેક્સ રેજિમમાં સમાવિષ્ટ કેટલાક કૉમન એક્ગ્ઝમ્પશન અને ડિડક્શનની વાત કરીએ… જેનો ઉપયોગ મોટાભાગના ટેક્સપેયર્સ કરે છે… પ્રથમ, સેક્શન 80C માં, એમ્પ્લૉય પ્રોવિડન્ડ ફંડ (EPF), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), લાઈફ ઈન્સ્યોરન્સ જેવી વિવિધ યોજનાઓમાં રોકાણ કરીને 1.5 લાખ રુપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે… આ સિવાય NPSમાં રોકાણ પર 50 હજાર રુપિયાની વધારાની કપાત મળે છે. આ રીતે 2 લાખ રુપિયા સુધીના રોકાણ પર ટેક્સ બચાવી શકાય છે.
સેક્શન 80Dમાં હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ માટે ડિડક્શન છે… પોતે, પત્ની અને બાળકોના પોલિસી પ્રીમિયમ પર 25,000 રુપિયાનું ડિડક્શન મળે છે.. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50,000 રુપિયા છે… જો તમે પોતે અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક છે, તો તમે 1 લાખ રૂપિયા સુધીના ડિડક્શનનો લાભ લઈ શકો છો.
ત્રીજી મહત્વની બાબત એ છે કે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA હેઠળ ઘરના ભાડા પર છૂટ લઈ શકાય છે…
– HRA તરીકે મળેલી વાસ્તવિક રકમ,
– મેટ્રો સિટીમાં બેઝિક સેલરીના 50 ટકા અને નૉન-મેટ્રો સિટીમાં 40 ટકા.
– મકાનના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક સેલેરીના 10% બાદ કર્યા પછી બાકી રહેલ રકમ.
ત્રણમાંથી જે ઓછું હોય, તેના પર ડિડક્શન લઈ શકાય છે…
આ સિવાય સેક્શન 24 હેઠળ હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.
ઓલ્ડ ટેક્સ રેજિમ ટેક્સ બચાવવાની સાથે સાથે સિક્યોર્ડ લાઈફ, હેલ્થ, રિટાયરમેન્ટ પ્લાનિંગ અને લાંબા ગાળામાં મોટું કોર્પસ ભેગુ કરવા માટે બચતને પ્રોત્સાહિત કરે છે… જ્યારે ન્યૂ ટેક્સ રેજિમ કહે છે કે તમે કમાણી કરો અને તેના પર ઓછો ટેક્સ ચૂકવો. ફ્યૂચર સેવિંગ તમારા હાથમાં છે. મહેસૂલ વિભાગનો પ્રારંભિક અંદાજ એ છે કે વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં, લગભગ 5.5 કરોડ લોકો ન્યૂ ટેક્સ રેજિમ પસંદ કરી શકે છે…આમાંના મોટાભાગના ટેક્સપેયર્સની ટેક્સબલ ઈનકમ 7 લાખ રૂપિયા સુધીની હશે.
તો તમે સમજી ગયા જ હશો કે હજુ પણ ઓલ્ડ ટેક્સ રેજિમ કેમ લોકોની પહેલી પસંદ છે. જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ રોકાણ કરવા નથી માંગતા, તો તમે ન્યૂ ટેક્સ રેજિમમાં જઈ શકો છો, જ્યાં ટેક્સ રેટ ઓછા છે.. પરંતુ તેમાં કોઈ એક્ગ્ઝમ્પશન અને ડિડક્શન નથી. જો તમારી પાસે હોમ લોન છે, HRAનો લાભ મેળવો છો. 80C અને NPSમાં રોકાણ કરો છો તો ઓલ્ડ ટેક્સ રેજિમ જ યોગ્ય રહેશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો