FY25માં ભારતનો GDP 6.8%ના દરે વધશેઃ IMFએ વૃદ્ધિનો અંદાજ 0.30% વધાર્યો

2024માં ભારતીય અર્થતંત્ર તેજીમય પ્રદર્શન જાળવી રાખશે અને 6.8% GDP ગ્રોથ હાંસલ કરશે, તેવી શક્યતા IMFએ વ્યક્ત કરી છે. UNCTADએ 6.5% વૃદ્ધિદરનો અંદાજ બાંધ્યો છે.

IMF on India, IMF, International Monetary Fund, GDP, GDP forecast, Economy, economy news, economy news today, economy news in Gujarati, indian economy, economy of india, growth rate india, growth rate, Government, ADB, World Bank, RBI, Fitch, Barclays, UNCTAD, Money9 Gujarati, ઇકૉનોમી, અર્થતંત્ર, ભારતીય અર્થતંત્ર, ભારતનો ગ્રોથ, જીડીપી, વૃદ્ધિ દર, અર્થતંત્રના સમાચાર, ઇકોનોમીના સમાચાર, ભારતના સમાચાર,

Money9 Gujarati:

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિનો અંદાજ 0.30 ટકા વધાર્યો છે. નાણાકીય વર્ષ 2024-25 (FY25)માં ભારત 6.8 ટકાની ઝડપે વૃદ્ધિ કરે તેવી શક્યતા IMFએ વ્યક્ત કરી છે. જાન્યુઆરીમાં આ સંસ્થાએ કહ્યું હતું કે FY25માં ભારતનો વિકાસ દર 6.5 ટકા રહી શકે છે. જોકે, IMFએ FY26ના અંદાજને 6.5 ટકા પર યથાવત્ રાખ્યો છે.

UNCTADએ પણ સાથ પુરાવ્યો

અન્ય એક સંસ્થા યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)એ પણ FY25 માટે ભારતના વિકાસ અનુમાનોમાં સુધારો કર્યો છે. UNCTADએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, 2024માં પણ ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ મજબૂત રહેશે અને તેની ગતિ 6.5 ટકા રહેશે. તેનાથી ભારતના વિકાસના અંદાજમાં 0.3 ટકાનો વધારો થયો છે.

ADB અને વર્લ્ડ બેન્કને પણ ભારતમાં વિશ્વાસ

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ FY25 માટે ભારતનો વિકાસ અંદાજ 6.7 ટકાથી વધારીને 7 ટકા કર્યો હતો. વર્લ્ડ બેન્કે પણ તે જ મહિનામાં વૃદ્ધિનો અંદાજ 6.4 ટકાથી વધારીને 6.6 ટકા કર્યો હતો.

સરકારના અંદાજ કરતાં પણ વધારે ગ્રોથની અપેક્ષા

આ સિવાય IMFએ પણ FY24 માટે ગ્રોથનું અનુમાન વધારીને 7.8 ટકા કર્યું છે, જે સરકારના 7.6 ટકાના ગ્રોથ અંદાજ કરતાં ઘણું વધારે છે.

IMFએ કહ્યું છે કે મેન્યુફેક્ચરિંગમાં મજબૂત વૃદ્ધિ સાથે રોકાણમાં બે આંકડાની વૃદ્ધિએ ગયા નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિને નોંધપાત્ર રીતે મદદ કરી છે. નિષ્ણાતો માને છે કે ખાનગી ક્ષેત્રમાં મૂડીખર્ચમાં વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિની ગતિ અકબંધ રહેશે.

મજબૂત માંગ

મજબૂત સ્થાનિક માંગ અને બિઝનેસ તથા ગ્રાહક વિશ્વાસના સ્તરોમાં સતત વૃદ્ધિને કારણે તાજેતરમાં Fitch અને Barclays સહિતની રેટિંગ એજન્સીઓએ તાજેતરમાં FY24 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને સુધારીને 7.8 ટકા કર્યો હતો.

મોંઘવારી ઘટવાનો અંદાજ

IMFએ ફુગાવા અંગે નોંધ્યું છે કે, FY24માં ભારતનો ગ્રાહક ભાવ ફુગાવો (છૂટક મોંઘવારીનો દર) સરેરાશ 5.4 ટકાથી ઘટીને FY25માં 4.6 ટકા અને FY26માં વધુ ઘટીને 4.2 ટકા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 4.85 ટકા નોંધાયો છે, જે છેલ્લાં 10 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો 5.09 ટકા રહ્યો હતો. છેલ્લે મે 2023માં રિટલ ફુગાવાનો દર 4.31 ટકા નોંધાયો હતો અને ત્યારબાદ છેક હવે માર્ચમાં 4.85 ટકાના નીચા સ્તરે નોંધાયો છે.

 

Published: April 16, 2024, 21:30 IST