ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આટલું જાણવું છે જરૂરી

31મી માર્ચ પહેલા Tax Savingsને લગતી મહત્વની બાબતો વિશે જાણી લેવું જરૂરી છે,, જેથી આ તક તમારા હાથમાંથી અને ટેક્સના રૂપમાં પૈસા તમારા ખિસ્સામાંથી ન જાય...ચાલો હવે અમે તે પદ્ધતિઓ વિશે વાત કરીશું. જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો..

ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આટલું જાણવું છે જરૂરી

What is the last date of completing tax-savings investments?

What is the last date of completing tax-savings investments?

MONEY9 GUJARATI: કરંટ ફાઈનાન્શિયલ યર (Financial Year-2023-24) એટલે કે 2023-24 તેના અંતને આરે છે… તેથી આ વર્ષે તમારી આવક પર ટેક્સ (tax) બચાવવાની આ છેલ્લી તક છે… 31 માર્ચ પછી, ટેક્સપેયર્સ (Taxpayers) તેમની આવક પર ટેક્સ ઘટાડવા માટે વિવિધ ટેક્સ સેવિંગ્સ ઑપ્શનનો (Tax Savings Options) ઉપયોગ નહીં કરી શકે.. સારું એ રહેશે કે 31મી માર્ચ પહેલા ટેક્સ સેવિંગ (Tax Savings)ને લગતી મહત્વની બાબતો વિશે જાણી લેવું જેથી આ તક તમારા હાથમાંથી અને ટેક્સના રૂપમાં પૈસા તમારા ખિસ્સામાંથી ન જાય…ચાલો હવે અમે તે પદ્ધતિઓ વિશે વાત કરીશું. જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો..

 

આ રીતે જાણી શકો છો તમારી ટેક્સ જવાબદારી

સૌથી પહેલા તમારે તમારી કમાણી પર ટેક્સ જવાબદારી શોધવાની છે… આ માટે, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ incometaxindia.gov.in પર જાઓ… અને ટેક્સ ઈન્ફોર્મેશન એન્ટ સર્વિસિસમાં ટેક્સ ટૂલ્સમાં વ્યૂ ઓલ પર ક્લિક કરો. તમારે Tax Calculator-Old Vis-a-vis New Regime ઑપ્શન પર ક્લિક કરવું પડશે… આ કેલ્ક્યુલેટરની મદદથી, તમે તમારી આવકની ગણતરી કરી શકો છો…અત્યાર સુધી કરેલા ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ અથવા એગ્ઝ્મ્શનની ડિટેલ ભરી ઓલ્ડ અને ન્યૂ ટેક્સ રેજિમમાં તમારી ટેક્સ જવાબદારી શોધી શકો છો…અને તમારી પસંદગીની રેજિમ સિલેક્ટ કરી શકો છો…

 

જરૂરીયાત પ્રમાણે પસંદ કરો ટેક્સ રેજિમ

ઓલ્ડ ટેક્સ રેજિમમાં લગભગ 70ની આસપાસ એગ્ઝમ્પ્શન અને ડિડક્શન છે. જેને ક્લેમ કરી ટેક્સ જવાબદારી ઘટાડી શકાય છે. ન્યૂ ટેક્સ રેજિમમાં ટેક્સ બચાવવાની ઓછી તકો છે, એટલે કે ડિડક્શન ના બરાબર છે સાથે જ ટેક્સ રેટ પણ ઓછા છે.. ન્યૂ ટેક્સ રેજિમમાં 7 લાખ રુપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી.. જ્યારે ઓલ્ડ ટેક્સ રેજિમમાં 5 લાખ રુપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી… જો તમે સેલરીડ પર્સન છો તો ઓલ્ડ રેજિમની જેમ ન્યૂ રેજિમમાં પણ નાણાકીય વર્ષ 2023-24 થી 50,000 રુપિયા સુધીનું સ્ટેન્ડર્ડ ડિડક્શન મેળવી શકો છે.. એટલે કે, ન્યૂ રેજિમમાં નોકરીયાત લોકોને 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં.. 

 

ટેક્સ સેવિંગ માટે 80C છે મહત્વપૂર્ણ કલમ

ટેક્સ સેવિંગ માટે મોટાભાગના લોકો ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80Cનો ઉપયોગ કરે છે… તે લાઈફ ઈન્સ્યોરન્સ, એમ્પ્લૉઈ પ્રોવિડન્ડ ફંડ (EPF), ટ્યુશન ફી જેવી બાબતોને પણ આવરી લે છે… ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તપાસો કે ચાલુ વર્ષમાં આ વસ્તુઓ પાછળ કેટલા રુપિયા આપ્યા છે. આ રકમને 80Cની 1.5 લાખની લિમિટમાંથી બાદ કર્યા પછી નવું રોકાણ શરૂ કરો… જો કલમ 80Cની લિમિટ બાકી છે, તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF,  ટેક્સ સેવિંગ્સ ફિક્સ્ડ ડિપોઝિટ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો… આ પૈકી, ELSSમાં સૌથી ઓછો 3 વર્ષનો લૉક-ઈન પીરિયડ છે..સેક્શન 80Cની લિમિટ પૂરી થયા પછી વધુ ટેક્સ બચાવવા માટે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS સ્કીમમાં રોકાણ કરી શકો છો… સેક્શન 80CCD (1B) હેઠળ, NPSના ટિયર-1 એકાઉન્ટમાં રોકાણ પર વધારાના 50,000 રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે…

 

હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા બચાવી શકો છો ટેક્સ

હોસ્પિટલના વધતા ખર્ચને જોતા, દરેક વ્યક્તિ માટે હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી બની ગયો છે… હેલ્થ ઈન્સ્યોરન્સ ન માત્ર હોસ્પિટલના ખર્ચને જ આવરી લે છે પરંતુ ટેક્સ સેવિંગ્સમાં પણ મદદ કરે છે… આઇટી એક્ટની કલમ 80D હેઠળ પોતાના, પત્ની અને બાળકો માટે  જો તમે હેલ્થ ઈન્સ્યોરન્સ લો છો તો તમને પ્રીમિયમ પર 25,000 રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે… જો તમે સીનિયર સિટીઝન માતાપિતા માટે પૉલિસી લો છો, તો 50,000 રૂપિયા સુધીની રકમ પર ડિડક્શન લઈ શકો છો….

 

સમાજ કલ્યાણ માટે દાન આપી બચાવી શકાય ટેક્સ

ચોથો ઑપ્શન રોકાણ નથી… પરંતુ ટેક્સ બચાવવામાં મદદ કરે છે… તમે સમાજના કલ્યાણ માટે દાન આપીને પણ ટેક્સ બચાવી શકો છો… આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ, રિલીફ ફંડ અને ચેરિટેબલ ઑર્ગેનાઈઝેશન્સને ડોનેશન એટલે કે દાન આપવાથી ટેક્સમાં છૂટ મળે છે..  ચેરિટેબલ ઑર્ગેનાઈઝેશનના આધાર પર દાનની રકમ પર 50% અથવા 100% ડિડક્શન ક્લેમ કરી શકાય છે… કોઈપણ સમસ્યાથી બચવા માટે દાનની રકમ રોકડને બદલે ચેક, DD અથવા ઑનલાઇન ટ્રાન્સફર કરો…

 

HRA ક્લેમ કરી મેળવો ટેક્સ છૂટ

ટેક્સ બચાવવાનો પાંચમો રસ્તો છે ભાડાનું ઘર… ભાડા પર રહેતા પગારદાર કર્મચારીઓ હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકે છે… આ માટે જરૂરી છે કે તેમને એમ્પ્લોયર એટલે કે કંપની તરફથી HRA મેળતું હોય..અને જે ઘરમાં રહે છે તે ભાડાનું હોય…

HRAનો દાવો કરવા માટેની શરતો

પ્રથમ- HRA તરીકે પ્રાપ્ત થયેલ વાસ્તવિક રકમ,

બીજું- મેટ્રો સિટીમાં બેઝિક સેલરી પ્લસ DAના 50 ટકા અને નૉન-મેટ્રો સિટીમાં બેઝિક સેલરી પ્લસ DAના 40 ટકા.

ત્રીજું- વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી પ્લસ DAના 10 ટકા બાદ કર્યા પછી બાકી રહેલ રકમ.

ત્રણમાંથી જે રકમ ઓછી હશે તેટલું ડિડક્શન મળશે…

 

ટેક્સ બચાવવાના આ ઑપ્શન્સ પર તમે કાળજીપૂર્વક વિચાર કરો અને તેને તમારા ફાઈનાન્શિયલ ગોલ્સ સાથે મેચ કરી 31 માર્ચ અથવા તે પહેલાં રોકાણ કરી દો.. કોઈપણ સમસ્યાને ટાળવા માટે, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરી શકો છો. જો તમે ભાડે રહેતા હોવ, પરંતુ કંપનીમાં રેન્ટ રિસિપ્ટ અને રેન્ટ એગ્રીમેન્ટ સબમિટ કર્યું નથી તો તમે ITR ફાઇલ કરતી વખતે HRAનો ક્લેમ કરી શકો છો.

Published: March 19, 2024, 16:20 IST