India's Retail inflation: સરકારી ચોપડે છૂટક ફુગાવો ઘટ્યો, પણ ખાદ્ય મોંઘવારી વધી...!

સરકારી આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 5%ની અંદર અને 10 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે જ્યારે ખાદ્ય ફુગાવો 7.68%એ પહોંચ્યો છે.

Inflation, Food Prices, CPI inflation, Retail Prices, Retail Inflation, food inflation, RBI, MPC, Finance Ministry, Government, Economy, economy news, economy news today, economy news in Gujarati, wholesale inflation, Money9 Gujarati, ફુગાવો, મોંઘવારી, ખાદ્ય ફુગાવો, ખાદ્ય મોંઘવારી, ખાવાની થાળી, અર્થતંત્ર, ઈકૉનોમી

Money9 Gujarati:

India Retail Inflation in March 2024: સરકારી આંકડા અનુસાર, મોંઘવારીમાં રાહત મળી છે. માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 4.85 ટકા નોંધાયો છે, જે છેલ્લાં 10 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો 5.09 ટકા રહ્યો હતો. છેલ્લે મે 2023માં રિટલ ફુગાવાનો દર 4.31 ટકા નોંધાયો હતો અને ત્યારબાદ છેક હવે માર્ચમાં 4.85 ટકાના નીચા સ્તરે નોંધાયો છે.

અર્થશાસ્ત્રીઓને માર્ચમાં રિટેલ ફુગાવાનો દર 4.91 ટકા રહેવાની ધારણા હતી, પરંતુ સરકારે 4.85 ટકાનો દર જાહેર કર્યો છે. જોકે, છૂટક ફુગાવામાં લગભગ 46 ટકા ફાળો આપતો ખાદ્ય ફુગાવાનો દર હજુ પણ ઉપલા સ્તરે છે. એટલે કે, સરકારી આંકડામાં તો મોંઘવારી ઘટી છે, પરંતુ ખાવાની થાળી અને ખાદ્ય ફુગાવો હજુ પણ લોકોને પરેશાન કરી રહ્યો છે,

ખાદ્ય ફુગાવો

માહિતી અનુસાર માર્ચ દરમિયાન ખાદ્ય મોંઘવારી દર 7.68 ટકા હતો. શાકભાજી, મસાલા, અનાજ, ઈંડા અને કઠોળ ખાદ્ય ફુગાવાને ઊંચા સ્તરે રાખવામાં સૌથી વધુ ફાળો આપે છે. કઠોળનો મોંઘવારી દર વધીને 17.71 ટકા થયો છે. આ ઉપરાંત શાકભાજીનો મોંઘવારી દર 28 ટકા, મસાલાનો 11.40 ટકા, ઈંડાનો 10.33 ટકા અને અનાજનો મોંઘવારી દર 8.37 ટકા નોંધાયો છે. જો કે ખાદ્ય મોંઘવારીમાં ખાદ્યતેલ, ફળો અને પેક્ડ નાસ્તાના ભાવમાં ઘટાડો થયો છે.

હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન ફુગાવામાં ઘટાડો પણ માર્ચ દરમિયાન ફુગાવાને નવ મહિનાની નીચી સપાટીએ લાવવામાં ફાળો આપે છે. ફુગાવાના સૂચકાંકમાં આ બે વિભાગો લગભગ 19 ટકા વેઇટેજ ધરાવે છે.

રાજ્યોની સ્થિતિ

રાજ્યોના ફુગા1વાના દરની વાત કરીએ તો, માર્ચ દરમિયાન સૌથી ઓછો ફુગાવો દિલ્હીમાં નોંધાયો છે જ્યાં ફુગાવાનો દર માત્ર 2.29 ટકા હતો. એવા 13 રાજ્યો છે જ્યાં ફુગાવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે અને બાકીના રાજ્યોમાં ફુગાવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો છે. સૌથી વધુ ફુગાવાવાળા રાજ્યોમાં ઓડિશા, આસામ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

 

Published: April 12, 2024, 22:06 IST