મોબાઈલ ફોનની માંગ સતત ઘટી રહી છે. ખાસ તો, એન્ટ્રી-લેવલના અને મિડિયમ રેન્જના મોબાઈલ ફોનનું વેચાણ ઘટી રહ્યું છે. એટલે જ તો, કંપનીઓએ જાન્યુારીથી એપ્રિલમાં ઉત્પાદન 15 ટકાથી 20 ટકા ઘટાડ્યું છે. દિવાળી પછીના ક્વાર્ટરમાં વેચાણ ઘટતું હોય છે, પરંતુ આ વખતે વેચાણ વધારે પડતું ઘટ્યું છે. ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સ્માર્ટફોનની શિપમેન્ટમાં 30 ટકાનો જ્યારે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લાં દોઢેક વર્ષથી ટેલિકોમ સર્વિસ મોંઘી થઈ ગઈ છે તેમજ મોબાઈલ ફોનની કિંમત પણ 10 ટકા વધી ગઈ હોવાથી માંગ પર અસર પડી છે. છેલ્લાં છ મહિનાથી સ્માર્ટફોનની માંગ સતત ઘટી રહી છે, આથી કંપનીઓએ પ્રોડક્શન કેપેસિટી ઘટાડી છે. જોકે, પ્રીમિયમ રેન્જના સ્માર્ટફોનની માંગ પર કોઈ અસર પડી નથી.
Published - April 25, 2023, 03:12 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો