Toyota, Kia, Hondaની ગાડીઓ 1 એપ્રિલથી મોંઘી થશેઃ જાણો ભાવ કેટલા વધશે?

ટોયોટા કિર્લોસ્કર મોટર, હોન્ડા કાર્સ ઈન્ડિયા અને કિઆ ઈન્ડિયાએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચા માલનો ખર્ચ વધવાથી અને ઓપરેટિંગ કૉસ્ટ ઉપર જવાથી કંપનીઓ કારની કિંમત વધારી રહી છે.

Car Price, Honda Cars, Toyota Kirloskar, Kia India, Innova, Seltos, Honda City, Car news, automobiles news, automobiles news in Gujarati, Car news in Gujarati, kia price hike, Honda Price Hike, Toyota Price Hike, Money9 Gujarati

Money9 Gujarati:

ટોયોટાની કાર ખરીદવાનું વિચારી રહેલા લોકોએ હવે વધુ પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ટોયોટા કિર્લોસ્કર મોટરે 1 એપ્રિલ, 2024થી કારની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. કંપની હાલમાં ભારતમાં Glanza, Rumion, Urban Cruiser Highrider, Innova Crysta, Innova Highcross, Fortuner, HiLux, Legendary, Camry, Vellfire અને LandCruiser જેવા મોડલનું વેચાણ કરી રહી છે.

ટોયોટાની ગાડીઓ 1 એપ્રિલથી મોંઘી થશે

ટોયોટા કિર્લોસ્કર મોટરે તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, તે પસંદગીના મોડલની કિંમતોમાં 1 ટકાનો વધારો કરવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે ઈનપુટ કોસ્ટ અને ઓપરેટિંગ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટોયોટાની કઈ ગાડીઓ મોંઘી થશે?

ટોયોટા કિર્લોસ્કર મોટરે તેના કયા મોડલની કિંમતમાં વધારો થશે તેની માહિતી આપી નથી. જોકે અનુમાન છે કે Fortuner, HiLux અને Innova જેવા મોડલની કિંમતો વધી શકે છે.

Kia પણ વધારશે ભાવ

Kia ઈન્ડિયાએ પહેલા જ જાહેરાત કરી હતી કે તે 1 એપ્રિલથી પસંદગીના મોડલની કિંમતોમાં વધારો કરશે. કિયા સોનેટ, કિયા કેરેન્સ અને કિયા સેલ્ટોસના ભાવમાં વધારો થશે. તેની કિંમતોમાં 3 ટકા સુધીનો વધારો કરવામાં આવશે.

Honda પણ વધારશે 1 એપ્રિલથી ભાવ

જાપાનીઝ કંપની હોન્ડા કાર્સ ઈન્ડિયાએ પણ 1 એપ્રિલથી ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 2024ના પ્રથમ મહિનામાં પણ ભાવ વધાર્યાં હતા. હોન્ડા ભારતમાં સિટી, અમેઝ અને એલિવેટની કિંમતમાં વધારો કરવાની છે. કંપનીએ ડિસ્કાઉન્ટ ઑફર પણ એપ્રિલથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 

Published: March 28, 2024, 22:18 IST