MONEY9 GUJARATI: વિનય શેરબજારમાં ઉછાળાથી ખુશ છે… કેમ ખુશ ના હોય… તેના મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund) નો રિટર્ન (Return) ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે… વિનય મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડીને કાર ખરીદવા માંગે છે… વિનયની જેમ જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો એટલે કે રિડેમ્પશન (Redemption), તો એક વાત જાણી લો કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પર ટેક્સ (tax) લાગે છે… ચાલો જાણીએ કે વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાણી પર ક્યારે અને કેવી રીતે ટેક્સ લાગે છે. અને છેલ્લે આપણે ટેક્સ કેવી રીતે બચાવી શકીએ તે વિશે પણ વાત કરીશું…
મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે એક સારું સાધન માનવામાં આવે છે… તેમાં કરેલા રોકાણ પરનું રિટર્ન એટલે કે નફો કરના દાયરામાં આવે છે… આવકવેરા કાયદા હેઠળ, તેને આવક તરીકે ગણવામાં આવે છે, જેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે… ટેક્સની ગણતરી ફંડના પ્રકાર અને તેમાં તમારા હોલ્ડિંગ સમયગાળા પર આધારિત છે… મ્યુચ્યુઅલ ફંડની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ શ્રેણી ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સની છે…
આવકવેરા કાયદા હેઠળ, મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ કે જે પોતાના એસેટના 65 ટકા કે તેથી વધુ હિસ્સો ભારતમાં લિસ્ટેડ કંપનીઓના ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે તેને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ કહેવામાં આવે છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા નીકાળવાથી ઈક્વિટી એટલે કે શેરની જેમ ટેક્સ લાગે છે..
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12 મહિનાથી વધુ સમય માટેનું રોકાણ લૉન્ગ ટર્મ ગણવામાં આવે છે… આવી સ્થિતિમાં, 12 મહિનાથી વધુ રોકાણ કર્યા પછી નાણાં ઉપાડવા પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવશે… એક નાણાકીય વર્ષમાં રૂ. 1 લાખ સુધીના નફા પર કોઈ ટેક્સ નથી… આનાથી ઉપર જે પણ નફો થશે, તેના પર 10 ટકા ટેક્સ લાગશે…જો હોલ્ડિંગનો સમયગાળો 12 મહિનાથી ઓછો હોય, એટલે કે જો રોકાણ 12 મહિનાથી ઓછા સમયમાં પાછું ખેંચવામાં આવે, તો નફાને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે… તેના પર 15 ટકાના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવશે. .
ફાઇનાન્સ એક્ટ 2023 દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે… આ પછી, એક નવી કેટેગરી બનાવવામાં આવી છે… આ કેટેગરીમાં તે તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો સમાવેશ થાય છે જેનું ભારતીય કંપનીઓની ઇક્વિટીમાં રોકાણ 35 ટકાથી ઓછું છે. આમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, ગોલ્ડ/સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ, વિદેશી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કરતી ભારતીય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ સામેલ છે. આવી યોજનાઓ મુખ્યત્વે બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને અન્ય ફિક્સ ઈનકમ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે…
1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી તમે આ મ્યુચ્યુ્લ ફંડ સ્કીમ્સમાં રોકાણ કર્યું હોય, અથવા જો તમે વધુ રોકાણ કરો છો, તો પછી હોલ્ડિંગ પીરિયડ ગમે તે હોય, તેનાથી થતા નફાને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે… જે ઉમેરવામાં આવશે તમારી આવકમાં… તમારી ઈનકમ જે સ્લેબમાં આવશે તે રેટથી ટેક્સ વસૂલવામાં આવશે…
જો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમારું રોકાણ 31 માર્ચ, 2023ના રોજ અથવા તે પહેલાંનું છે, તો તમને ઇન્ડેક્સેશનનો લાભ મળતો રહેશે… આ કન્ડિશનમાં, ડેટ ફંડના યુનિટને 36 મહિનાથી વધુ સમય સુધી રાખ્યા પછી વેચો છો, તો તમને ઇન્ડેક્સેશન બેનિફિટ પછી નફા પર 20 ટકા લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે…. ઇન્ડેક્સેશન ટેક્સ જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે… જો 36 મહિના પહેલાં વેચવામાં આવે, તો શૉર્ટ ટર્મ કેપિટલ ગેઈન લાગુ થશે અને ટેક્સ સ્લેબ પ્રમાણે નફા પર ટેક્સ લાગશે…
આવી તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ, જેમનું ભારતીય કંપનીઓની ઇક્વિટીમાં રોકાણ 35 ટકાથી વધુ પરંતુ 65 ટકાથી ઓછું છે, તે ત્રીજી કેટેગરીમાં આવે છે… કેટલાક હાઇબ્રિડ ફંડ આમાં આવે છે… જો તમે આ સ્કીમ્સમાં 36 મહિનાથી વધુ રોકાણ કરો છો, તો તેને લૉન્ગ ટર્મ ગણવામાં આવશે અને ઇન્ડેક્સેશન બેનિફિટ પછી નફા પર 20% ટેક્સ લાગશે… જો શૉર્ટ ટર્મ કેપિટલ ગેઈન હશે, તો તેને રેગ્યુલર આવક તરીકે ગણવામાં આવશે અને સ્લેબ રેટ મુજબ ટેક્સ લાગશે..
આ તો થઈ મ્યુચ્યુઅલ ફંડ્સ પર ટેક્સની વાત… જો તમે વિનયની જેમ મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યાં છો, તો જાણી લો ટેક્સ બચાવવાનો મંત્ર… સેક્શન 54F હેઠળ ઘર ખરીદીને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ બચાવી શકાય છે. આ માટે તમારે માત્ર નફો જ નહીં પરંતુ ફંડના યુનિટ વેચવાથી મળેલી સંપૂર્ણ રકમનું રોકાણ કરવું પડશે… તમારે 2 વર્ષની અંદર ઘર ખરીદવું પડશે અથવા 3 વર્ષમાં ઘર બનાવવું પડશે. .. કલમ 54F હેઠળ, 10 કરોડ રૂપિયા સુધીના કેપિટલ ગેઈન પર જ ટેક્સ બચશે. તેનાથી ઉપરના નફા પર ટેક્સ ચૂકવવો પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો