વૃદ્ધોએ સરકારને કરાવી Rs 27,000 કરોડની કમાણી

સીનિયર સીટિઝન દ્વારા બેન્કમાં કરવામાં આવતી FD અને બચત યોજનામાં મૂકવામાં આવતી રકમથી જે વ્યાજ મળે છે, તેના પર ટેક્સ વસૂલીને સરકારે વર્ષ 2023માં Rs 27,000 કરોડથી પણ વધારે આવક મેળવી છે.

bank, FD, Senior Citizen, Government, Interest Rates, FD Income, Taxable Income, Term Deposit, Bank Deposit, Saving Scheme, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts,

Money9 Gujarati:

વરિષ્ઠ નાગરિકોની Bank FD અને સ્મોલ સેવિંગ સ્કીમ (Small saving scheme) પર સરકારે 27,000 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો છે. દેશની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા, SBIના રિસર્ચ પરથી જાણવા મળે છે કે, છેલ્લાં 5 વર્ષમાં બેન્ક થાપણ (Bank deposits)ની કુલ રકમ 143 ટકા વધીને નાણાકીય વર્ષ 2023-24ના અંતે 34 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે પાંચ વર્ષ અગાઉ 14 લાખ કરોડ રૂપિયા હતી.

વ્યાજ દર વધવાથી FD ખાતા વધ્યા

વર્ષ 2023ના અંતે સીનિયર સીટિઝનના ટર્મ ડિપોઝિટ ખાતાની સંખ્યા 7.4 કરોડ હતી અને તેમાં 34 લાખ કરોડ રૂપિયાથી વધારે ડિપોઝિટ હતી. 2018માં ખાતાની સંખ્યા 4.1 કરોડ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં FDના ઈન્ટરેસ્ટ રેટ વધ્યા હોવાથી અને ખાસ તો સીનિયર સીટિઝનને વધારે વ્યાજ મળતું હોવાથી તેમના ડિપોઝિટ ખાતાની સંખ્યા 80.9 ટકા વધી છે.

“થાપણ દરમાં વધારો, વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકો કરતાં વધારે વ્યાજ દર મળતો હોવાથી તેમજ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમને કારણે વરિષ્ઠ નાગરિકો દ્વારા ડિપોઝિટ કરાવવાનું પ્રમાણ વધ્યું છે. સરકારે વરિષ્ઠ નાગરિકો માટે થાપણો પર TDS (સ્રોત પર કર કપાત)ની ટોચમર્યાદા વધારીને રૂ. 50,000 કરી હોવાથી પણ વરિષ્ઠ નાગરિકોમાં ડિપોઝિટનું આકર્ષણ વધ્યું છે,” એમ SBI Researchના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

7.3 કરોડ ખાતામાં Rs 15 લાખ જમા

SBI Researchના રિપૉર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ 7.3 કરોડ ખાતામાં 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા છે. જો આ રકમ પર 7.5 ટકા વ્યાજ ગણીએ તો, સીનિયર સીટિઝનને વ્યાજ પેટે 2.57 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ ઉપરાંત, સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમ એટલે કે, S.C.S.S.માં જમા રકમ પર 13,299 કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું છે. આ બંને વ્યાજ ભેગું કરીએ તો, કુલ 2,71,000 કરોડ રૂપિયાથી પણ વધારે વ્યાજની કમાણી થાય છે. તેના પર 10 ટકા ટેક્સ ગણીએ તો, સરકારને 27,106 કરોડ રૂપિયાની આવક થઈ છે.

 

Published: April 16, 2024, 19:17 IST