શું ઈન્સ્ટન્ટ લોન એપ્સથી છુટકારો અપાવશે RBIની ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી?

RBI સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે. એટલા માટે RBI હવે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી અથવા DIGITA બનાવવા જઈ રહી છે.

શું ઈન્સ્ટન્ટ લોન એપ્સથી છુટકારો અપાવશે RBIની ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી?

Money9: કાર્તિક એ દિવસને નથી ભૂલી શકતો જ્યારે એક પર્સનલ લોનને ચૂકવવા માટે લોન આપનારી કંપનીએ તેની બહેનને ફોન કર્યો હતો.

અચાનક પૈસાની જરૂરિયાત ઉભી થઈ અને એક ડિજિટલ લોન એપ વિશે ખબર પડી જે કોઈપણ પેપરવર્ક વગર ઈન્સ્ટન્ટ લોન આપતી હતી. પરંતુ આ ક્વિક લોન કાર્તિકના ગળાનો ફાંસો બની ગઈ.

પૈસાની તંગી ચાલતી હતી અને કાર્તિકથી 2 મહિનાની EMI મિસ થઇ ગઇ. પછી શું, લોન એપવાળા લોકો આખો દિવસ ડઝનેક કોલ કરવા લાગ્યા. ડરાવવા-ધમકાવવા લાગ્યા. વાત ત્યારે વધી ગઇ જ્યારે તેની નાની બહેનને ફોન કરવામાં આવ્યો.

કાર્તિકે ગમેતેમ કરીને મિત્રો પાસેથી ઉધાર લઈને લોનની ચુકવણી કરી અને વસૂલાત કરનારાઓથી છુટકારો મેળવ્યો.

કાર્તિક નસીબદાર હતો કે તે આ લોનની ટ્રેપમાંથી બહાર નીકળી ગયો, પરંતુ ઘણાબધા લોકો આ લોન એપ્સની જાળમાં ફસાઈ જાય છે અને તેમના દબાણમાં એક્સટ્રીમ પગલું ભરી બેસે છે.

દેશમાં ગેરકાયદે લોન આપતી illegal એપ ઝડપથી વધી રહી છે. જેના કારણે સાયબર ફ્રોડના કેસોમાં પણ વધારો થયો છે.

આ એપ્સ સાયબર ઠગો તમારો ડેટા પણ વેચી રહી છે. લોકો સાયબર છેતરપિંડીનો શિકાર બનીને તેમની મહેનતની કમાણી ગણતરીની મિનિટોમાં ગુમાવી બેસે છે.

આ એપ્સ નકલી દાવાઓ અને વચનોથી લોકોને લલચાવે છે. બાદમાં મોંઘા વ્યાજદર વસૂલે છે. લોન લેતી વખતે લોકોના ફોનની ફોટો ગેલેરી અને કોન્ટેક્ટ લિસ્ટનો એક્સેસ લઇ લેવામાં આવે છે.

જો લોન સમયસર ચૂકવવામાં ન આવે તો આ એપ્સ ધમકીભર્યા મેસેજ, કોલ, ઈમેલ મોકલે છે.

લોકોના ફોટા સાથે છેડછાડ કરી, કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકો સાથે તેને શેર કરવાની ધમકીઓ આપવામાં આવે છે. આ રીતે લોકોને હેરાન કરવામાં આવે છે.

RBI સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.

રિઝર્વ બેંકે પોતાની વેબસાઈટ પર આવી લોન આપતી કંપનીઓની યાદી શેર કરી છે.

ગૂગલ પ્લે સ્ટોરે પણ કડકાઇ કરીને આવી ઘણી એપ્સને હટાવી દીધી છે. પરંતુ એક એપ પર પ્રતિબંધ મૂકતાની સાથે જ આ પ્રકારની વધુ ત્રણ એપ આવી જાય છે.

એટલા માટે RBI હવે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી અથવા DIGITA બનાવવા જઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત એજન્સી ડિજિટલ લોન આપતી એપ્સને વેરિફાઈ કરશે અને વેરિફાઈડ એપ્સનું પબ્લિક રજિસ્ટર બનાવશે. જે એપ્સમાં D-I-G-I-T-A વેરિફિકેશન માર્ક નથી તેને અન-ઓથોરાઇઝ્ડ ગણવામાં આવશે. આનાથી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી રોકવામાં મદદ મળશે.

રિપોર્ટ્સ અનુસાર, DIGITA આ લોન લેન્ડિંગ એપ્સની તપાસ પણ કરશે.

વેરિફિકેશનની પ્રક્રિયા ડિજિટલ સેક્ટરમાં વધુ ટ્રાન્સપરન્સી અને જવાબદારી લાવશે અને ઓનલાઈન પેમેન્ટ સિક્યોર થશે.

એકવાર એજન્સીએ કામ કરવાનું શરૂ કરી દીધું તો આ પ્રકારના સાયબર ફ્રોડ અને ખોટી પ્રેક્ટિસ પર પ્રતિબંધ લાગી શકે છે.

Published: April 16, 2024, 19:31 IST