digital savings account કેવી રીતે કામ કરે છે? શું છે ફાયદા?

digital savings account હકીકતમાં એક ઓનલાઇન સેવિંગ એકાઉન્ટ છે. જેને બેંકની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા ખોલી અને મેનેજ કરી શકાય છે. તમે તમારા સ્માર્ટફોન કે લેપટોપથી ઇન્સ્ટન્ટલી આ એકાઉન્ટ ઓપન કરી શકો છો.

digital savings account કેવી રીતે કામ કરે છે? શું છે ફાયદા?

Money9: પ્રગતિને નવું સેવિંગ્સ એકાઉન્ટ ખોલવું હતું. દરેક અઠવાડિયે વિચારતી હતી કે નોકરીમાં રજા હશે ત્યારે બેંક જઇશ. પરંતુ આળસના કારણે દર વખતે પછીના સપ્તાહ માટે પોતાનો નિર્ણય ટાળી દેતી હતી. આ રીતે તે તેના દોસ્ત મોહનને પોતાના આળસની સ્ટોરી કહી રહી હતી. તો મોહને જણાવ્યું કે સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા માટે બેંક જવાની જરૂર નથી. તે ઘરે બેઠા ઓનલાઇન સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકે છે. આ સાંભળીને પ્રગતિ ખુશ થઇ. બીજા દિવસે દોસ્તની મદદથી એક ઓનલાઇન સેવિંગ્સ એકાઉન્ટ ખોલી નાંખ્યું. જેને ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ કહે છે.

આ વીડિયોમાં આજે આપણે આજ digital savings accountની વાત કરીશું. સમજીશું કે તે કેવી રીતે કામ કરે છે અને તેનાથી તમને શું ફાયદો થઇ શકે છે? ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ હકીકતમાં એક ઓનલાઇન સેવિંગ એકાઉન્ટ છે. જેને બેંકની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા ખોલી અને મેનેજ કરી શકાય છે. તમે તમારા સ્માર્ટફોન કે લેપટોપથી ઇન્સ્ટન્ટલી આ એકાઉન્ટ ઓપન કરી શકો છો. આ એક પ્રકારનું ફાઇનાન્સિયલ એકાઉન્ટ છે. જેમાં લોકો પોતાની સેવિંગ્સને જમા કરે છે. અને પોતાના બેલેન્સ પર ઇન્સ્ટન્ટ કમાણી પર કરી શકે છે.

આ પ્રકારના એકાઉન્ટને ખોલવા માટે તમારે બેંકની બ્રાન્ચમાં જવાની જરૂરિયાત નથી હોતી. બેંક જઇને ત્રણ-ચાર પાનાનું ફોર્મ ભરવાની જરૂરિયાત નથી હોતી. બેંક, ફિનટેક કંપનીઓ વગેરે આ પ્રકારના એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. આ એકાઉન્ટ ખોલવા માટે તમારે વીડિયો KYC કરાવવા અને પોતાની આધાર ડિટેલ્સ આપવાની જરૂરિયાત પડે છે. ઘણી બધી બેંક ઝીરો બેલેન્સ પર ઓનલાઇન સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે.

ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટના ફાયદા ગણાવીએ તો પહેલો ફાયદો એ જ કે તમારે બેંકની બ્રાન્ચ જવાની જરૂરિયાત નથી પડતી. એક ફાયદો એ પણ છે કે આની સાથે વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મળે છે. જેના માટે તમારે કોઇ ચાર્જ નથી ચૂકવવો પડતો. વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મોબાઇલ બેંકિંગ એપથી એક્સેસ કરી શકાય છે. આ નોર્મલ ફિઝિકલ ડેબિટ કાર્ડનું ઓનલાઇન વર્ઝન છે. તમે તેનો ઉપયોગ કરીને ઓનલાઇન શોપિંગ કરી શકો છો. તમારા બિલ વગેરેની ચુકવણી પણ કરી શકો છો. એટલે કે તમારે ક્યાંય કોઇ પ્લાસ્ટિક કાર્ડ લઇ જવા કે તેને સંભાળીને રાખવા જેવી જરૂરિયાત પણ નથી હોતી. જો કે તમે ઇચ્છો તો ફિઝિકલ ડેબિટ કાર્ડ પણ લઇ શકો છો.

આના માટે તમારે મોબાઇલ એપ પર, નેટબેંકિંગ દ્વારા કે કસ્ટમર કેર નંબર પર કોલ કરીને રિકવેસ્ટ કરવી પડશે. પરંતુ ફિઝિકલ કાર્ડ માટે ફરી issuance fee અને annual fee ચૂકવવી પડશે.

એક મોટો ફાયદો એ છે કે NEFT, IMPS અને RTGS જેવા બધા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે તમે કોઇ ફીની ચિંતા કર્યા વગર જેટલું ઇચ્છો, એટલું પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત, ફ્રી મેઇલ અને SMS એલર્ટ જેવી સુવિધા પણ મળે છે. તમે રિકરિંગ પેમેન્ટ જેમ કે કોઇ EMIના પૈસા, SIPના પૈસા પણ શેડ્યુઅલ કરી શકો છો. ખર્ચ કરવા પર રિવોર્ડ અને કેશબેક પણ મળે છે.

તો આ રીતે ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રેડિશનલ સેવિંગ્સ એકાઉન્ટવાળા ફાયદા તો મળે જ છે. સાથે જ એડિશનલ બેનિફિટ પણ મળે છે. તમે સરળતાથી સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા ઇચ્છો તો તરત એ સ્ટેપ્સ ફોલો કરી શકો છો જે અમે તમને બતાવ્યા છે.

 

Published: March 20, 2024, 17:40 IST