Money9: એસેસમેન્ટ યર 2022-23 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. હાલનું ફોર્મ 26ASની સાથે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ આવવાથી, ટેક્સ ઇન્ફોર્મેશન સમરી એટલે કે TIS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS સુધી પહોંચ સરળ બની છે. જેનાથી ITR ફાઇલિંગ પણ ઇઝી બન્યું છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષો કરતાં ચૈતન્ય આ વખતે ઘણું રિલેક્સ ફીલ કરી રહ્યો છે. પરંતુ એક ચીજ છે જે ચૈતન્યને ITR ફોર્મમાં પરેશાન કરે છે. અને તે છે દર વર્ષે ફોર્મ ભરવાની થતી થકાઉ પ્રક્રિયા…
નવા ફોર્મમાં આટલા ફેરફાર
ફોર્મમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેનો હેતુ જુદાજુદા આવક જૂથોને ટેક્સના માળખામાં આવરી લેવાનો છે. નવા ITR ફોર્મમાં અંદાજે 30 ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે આ બધા ફેરફાર તમારી ઉપર લાગુ નહીં થાય. પરંતુ કેટલાક એવા ફેરફાર પણ છે જે અંગે ITR ફાઇલ કરતાં પહેલા ચૈતન્ય અને તમારે જાણવું જરૂરી છે.
ITR-1
સૌથી પહેલા વાત કરીએ ITR-1 એટલે કે સહજની..આ ફોર્મને સેલેરી, પેન્શન, રેસિડેન્સિયલ પ્રોપર્ટી, લૉટરી સિવાય અન્ય સ્ત્રોતથી એક વર્ષમાં થતી 50 લાખ રૂપિયા સુધીની કુલ આવકવાળા વ્યક્તિઓ ભરે છે, તો લોટરીથી થતી આવક અને 5,000 રૂપિયાથી વધુની કૃષિ આવકવાળા વ્યક્તિ આ ફોર્મને નહીં ભરી શકે. હવે આ વર્ષથી, ITR 1માં પગારની આવકને પગાર, વિશેષ લાભ અને છૂટમાં અલગ-અલગ વહેંચીને બતાવવી પડશે. કરદાતાએ કેનેડા, યૂકે, યૂએસ અને નોર્ધન આયર્લેન્ડ જેવા દેશોમાં રિટાયરમેન્ટ બેનિફિટ એકાઉન્ટથી થતી આવકની પણ જાણકારી આ વર્ષે આઇટીઆર ફોર્મમાં ભરવી પડશે.
આમાં એક નવી કલમ 115-BAC જોડવામાં આવી છે, જે અનુસાર જો તમે નવી ટેક્સ વ્યવસ્થાને પસંદ કરી છે તો નવા આઇટીઆર ફોર્મમાં હાં નો વિકલ્પ પસંદ કરો. કલમ 115-BAC હેઠળ નવી ટેક્સ વ્યવસ્થાનો વિકલ્પ, કલમ 139 (1)નો વિકલ્પ આઇટીઆર ફાઇલ કરવાની નિયત તારીખ સુધી જ માન્ય હશે. જો ITR-1 ને નવા ઇનકમ ટેક્સ પોર્ટલ પર સંપૂર્ણ રીતે ઑનલાઇન ભરવામાં આવે છે. ત્યારે મોટાભાગની જાણકારી તેમાં પહેલેથી જ ભરેલી હોય છે. જો કે પહેલેથી ભરવામાં આવેલી જાણકારીને ક્રોસ ચેક જરૂર કરવી જોઇએ. અને જો તેમાં કોઇ ભૂલ નજરે પડે તો તેમાં સુધારો કરી લેવો જોઇએ.
વધારાની જાણકારી આપવી પડશે
ટેક્સ ચૂકવનારાએ આ વખતે વધારાની જાણકારી પણ પૂરી પાડવી પડશે. આ વખતે 9 વાર ફેરફાર થયા છે, જે ITR ફાઇલ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવા પડશે. Nature of Employment ડ્રૉપ-ડાઉન મેનૂમાં પેન્શનધારકોને કેટલાક વિકલ્પોમાંથી એકની પસંદગી કરવી પડશે. જો કેન્દ્ર સરકારના પેન્શનર છો તો Pensioners – CG પસંદ કરો, રાજ્ય સરકારનું પેન્શન છે તો Pensioners – SC સિલેક્ટ કરો, જો પબ્લિક સેક્ટર કંપનીમાંથી પેન્શન મળી રહ્યું છે તો Pensioners – PSU પસંદ કરો અને બાકી પેન્શનધારકો Pensioners – Others પસંદ કરે, જેમાં ઇપીએફ પેન્શન પણ સામેલ છે.
EPFમાં કોઇ એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુના યોગદાન પર કમાયેલા વ્યાજ પર તમારે ટેક્સ ભરવો પડશે. આ વ્યાજ અંગે તમારે ITR ફોર્મમાં જણાવવું પડશે. આમ નહીં કરો તો તમને IT વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે. આ વખતે ITR ફાઇલ કરતી વખતે તમે કોઇ જમીન કે મકાન ખરીદ્યું છે તો તેની જાણકારી આપવી પણ જરૂરી છે. જો બિલ્ડિંગના રિનોવેશન અને સુધારણા પર ખર્ચ કર્યો છે તો તેની જાણકારી દર વર્ષે આપવી પડશે. કેપિટલ ગેઇનના રિપોર્ટિંગ દરમિયાન અત્યાર સુધી ફક્ત ઇન્ડેક્સ કૉસ્ટ જ બતાવવી પડતી હતી. પરંતુ આ વર્ષથી તમારે ઇન્ડેક્સ કોસ્ટની સાથે-સાથે ઓરિજિનલ કોસ્ટ પણ બતાવવી પડશે.
રેસિડેન્શિયલ સ્ટેટસ બતાવવું જરૂરી
ITR ફાઇલ કરતી વખતે તમારે તમારુ રેસિડેન્શિયલ સ્ટેટસ બતાવવું જરૂરી છે. આ વર્ષે જો તમે ITR-2 કે ફોર્મ-3 ભરી રહ્યાં છો તો તમારે રેસિડેન્શિયલ સ્ટેટ્સને સપોર્ટ કરવા માટે જરૂરી વિકલ્પ પસંદ કરવો પડશે. તેમાં તમને ઘણાં વિકલ્પો મળશે, જેમાં તમારે બતાવવું પડશે કે તમે ક્યારથી ભારતમાં રહો છો. તમારે ફક્ત વિદેશમાં હોવાની જાણકારી જ નહીં આપવી પડે, પરંતુ જો દેશની બહાર કોઇ સંપત્તિ વેચી છે તો તે અંગે પણ બતાવવું પડશે. જો તમારી પાસે વિદેશમાં સંપત્તિ છે કે વિદેશથી કોઇ એસેટ્સ પર ડિવિડન્ડ કે વ્યાજથી કમાણી થઇ છે તો તેના માટે ITR ફોર્મ-2 અને ફોર્મ-3માં તેની જાણકારી આપવી જરૂરી છે.
ITR ફોર્મ 1 થી ITR ફોર્મ 7માંથી ITR ફાઇલ કરવા માટે યોગ્ય ફોર્મની પસંદગી જુદાજુદા પરિબળો પર આધાર રાખે છે. જેવી કે કરદાતાની આવકનો સ્ત્રોત, સંબંધિત આકારણી વર્ષ દરમિયાન કરેલી કુલ કમાણી, કરદાતાનું સ્ટેટસ વગેરે..જો તમે ભૂલથી ખોટુ ફોર્મ ભરી દો છો ત્યારે આવકવેરા અધિકારી કરદાતાના રિટર્નને આવકવેરાના કાયદાની કલમ 139 (9) હેઠળ ડિફેક્ટિવ માની શકે છે. કરદાતાને એક નિર્ધારિત સમયની અંદર પોતાની ભૂલને સુધારવા અને યોગ્ય ફોર્મનો ઉપયોગ કરીને રિટર્ન ફરી ફાઇલ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો