Audi Price Hike: જૂનથી ઓડીની કાર થશે આટલી મોંઘી

જર્મનીની કાર કંપની ઓડીએ જૂન મહિનાથી કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

Audi, Audi price, Audi India, Audi Car, Audi India price, Audi car Price, news, news today, Audi price hike, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts,

Money9 Gujarati: 

જર્મનીની કાર કંપની ઓડી ભારતમાં તેની કારની કિંમત વધારશે. કંપનીએ જૂન મહિનાથી કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ 1 જૂન, 2024થી અમલમાં આવશે. કાચા માલની કિંમત વધવાથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેના કારણે ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. ઓડીએ નાણાકીય વર્ષ 2023-24માં વેચાણમાં 33 ટકા વૃદ્ધિ કરી હતી અને 7,027 કાર વેચી હતી. ઓડી ભારતમાં A4, Q3, Q5, RS Q8 જેવા મોડલનું વેચાણ કરે છે. ઓડીની ગાડીઓની કિંમત 45 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને સવા બે કરોડ રૂપિયાથી પણ વધારે હોય છે. ઓડીએ ભાવ વધાર્યા બાદ હવે અન્ય લક્ઝરી કાર કંપનીઓ પણ ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે. 2024માં કાર કંપનીઓએ સતત ભાવ વધાર્યા છે. ટાટા, મારુતિ, હ્યુન્ડેઈની ગાડીઓ પણ મોંઘી થઈ છે કારણ કે, કંપનીઓનો ઉત્પાદન ખર્ચ તેમજ અન્ય ખર્ચ વધી રહ્યો છે.

 

Published: April 25, 2024, 19:17 IST