MONEY9 GUJARATI: સોનું (Gold) સદાબહાર છે…તેથી દરેક તેને પોતાની પાસે રાખવા માંગે છે…પહેલાના લોકો ઘરેણાં, સિક્કા કે બિસ્કિટના રૂપમાં સોનું રાખતા હતા…આપણી પેઢી પાસે સોનામાં પરંપરાગત રોકાણ (investment) કરતાં વધુ વિકલ્પો છે. જેમ કે ગોલ્ડ ETF (Gold ETF), ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સ (Gold Savings Funds) અને સૉવરિન ગોલ્ડ બોન્ડ્સ (Sovereign Gold Bonds)… તહેવારો અને લગ્નો દરમિયાન પણ સોનાની લેવડદેવડ પ્રચલિત છે… ઘણા લોકો વારસામાં અથવા વસીયતમાં સોનું મેળવે છે…આવી પરિસ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે સોનાના અલગ-અલગ પ્રકાર પર કેવી રીતે ટેક્સ (Tax on gold) લાદવામાં આવે છે. સૌથી પહેલા વાત ફિઝિકલ ગોલ્ડ (Physical Gold) એટલે કે જ્વેલરી પરના ટેક્સની વાત કરીએ…
ફિઝિકલ ગોલ્ડ એટલે કે સોનાના દાગીના, સિક્કા અથવા બિસ્કિટ વેચીને થયેલો નફો એટલે કે કેપિટલ ગેઈન પર ટેક્સ ચૂકવવો પડે છે…આ નફો આવક તરીકે ગણવામાં આવે છે…ટેક્સ,, હોલ્ડિંગ પિરિયડ એટલે કે સોનું કેટલા સમય સુધી પોતાની પાસે રાખવામાં આવે છે, તે તેના પર નિર્ભર કરે છે… જો સોનું ખરીદવાના 36 મહિનાની અંદર વેચવામાં આવે છે, તો નફાને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે… તેમાંથી થતી આવક તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે… ટેક્સપેયર તરીકે તમે જે ટેક્સ સ્લેબમાં છો તેના આધારે તેના પર ટેક્સ લાગશે. જો તમે 36 મહિના સુધી સોનાને હોલ્ડ કર્યા પછી વેચો છો, તો આ વેચાણથી થયેલી આવક પર ઇન્ડેક્સેશન બેનિફિટ પછી 20 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.
1 એપ્રિલ, 2023થી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ગોલ્ડ ETF અને ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સ પર ટેક્સ નિયમો બદલાયા છે… 31 માર્ચ, 2023 સુધી ખરીદેલ ગોલ્ડ ઇટીએફ પર સોનાના દાગીનાની જેમ ટેક્સ લાગશે. 36 મહિના કે તેથી વધુ સમય રાખવામાં આવે તો તેને લૉન્ગ ટર્મ કેપિટલ એસેટ ગણવામાં આવશે…તેના વેચાણથી મેળવેલી આવક પર 20% ટેક્સ વસૂલવામાં આવશે…જ્યારે, જો હોલ્ડિંગ પીરિયડ 36 મહિનાથી ઓછો હોય, તો નફો શૉર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે…આ નફો એ વ્યક્તિની આવકમાં ઉમેરવામાં આવશે અને ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવાનો રહેશે.
1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી ખરીદેલ ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ સેવિંગ્સ ફંડના યૂનિટના વેચાણથી થતી આવકને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે… હોલ્ડિંગ પિરિયડ ભલે ગમે તે હોય..એટલે કે જો તમે તેને વેચો છો, તો તેમાંથી થયેલી કમાણી તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે… જેના પર તમારે તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે.
સૉવરીન ગોલ્ડ બૉન્ડ એટલે કે SGB એ લોકો માટે સારો વિકલ્પ છે જેઓ માત્ર સોનામાં રોકાણ કરવા માગે છે… રિઝર્વ બેંક એટલે કે RBI સરકાર વતી સૉવરીન ગોલ્ડ બૉન્ડ બહાર પાડે છે… આમાં, કેપિટલ એપ્રિસિએશનની સાથે ઈશ્યુ પ્રાઈસના 2.5% વાર્ષિક વ્યાજ મળે છે. …આ વ્યાજ સંપૂર્ણપણે ટેક્સેબલ છે… વ્યાજથી થયેલી કમાણી તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને તમારે ટેક્સ સ્લેબ મુજબ વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે.
સૉવરિન ગોલ્ડ બૉન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે. જો તમે સૉવરિન ગોલ્ડ બૉન્ડને તેની મેચ્યોરિટી એટલે કે 8 વર્ષ સુધી હોલ્ડ કરો છો તો રિડેમ્પશન સમયે આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.. સૉવરિન ગોલ્ડ બૉન્ડને સ્ટૉક માર્કેટમાં ખરીદી અને વેચી શકાય છે. સ્ટૉક માર્કેટમાં વેચવા પર કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે.
જો તમારો હેતુ સોનાને તિજોરીમાં રાખવાનો નથી પરંતુ રોકાણ કરીને સારું રિટર્ન મેળવવાનો છે, તો સૉવરીન ગોલ્ડ બૉન્ડ વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે…તેમાં કેપિટલ એપ્રિસિએશનની સાથે વ્યાજ પણ મળે છે…એસજીબીનો પ્રથમ હપ્તો તાજેતરમાં મેચ્યોર થયો છે. તેણે રોકાણકારોને લગભગ 11 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે…જો તમે SGBમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેની ચોથી સિરીઝ ફેબ્રુઆરીમાં આવી રહી છે…12 થી 16 ફેબ્રુઆરી 2024ના હપ્તામાં SGB ખરીદી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો