HDFC Bank, ICICI Bank, PNBના FDના વ્યાજ દરમાં ફેરફાર

HDFC બેન્ક, ICICI બેન્ક અને PNB હાઉસિંગ ફાયનાન્સે FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. જાણો કઈ બેન્ક આપી રહી છે કેટલું વ્યાજ.

  • Team Money9
  • Last Updated : February 23, 2024, 19:10 IST
Bank FD

Money9 Gujarati: HDFC બેન્ક અને ICICI બેન્ક સહિતની ઘણી બેન્કોએ ફેબ્રુઆરી મહિનામાં તેમના ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ફેરફાર કર્યાં છે. PNB હાઉસિંગ ફાયનાન્સે પણ મર્યાદિત સમય માટે નવી FD સ્કીમ શરૂ કરી છે.

ICICI Bank FD Interest Rates

ICICI બેન્કે 17 ફેબ્રુઆરી, 2024થી તેના FDના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD માટે છે. ICICI બેન્કની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, સીનિયર સીટિઝનને 7.75 ટકા જ્યારે સામાન્ય નાગરિકને 7.2 ટકા ઈન્ટરેસ્ટ રેટની ઑફર છે.

HDFC Bank FD Interest Rates

HDFC બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની FDના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કર્યાં છે અને ચોક્કસ મુદતની FDના વ્યાજ દર વધાર્યાં છે. આ રેટ 9 ફેબ્રુઆરી, 2024થી અમલી થયા છે. બેન્ક 7 દવિસથી 10 વર્ષની FD પર 3.5 ટકાથી 7.75 ટકા સુધીનો ઈન્ટરેસ્ટ રેટ આપે છે.

PNB હાઉસિંગ ફાઈનાન્સ

હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પૈકીની એક PNB હાઉસિંગ ફાઈનાન્સે મર્યાદિત સમયગાળા માટે નવી FD સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને 23 મહિનાની FD પર વાર્ષિક 8.30 ટકા વ્યાજ દરનો લાભ મળશે. સામાન્ય નાગરિકને વાર્ષિક 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળશે. આ વિશેષ વ્યાજદર તમામ નવી અને રિન્યુ એફડી પર 31 માર્ચ, 2024 સુધી લાગૂ રહેશે. જેમાં રોકાણકારો રૂ. 10,000નું લઘુત્તમ રોકાણ કરી શકે છે.

PNB હાઉસિંગ ફાઈનાન્સના એમડી અને સીઈઓ શ્રી ગીરીશ કૌસ્ગીએ જણાવ્યું હતું કે, “રોકાણકારોને મજબૂત રોકાણની આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે અમે ફિક્સ્ડ ડિપોઝિટ પર મર્યાદિત-ગાળાની આકર્ષક વ્યાજ દર ઓફરની જાહેરાત કરીએ છીએ. પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 31 ડિસેમ્બર, 2023 સુધીમાં કુલ રૂ. 17134 કરોડની પબ્લિક ડિપોઝિટ સાથે દેશની ટોચની ડિપોઝિટ બુક હોલ્ડર હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. તેની ડિપોઝિટને ક્રિસિલ દ્વારા ‘AA/Positive’ અને CARE ‘AA/પોઝિટિવ’ રેટિંગ આપવામાં આવ્યું છે. તે ડોરસ્ટેપ સેવાઓ, મજબૂત ટેકનોલોજી અને ડિજિટલ ક્ષમતાઓ અને સીમલેસ અનુભવ માટે સમર્પિત કસ્ટમર સર્વિસ મેનેજર્સ સહિત 18K+ ચેનલ ભાગીદારોના મજબૂત વિતરણ નેટવર્ક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ સેવાઓ પ્રદાન કરે છે.

 

Published: February 23, 2024, 19:10 IST