ખર્ચની સમજ, બચત સહજ

  • ન કરતા આ કામ!

    તમે તમારા ક્રેડિટ કાર્ડથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો પરંતુ તેના ફાયદા અને નુકસાન બંને છે. તમે ડાયરેક્ટ કે નેટ બેંકિંગ દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો..જાણીશું આ વીડિયોમાં

  • જાણવું જરૂરી છે

    એવા ઘણા લોકો છે જેઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો કરે છે પરંતુ તેમને સ્ટેટમેન્ટ વાંચતા નથી આવડતું અથવા તો એમ કહીએ કે સ્ટેટમેન્ટ સમજાતું નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ચાલો આ વીડિયોમાં સમજીએ કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં શું લખેલું હોય છે અને તેનો અર્થ શું છે-

  • મોંઘું પડશે વાંરવાર SWIPE!

    જો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. ક્રેડિટ કાર્ડ સાથે ઘણા પ્રકારના ચાર્જિસ જોડાયેલા હોય છે. મોટાભાગના ચાર્જ સીધા વસૂલવામાં આવે છે પરંતુ સ્વાઇપ ચાર્જ એ એક એવો ચાર્જ છે જે આડકતરી રીતે ગ્રાહક પાસેથી વસૂલ કરી શકાય છે.

  • ક્રેડિટ કાર્ડ ઓવર લિમિટ શું છે?

    ઓવર લિમિટનો અર્થ એ છે કે ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઇ ગયા પછી પણ તમે એક ચોક્કસ રકમ સુધી ખર્ચ કરી શકો છો. પરંતુ ઓવર લિમિટની સુવિધાની શરતો અને ફી અંગે સારી રીતે જાણ્યા-સમજ્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

  • આવી રીતે કમાય છે ઇ-કોમર્સ કંપનીઓ !!

    Swiggy, Zomato જેવા ઓનલાઇન ફૂડ એગ્રિગેટર Ajio, Myntra જેવી ફેશન ઇ-કોમર્સ સાઇટ અને Blinkit, Swiggy Instamart જેવી ક્વિક કોમર્સ એપ પ્લેટફોર્મ ફીસ, કન્વિનિયન્સ ફી કે હેન્ડલિંગ ફી ચાર્જ કરી રહી છે. આ ફી 2 રૂપિયાથી લઇને 49 રૂપિયા સુધીની હોઇ શકે છે. તે અલગ અલગ સાઇટ પર નિર્ભર કરે છે.

  • તો સસ્તી પડશે વિદેશ યાત્રા

    જે લોકો વિદેશ પ્રવાસે જાય છે તેઓ એવી દુવિધામાં રહેતા હોય છે કે ઓવરસ્પેન્ડિંગથી બચવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો કે પછી ક્રેડિટ કાર્ડનો? ક્રેડિટ કાર્ડથી TCS એટલે કે એક્સ કલેક્ટેડ એટ સોર્સથી બચવામાં મદદ મળે છે.

  • બહુ મોંઘું પડશે

    જ્યારે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ જનરેટ થાય છે. તો તમારી પાસે બે એમાઉન્ટ ચૂકવવાનો વિકલ્પ હોય છે. આમાંથી એક ટોટલ આઉટ સ્ટેન્ડિંગ એમાઉન્ટ અને બીજી મિનિમમ એમાઉન્ટ ડ્યૂ. મિનિમમ ડ્યૂ પૂરા બિલની ટોટલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ. એટલે કે કુલ બાકી રકમના 5 ટકા હોય છે.

  • કેવી રીતે કામ કરશે UPI ક્રેડિટ?

    યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર ક્રેડિટ લાઈન એટલે કે લોનની સુવિધા મળી શકે છે.. RBIએ થોડા મહિના પહેલા આ સેવાને મંજૂરી આપી હતી… આ એક પ્રી-એપ્રૂવ્ડ ક્રેડિટ લાઇન છે… જે ગ્રાહક તે બેંકમાંથી મેળવી શકે છે જેમાં તેનું સેવિંગ્સ એકાઉન્ટ છે.. મતલબ કે બેંકો તેમના ગ્રાહકોને UPI એકાઉન્ટ પર પણ લોનની સુવિધા આપી શકે છે…

  • ક્યા દેશોમાં તમને મળે છે visa free entry

    ઘણા દેશોએ હાલમાં ભારતીયો માટે ફ્રી વિઝા ઓફર કરવાનું શરૂ કર્યું છે. આમાં થાઇલેન્ડ, શ્રીલંકા અને મલેશિયાનો સમાવેશ થાય છે. વિયેટનામ પણ ભારતીય ટુરિસ્ટ્સ માટે વિઝા ફ્રી એન્ટ્રીનું વિચારી રહ્યું છે. અત્યાર સુધી યુરોપના દેશોના લોકોને આ સુવિધા આપવામાં આવતી હતી પરંતુ હવે ભારતીયો પણ આ લિસ્ટમાં સામેલ થયા છે. આવી જ રીતે અન્ય દેશો પણ ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી શકે છે.

  • વિદેશમાં કેવી રીતે બચાવશો મોબાઇલનું બિલ?

    વિદેશ યાત્રા એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. યાત્રાનું પ્લાનિંગ કરતી વખતે એક ચિંતા રોમિંગ ચાર્જિસની હોય છે. જ્યારે તમે વિદેશથી ઘરે ફોન કરો છો કે પરિવારના કોઈ સભ્ય કે મિત્રનો ફોન આવે છે ત્યારે ફોનમાંથી એટલા પૈસા કપાઈ જાય છે કે વિદેશ પ્રવાસ તમારા ખિસ્સા પર બોજ બની જાય છે.