Money9 Gujarati:
ટાયર કંપનીઓ ભાવ વધારે તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ રબરની કિંમતમાં વધારો થવાથી સ્થાનિક બજારમાં પણ ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. નેચરલ રબર મોંઘું થવાથી ટાયર કંપનીઓ પર માર્જિન સાચવવાનું દબાઈ સર્જાઈ શકે છે અને તેના લીધે કંપનીઓ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભાવમાં વધારો કરે તેવી પ્રબળ શક્યતા છે.
ગયા સપ્તાહે ભારતીય બજારમાં 1 કિલો નેચરલ રબર (NR)ની કિંમત 186 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. માત્ર બે સપ્તાહમાં NRની કિંમત 11 ટકા વધીને 186 રૂપિયાએ પહોંચી ગઈ છે. છેલ્લાં બે સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નેચરલ રબરની કિંમત છેલ્લાં બે સપ્તાહમાં 17 ટકા વધીને પ્રતિ કિલો 226 રૂપિયા થઈ છે, એવી માહિતી રબર બૉર્ડ ઑફ ઈન્ડિયા પાસેથી મળી છે.
લોકલ અને ઈન્ટરનેશનલ બજારોમાં ભાવ વચ્ચેનો આ તફાવત હવે પ્રતિ કિલો 40.49 રૂપિયા થઈ ગયો છે, જે માર્ચના પ્રથમ સપ્તાહે (5 માર્ચે) 27.98 રૂપિયા હતો. આથી, ટાયર બનાવતી કંપનીઓ લોકલ માર્કેટમાં વેચાણ કરવા કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાણ કરીને વધારે નફો કમાઈ શકે છે.
લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા વધવાથી લોજિસ્ટિક્સ પર અસર પડી છે અને માલવાહક જહાજોની આવનજાવન સામે ખતરો ઊભો થયો છે. આ કારણસર, ઈન્ટરનેશનલ માર્કેટમાં NRની કિંમતમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ઓછામાં પૂરું વિશ્વમાં નેચરલ રબરનું સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ થાઈલેન્ડમાં ઉત્પાદન ઘટ્યું હોવાથી ભાવ વધ્યા છે.
2012માં 1 કિલો NR (RSS 4 variant)ની કિંમત 208 રૂપિયાની ઓલ-ટાઈમ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ હતી. બીક છે કે, 2024માં પણ તેની કિંમત આ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચી જશે અથવા તેને પાર થઈ જશે. આ શક્યતાને જોતાં ટાયર કંપનીઓ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભાવ વધારે તેવી શક્યતા છે.
બ્રોકરેજ કંપની નોમુરાએ ટાયર કંપનીઓ માટે સાવધાનીનો સૂર વ્યક્ત કરીને જણાવ્યું છે કે, NRની કિંમત વધવાથી ટાયર કંપનીઓના માર્જિન પર દબાણ ઊભું થઈ શકે છે. ભારતમાં Apollo Tyres અને Ceat મુખ્ય ટાયર કંપનીઓ છે. બંને કંપનીએ છેલ્લે ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં ભાવ વધાર્યાં નહોતા કારણ કે, તે વખતે NRની કિંમત અંકુશમાં હતી. અપોલો ટાયર્સે તો તાજેતરમાં ટ્રક અને બસ રેડિયલ્સ રિપ્લેસમેન્ટ માર્કેટમાં કિંમત 1.5 ટકા ઘટાડી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો