MONEY9 GUJARATI: ફાઈનાન્શિયલ યર 2023-24માં ટેક્સ બચાવવા (Tax savings) માટે તમે જેટલી બચત કરી છે તેનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે. નોકરી કરતા લોકોને તેમના એમ્પ્લોયર (employer) તરફથી ઈનકમ ટેક્સ સેવિંગ્સ સંબંધિત પ્રૂફ (Income Tax Savings Proof) સબમિટ કરવાના મેઈલ મળવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે એક આવકવેરા કાયદા (Income Tax Act)ના દાયરામાં રહીને તમે ટેક્સ બચાવવા માટે જે પદ્ધતિઓ અપનાવો છો તેમાંથી એક છે હાઉસ રેન્ટ એલાઉન્સ (House Rent Allowance) એટલે કે HRA… HRA એ કર્મચારીના પગારનો એક ભાગ છે… કંપની ભાડા ખર્ચના બોજને ઘટાડવા માટે આ સુવિધા પૂરી પાડે છે. ચાલો જાણીએ કે HRA ક્લેમ (HRA claim) કરવા માટેની શરતો શું છે અને જે લોકો શાંતનુની જેમ તેમના માતા-પિતાને ભાડું ચૂકવે છે તેઓ કેવી રીતે ટેક્સ મુક્તિ (Tax Exemption) મેળવી શકે છે…
ભાડાના મકાનમાં રહેતા સેલેરિડ કર્મચારીઓ ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 10(13A) હેઠળ HRA પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. HRAનો દાવો કરવાની શરત એ છે કે તમને તમારી કંપની તરફથી HRA મળી રહ્યું હોય અને તમે જે ઘરમાં રહો છો તેનું ભાડું ભરતા હોવ… જો તમે ભાડાના મકાનમાં રહેતા નથી, એટલે કે, તમે ભાડું ચૂકવતા નથી, તો HRA તરીકે મળેલી રકમ સંપૂર્ણપણે ટેક્સેબલ હશે.
પ્રથમ- HRA તરીકે પ્રાપ્ત થયેલી વાસ્તવિક રકમ,
બીજું- મેટ્રો સિટીમાં બેઝિક સેલરી પ્લસ DAના 50 ટકા અને નોન-મેટ્રો સિટીમાં બેઝિક સેલરી પ્લસ DAના 40 ટકા.
ત્રીજું- ઘરના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી પ્લસ DAના 10 ટકા ઘટાડ્યા બાદ બાકી રહેલી રકમ.
ત્રણમાંથી જે રકમ ઓછી હશે તેના પર ડિડક્શન લઈ શકાય છે.
ચાલો એક ઉદાહરણથી સમજીએ કે શાંતનુને HRAથી કેટલો ફાયદો થશે… શાંતનુ દિલ્હીમાં રહે છે અને દર મહિને 15,000 રૂપિયા એટલે કે વાર્ષિક 1.80 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે… તેની બેઝિક સેલેરી 25 હજાર અને DA 2000 રુપિયા છે… કંપની તરફથી તેને 1 લાખ રુપિયા HRA મળે છે.
– પ્રથમ શરત- HRA તરીકે મળેલી રકમ એટલે કે એક લાખ રૂપિયા
– બીજું- બેઝિક સેલેરી + DAના 50% એટલે કે (25000+2000)*12 *50/100 = 1,62,600 રુપિયા
– ત્રીજું- રેન્ટ – સેલેરી + DAના 10% એટલે કે રૂ. 1,80,000 – 32,400 = રૂ. 1,47,600 રુપિયા
આમાંની સૌથી ઓછી રકમ રૂ. 1 લાખ છે…જેનો શાંતનુ દાવો કરી શકે છે…HRAને તેની સેલેરીમાંથી કાપવામાં આવશે…જે તેની ટેક્સેબલ ઈનકમ અને તેના પરનો ટેક્સ બંનેમાં ઘટાડો કરશે.
હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAનો દાવો કરવા માટે, કર્મચારીઓએ કેટલાક પુરાવા સબમિટ કરવા પડે છે…જેમાં ભાડાની રસીદ, ભાડા કરાર, મકાનમાલિકનું નામ અને સરનામું… જો ભાડું દર મહિને રૂ.5000 કરતાં વધુ હોય તો ભાડાની સ્લિપ પર રેવન્યૂ સ્ટેમ્પ ચોંટાડવો પડશે… સાથે સાથે જો વાર્ષિક ભાડું એક લાખ રૂપિયાથી વધુ હોય તો મકાનમાલિકનો પાન નંબર આપવો પડશે… જો દર મહિને 50 હજાર રૂપિયાથી વધુ ભાડું ચૂકવવામાં આવે તો, 5 ટકા TDS પણ કાપવો પડશે… આ ટેક્સ જમા કરાવવા માટે, ભાડૂઆતે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 26QC ભરવું પડશે.
ઘણા નોકરી કરતા લોકો તેમના માતાપિતાના ઘરમાં રહે છે અને તેમને ભાડું ચૂકવે છે… આવા લોકો પણ HRAનો દાવો કરી શકે છે… તેવી જ રીતે જેવી રીતે મકાનમાલિકને ભાડું ચૂકવવા પર ટેક્સ છૂટ મળે છે… માતા-પિતા કે સંબંધીઓ ત્યાં સુધી કે તમારી પત્નીને પણ ભાડું ચૂકવો છો તો તેના પર HRA એગ્ઝમ્પ્શન ક્લેમ કરવા પર કોઈ પ્રતિબંધ નથી..જો કે, તમારા માતાપિતા અથવા પત્ની સાથેના તમારા સંબંધો નૉન-કૉમર્શિયલ છે. આવી સ્થિતિમાં, ખૂબ કાળજી લેવાની જરૂર છે… ભાડા ચૂકવણીના લગતા તમામ વાસ્તવિક પુરાવા તમારી પાસે હોવા જોઈએ..
ઘણા લોકો નોકરી, બાળકના ભણતર કે વૃદ્ધ માતા-પિતાના કારણે પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે… આવા નોકરી કરતા લોકો પણ HRAનો દાવો કરી શકે છે… એટલું જ નહીં, જો તમે તમારું ઘર હોમ લોન લઈને ખરીદ્યું છે. અને નોકરી કે અન્ય કોઈ કારણસર બીજા શકેરમાં કે પછી તે જ શહેરમાં ભાડે ઘર રાખીને રહો છો. તો પછી તમે HRA અને હોમ લોનના ઈન્ટરેસ્ટ પર ડિડક્શન બંનેનો લાભ મેળવી શકો છો. જો કે, છૂટ ક્લેમ કરવાનું કારણ સાચું વાસ્તવિક હોવું જોઈએ… કારણ કે ટેક્સ સ્ક્રુટિની દરમિયાન જો કોઈ શંકા જશે તો, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તપાસ કે પૂછપરછ કરી શકે છે…ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 24 (b) હેઠળ, હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે.
શાંતનુની જેમ, જો તમે પણ જ્યાં રહો છો તે જગ્યાનું ભાડું ચૂકવી રહ્યાં છો, તો તમે HRA એગ્ઝમ્પશન ક્લેમ કરી શકો છો. જો તમે તમારા માતા-પિતા અથવા પત્નીને ભાડું ચૂકવી રહ્યાં છો, તો તમણે આ ભાડાની આવક તેમના ઈનકમ ટેક્સ રિટર્નમાં દર્શાવવી પડશે અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે… HRAનો દાવો કરવા માટે બનાવટી ભાડાની રસીદ, રેન્ટ એગ્રીમેન્ટ અથવા PAN નંબર આપવાની ભૂલ કરશો નહીં.. કારણ કે જો તમારો ક્લેમ ખોટો જણાશે તો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે અને ટેક્સની માંગ કરી શકે છે. તમને HRA પર એગ્ઝમ્પ્શનનો લાભ ફક્ત ઓલ્ડ ટેક્સ રેજિમમાં મળે છે…જો તમે ન્યૂ ટેક્સ રેજિમ પસંદ કરો છો, તો તમે HRAથી વંચિત રહી જશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો