Money9 Gujarati:
સરકારના એક રિપોર્ટ અનુસાર, 2023ના છેલ્લાં ત્રણ મહિના દરમિયાન, સરકારના 1,897 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી 448 યોજનાનો ખર્ચ 5,55,252.41 કરોડ રૂપિયા વધી ગયો છે. આ 448 પ્રોજેક્ટ પૂરા થવામાં વિલંબ થવાથી ખર્ચમાં થયેલો વધારો તેમના માટે ફાળવવામાં આવેલી રકમના 65.2 ટકા થાય છે. આ પ્રત્યેક પ્રોજેક્ટ 150 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યનો છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 292 પ્રોજેક્ટના ખર્ચમાં 2.89,699.46 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 150 કરોડ રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યના સેન્ટ્રલ સેક્ટર પ્રોજેક્ટ્સ પર તૈયાર થયેલા The Quarterly Project Implementation Status Report (QPISR)માં 1,897 પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી છે.
સરકારના કુલ 1,897 ઈન્ફ્રા પ્રોજેક્ટમાંથી 56 પ્રોજેક્ટ સમય કરતાં આગળ ચાલી રહ્યાં છે જ્યારે 632 પ્રોજેક્ટનું કામકાજ સમયસર ચાલી રહ્યું છે જ્યારે 902 યોજના વિલંબમાં છે. આ સિવાયની યોજનાઓ કાં તો પૂરી થઈ ગઈ છે અથવા તેની માહિતી ઉપલબ્ધ નથી.
આ 1,897 પ્રોજેક્ટ્સ પૂરા થવાનો અપેક્ષિત ખર્ચ 31,74,489.91 કરોડ રૂપિયા હોવાનું નોંધાયું છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં કુલ ખર્ચ 16,89,400.92 કરોડ રૂપિયા હતો, જે કુલ અપેક્ષિત પૂર્ણ ખર્ચના 53.22 ટકા અને મૂળ ખર્ચના 63.9 ટકા છે. આ 1,897 પ્રોજેક્ટ્સ માટે, 2023-24 માટે કુલ 3,70,983.54 કરોડ રૂપિયા ખર્ચ ફાળવવામાં આવ્યો છે, એમ તેમાં જણાવાયું છે.
વિલંબિત પ્રોજેક્ટ્સની ટકાવારી ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં 56.70 ટકાથી FY24ના ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને 47.55 ટકા થઈ. ખર્ચ ઓવરરન ટકાવારી પણ 21.42 ટકાથી ઘટીને 20.1 ટકા થઈ છે.
પ્રોજેક્ટના અમલીકરણના વિલંબ માટે જમીન સંપાદનમાં વિલંબ, વન અને પર્યાવરણની મંજૂરી મેળવવામાં અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ જેવા કારણો જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
અહેવાલમાં આ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વિલંબના કારણ તરીકે COVID-19 (2020 અને 2021 માં લાદવામાં આવેલા) ને કારણે રાજ્ય મુજબના લોકડાઉનને પણ ટાંકવામાં આવ્યું છે. સામાન્ય ભાવ વધારાને કારણે ખર્ચમાં તો વધારો ટાળી શકાતો નથી, પરંતુ વિલંબને કારણે ખર્ચમાં વધારો ઘટાડી શકાય છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો