લાંબા વીકેન્ડની આશા પર પાણી ફર્યુંઃ રવિવારે 31 માર્ચે પણ બેન્ક અને આવકવેરા વિભાગની ઑફિસો ખુલ્લી રહેશે

RBIએ બેન્કોને ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રણ દિવસ બ્રાન્ચો ખુલ્લી રાખવાની સૂચના આપી છે. આવકવેરા વિભાગે પણ જણાવ્યું છે કે, 31 માર્ચ રવિવારના રોજ તેની ઑફિસો ચાલુ રહેશે અને 29થી 31 માર્ચ સુધીના ત્રણેય દિવસ કામકાજ ચાલુ રહેશે.

RBI, RBI agency banks, SBI, utility news, utility news today, utility news in Gujarati, Bank Holidays, Bank Holidays March, Bank Holidays 2024, Bank Holidays march 2024, Bank Holidays list, Income tax department, agency banks, Axis Bank, City Union Bank, DCB Bank, Federal Bank, HDFC Bank, ICICI Bank, Bank of Baroda, Bank of India, Bank of Maharashtra, Canara Bank, Central Bank of India, Indian Bank, Indian Overseas Bank, Good Friday, Long Weekend, Holiday, Banks, Income Tax, Offices, weekend, Banking news in Gujarati, RBI news in Gujarati

Money9 Gujarati:

All agency banks to remain open on March 31: જો તમારે બેન્ક સંબંધિત કોઈ કામકાજ હોય તો, તમે 30 અને 31 માર્ચના રોજ, એટલે કે શનિવારે અને રવિવારે પણ પતાવી શકશો. RBIએ તમામ એજન્સી બેંકોને 31 માર્ચ, 2024 રવિવારના રોજ પણ સામાન્ય લોકો માટે બેન્ક બ્રાન્ચ ખુલ્લી રાખવાની સૂચના આપી છે. સરકારી રસીદો અને ચુકવણીઓ સંબંધિત કામકાજ કરતી તમામ બેંક બ્રાન્ચને 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ આર્થિક લેવડદેવડ માટે કામકાજ ચાલુ રાખવાનો અને બ્રાન્ચ ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી નાણાકીય વર્ષ 2023માં રસીદો અને ચૂકવણીઓ સંબંધિત તમામ સરકારી વ્યવહારોનો હિસાબ કરી શકાય.

લાંબા વીકેન્ડની આશા પર ફર્યું પાણી

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચના છેલ્લા ત્રણ દિવસ રજાઓ રહેવાની આશા હતી. 29 માર્ચે ગુડ ફ્રાઈડે હોવાથી રજા હતી. 30 માર્ચે શનિવાર હતો અને 31 માર્ચ રવિવાર હતો. આથી, માર્ચ મહિનાના છેલ્લા ત્રણ દિવસને લાંબા વીકએન્ડ તરીકે જોવામાં આવતો હતો અને ઘણા લોકોએ આ વીકેન્ડનો લાભ લઈને હરવાફરવાનું આયોજન પણ કર્યું હતું. પરંતુ RBIએ 20 માર્ચે મોડી સાંજે એક નિવેદન જાહેર કર્યા બાદ, હવે આ 3 દિવસ આવકવેરા વિભાગ અને એજન્સી બેંકો ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાના કારણે ખુલ્લી રહેશે.

સરકારે એક પરિપત્ર જારી કરીને કહ્યું છે કે તેણે એજન્સી બેંકોને સલાહ આપી છે કે તેઓને 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ સરકારી વ્યવસાય સાથે સંબંધિત તેમની તમામ શાખાઓ ખુલ્લી રાખવા જણાવ્યું છે. બેંકો આ દિવસે રસીદ અને ચૂકવણી સંબંધિત તમામ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી શકશે.

આવકવેરા વિભાગની ઑફિસો પણ ચાલુ રહેશે

આવકવેરા વિભાગે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, તમામ આવકવેરા કચેરીઓ નાણાકીય વર્ષના છેલ્લા 3 દિવસ સુધી ખુલ્લી રહેશે. આ સાથે, આવકવેરા વિભાગે એ પણ માહિતી આપી છે કે આવકવેરા વિભાગની ઓફિસો 29 માર્ચ, 30 માર્ચ અને 31 માર્ચે ખુલ્લી રહેશે. સામાન્ય રીતે, દર વર્ષે આવકવેરા વિભાગ છેલ્લા ત્રણ દિવસ રજાઓ હોવા છતાં તમામ IT કચેરીઓ ખુલ્લી રાખે છે કારણ કે તે TDS કપાત માટેની મહત્વપૂર્ણ તારીખ છે.

કઈ-કઈ બેન્કો છે એજન્સી બેન્ક?

એજન્સી બેન્કોની વાત કરીએ તો, પબ્લિક સેક્ટરની બેન્કોમાં સામેલ RBIની એજન્સી બેન્કોમાં બેન્ક ઑફ બરોડા, બેન્ક ઑફ ઈન્ડિયા, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક વગેરેનો સમાવેશ થાય છે. RBIની એજન્સી બેન્કોમાં સામેલ ખાનગી સેક્ટરની બેન્કોમાં એક્સિસ બેન્ક, સિટી યુનિયન બેન્ક, DCB બેન્ક, ફેડરલ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક વગેરેનો સમાવેશ થાય છે.

 

 

 

 

Published: March 20, 2024, 21:42 IST