MONEY9: વિરાસત કે વારસામાં પ્રોપર્ટી મળવી એક સામાન્ય વાત છે. દાદા-દાદી, માતા-પિતા પાસેથી ઘણાં લોકોને પ્રોપર્ટી મળે છે. 35 વર્ષના અખિલેશ કુમાર અમદાવાદની એક IT કંપનીમાં નોકરી કરે છે. તેમને વર્ષ 2016માં પોતાના પિતા પાસેથી બે ઘર મળ્યા. તેમને સમજાતું નથી કે વારસામાં મળેલી પ્રોપર્ટી પર કયા પ્રકારનો ટેક્સ આપવો પડશે? આ ઉપરાંત, વારસામાં પ્રાપ્ત પ્રોપર્ટી પર ક્યારે બને છે ટેક્સની જવાબદારી? તેમની આ મુંઝવણને અમે કરીશું દૂર કરવાની કોશિશ…
સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ બાદ તેમના વારસદાર એટલે કે ઉત્તરાધિકારીને સંપત્તિ મળી જાય છે. વારસદારને વસિયત દ્વારા કે પછી પર્સનલ લો અનુસાર આ પ્રોપર્ટી મળે છે. પર્સનલ લોનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઇપણ જાતની વસિયત બનાવ્યા વગર વ્યક્તિનું મૃત્યુ થઇ જાય. ભારતમાં Inheritance (ઇનહેરિટન્સ) કે Estate Tax સમાપ્ત થઇ ચૂક્યો છે...આવા સંજોગોમાં માતા-પિતા કે પરિવાર દ્વારા વારસામાં મળેલી પ્રોપર્ટી પર ઇનકમ ટેક્સ નથી લાગતો. પછી તે પૈતૃક સંપત્તિ તરીકે મળેલી હોય કે પછી વારસામાં મળી હોય.
ટેક્સ એક્સપર્ટ અને CA સત્યેન્દ્ર જૈન જણાવે છે કે જ્યારે તમને પ્રોપર્ટી વસીયત કે સક્સેશનમાં મળે છે તો તેની પર કોઇ ટેક્સ નથી લાગતો. પરંતુ જ્યારે તે પ્રોપર્ટીને વેચશો ત્યારે કેપિટલ ગેઇનના નોર્મલ લૉના હિસાબે ટેક્સ લાગશે. અહીં ફાયદો એ છે કે પ્રોપર્ટી જેનાથી મળી છે તેની કોસ્ટને મકાનની કોસ્ટ માનવામાં આવશે અને જ્યારે તેણે ખરીદી હતી ત્યારથી તમને ઇડેક્સેશનનો ફાયદો મળે છે. જો વર્ષ 2001 પહેલાની પ્રોપર્ટી છે તો 2001માં પ્રોપર્ટીની કિંમત શું હતી તેનું વેલ્યૂએશન કરાવીને તેને પ્રોપર્ટીની કોસ્ટ માનવામાં આવશે...
ક્યારે લાગશે વારસામાં મળેલી પ્રોપર્ટી પર ટેક્સ?
જો પ્રોપર્ટીને વેચવામાં આવે છે તો તેનાથી થતી કમાણી પર કેપિટલ ગેઇન લાગે છે. પછી તે પ્રોપર્ટી તમને વારસામાં મળી હોય કે તમે જાતે ખરીદી હોય. અચલ સંપત્તિ એટલે કે પ્રોપર્ટીના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સની જવાબદારી એ વાત પર આધાર રાખે છે કે જેની પાસેથી તમને પ્રોપર્ટી મળી છે તેણે પ્રોપર્ટી ક્યારે ખરીદી અને કેટલામાં ખરીદી હતી. તેને જ મકાનની કોસ્ટ ગણાશે અને હોલ્ડિંગ પીરિયડ પણ ત્યારથી જ કાઉન્ટ થશે. 2 વર્ષથી વધુના હોલ્ડિંગ પીરિયડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. જો હોલ્ડિંગ પીરિયડ 2 વર્ષથી ઓછો હશે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.
ઉદાહરણ તરીકે, પ્રોપર્ટી ખરીદ્યાના 2 વર્ષની અંદર જ જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે અને પ્રોપર્ટી તેના વારસદારને ટ્રાન્સફર થઇ જાય છે તો તેવા સંજોગોમાં પ્રોપર્ટીનું વેચાણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હેઠળ આવશે. વેચાણની રકમ તેની એટલે કે વારસદારની આવકમાં ઉમેરાશે અને સ્લેબના હિસાબે ટેક્સ લાગશે. જો હોલ્ડિંગ પીરિયડ બે વર્ષથી વધુ છે તો ઇન્ડેક્સેશનનો ફાયદો મળ્યા બાદ 20 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો