શું ગ્રીન અને નોર્મલ FDના ઇન્ટરેસ્ટ રેટમાં કોઇ તફાવત છે?

ગ્રીન ફિક્સ્ડ FDટમાં, નોર્મલ બેંક એફડીની જેમ, ગ્રાહકોને નિશ્ચિત સમયગાળા માટે ગેરંટેડ રિટર્ન મળે છે. તફાવત માત્ર ફન્ડ એલોકેશનમાં છે. ગ્રીન એફડી સ્કીમમાંથી બેંકો જે નાણાં એકત્ર કરે છે તેનો ઉપયોગ ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે

શું ગ્રીન અને નોર્મલ FDના ઇન્ટરેસ્ટ રેટમાં કોઇ તફાવત છે?

Money9: સુરક્ષિત રોકાણનો ઉલ્લેખ થતાં જ, દરેકના મનમાં પહેલો વિચાર ફિક્સ્ડ ડિપોઝિટનો જ આવે છે…FDમાં ફિક્સ ટાઇમ જેમ કે 1, 2 અથવા 5 વર્ષ માટે પૈસા લગાવવા પર ગેરંટેડ રિટર્ન મળે છે.

FD વિશે લગભગ દરેક વ્યક્તિને ખબર હોય છે…પરંતુ શું તમે ગ્રીન ટર્મ ડિપોઝિટ અથવા ગ્રીન FD વિશે સાંભળ્યું છે…તે શું છે…કેવી રીતે રેગ્યુલર FDથી અલગ છે…શું ગ્રીન અને નોર્મલ FDના ઇન્ટરેસ્ટ રેટમાં કોઇ તફાવત છે? આવો આજે આના વિશે જ જાણીએ…

ગ્રીન એફડીને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ફિક્સ્ડ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે…આ સ્કીમમાંથી એકત્રિત કરાયેલા પૈસાને પર્યાવરણને ફાયદો પહોંચાડનારા પ્રોજેક્ટ્સમાં લગાવવામાં આવે છે…જેમ કે સોલાર પાવર, વિન્ડ ફાર્મ્સ, વેસ્ટ મેનેજમેન્ટ અને એનર્જી-એફિશિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ…

હવે સમજીએ કે ગ્રીન એફડી રેગ્યુલર એફડીથી કેવી રીતે અલગ છે? ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટમાં, નોર્મલ બેંક એફડીની જેમ, ગ્રાહકોને નિશ્ચિત સમયગાળા માટે ગેરંટેડ રિટર્ન મળે છે. તફાવત માત્ર ફન્ડ એલોકેશનમાં છે. ગ્રીન એફડી સ્કીમમાંથી બેંકો જે નાણાં એકત્ર કરે છે તેનો ઉપયોગ ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે…જ્યારે નોર્મલ ડિપોઝિટમાંથી આવેલા પૈસાને કોઈ ચોક્કસ પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં નથી આવતા ..આ પૈસા કોમન પૂલમાં જાય છે. જેનો ઉપયોગ બિઝનેસ, હોમ, ઓટો, પર્સનલ લોન જેવા ઘણા કામોમાં થાય છે.

અન્ય બાબતોમાં, બંને એફડી લગભગ સમાન છે…મેચ્યોરિટી પર પૈસા ઉપાડવા કે રિન્યુઅલ જેવા ઓપ્શન્સ બંનેમાં છે..ગ્રીન એફડીમાં પણ ઓવરડ્રાફ્ટની સુવિધા છે. વ્યાજની ચુકવણી માસિક, ત્રિમાસિક, વાર્ષિક અથવા મેચ્યોરિટી..કોઇપણ રીતે લઈ શકાય છે. .

ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટને જનરલ પબ્લિક, રેસિડન્ટ ઇન્ડિયન, સીનિયર સિટિજન્સ, નોન ઇન્ડિવિઝ્યુઅલ, નોન રેસિડેન્ટ ઇ્ન્ડિયન એટલે કે NRI અને હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ એટલે કે HNI ખોલાવી શકે છે.

હવે જાણીએ કે રેગ્યુલર અને ગ્રીન એફડીના વ્યાજ દરો વચ્ચે શું તફાવત છે… ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરો રેગ્યુલર એફડી કરતા વધારે કે ઓછા હોઈ શકે છે..કારણ કે તે બેંકો દ્વારા નક્કી કરવામાં આવેલી પોલિસી પર આધાર રાખે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસબીઆઈ, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સહિત કેટલીક બેંક ગ્રીન એફડી ઓફર કરે છે…વ્યાજ દરોમાં કેટલો તફાવત છે તેને સમજવા માટે…ગ્રીન એફડી અને રેગ્યુલર એફડીના વ્યાજ દરો પર નજર નાંખીએ.

SBI સામાન્ય લોકોને 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની રેગ્યુલર FD પર 3 થી 7 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે…તો 400 દિવસની સ્પેશિયલ ડિપોઝીટ પર 7.10 ટકાનો વ્યાજ દર છે. જો આપણે ગ્રીન ડિપોઝિટની વાત કરીએ, તો 1,111 અને 1,777 દિવસની FD પર વ્યાજ 6.65 ટકા જ્યારે 2,222 દિવસની ગ્રીન FD પર તે 6.40 ટકાનું વ્યાજ છે.

વ્યાજ દરોને વધુ ઊંડાણપૂર્વક તપાસીએ… 1,111 દિવસની ગ્રીન એફડી… જો તમે તેને વર્ષોમાં કન્વર્ટ કરો, તો 3 વર્ષથી ઉપરની ગ્રીન એફડી પર 6.65 ટકા વ્યાજ છે… જ્યારે 3 વર્ષથી લઇને 5 વર્ષથી ઓછી નોર્મલ એફડી પર 6.50 ટકાનું વ્યાજ છે…અહીં ગ્રીન FD પરનું વ્યાજ વધારે છે…જ્યારે 2,222 દિવસ એટલે કે 6 વર્ષથી વધુની ગ્રીન FD પર વ્યાજ 6.40 ટકા છે જ્યારે નોર્મલ FDની વાત કરીએ તો 5 વર્ષ થી 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકાનો વ્યાજ દર છે… આમાં, નોર્મલ FD બાજી મારી જાય છે.

જો આપણે બેન્ક ઓફ બરોડાની ગ્રીન ડિપોઝીટ પરના વ્યાજ દરો પર નજર કરીએ તો એક વર્ષ અને દોઢ વર્ષની ગ્રીન એફડી પર 6.75 ટકા, 777 દિવસ એટલે કે બે વર્ષથી વધુની એફડી પર 7.15 ટકા અને 1,111 દિવસ, 1,717 દિવસ તેમજ 2,201 દિવસ…આને વર્ષમાં કન્વર્ટ કરીએ તો 6 વર્ષથી ઉપરની FD પર 6.40 ટકાનો વ્યાજ દર છે.

BoBની રેગ્યુલર FD વાત કરીએ તો, અહીં 1 થી 2 વર્ષની FD પર વ્યાજ 6.85 ટકા જ્યારે 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી FD પર 7.25 ટકા વ્યાજ છે…જ્યારે 3 વર્ષથી વધુની અને 10 વર્ષ સુધીની એફડી પર 6.50 ટકા વ્યાજ છે.

તમે અલગ અલગ બેંકની ગ્રીન અને રેગ્યુલર એફડીના વ્યાજમાં કેટલો તફાવત આવી રહ્યો છે તેને બેંકની વેબસાઈટ પર જઈને પણ ચેક કરી શકો છો. તમારા ટેન્યોર અનુસાર, ગ્રીન એફડી અને નોર્મલ એફડીમાં જ્યાં વધુ વ્યાજ મળી રહ્યું છે તેને પસંદ કરી શકો છો.હાલમાં, બેંકો ટૂંકાથી મધ્યમ ગાળાની એટલે કે 1 થી 3 વર્ષની રેગ્યુલર FD પર વધુ વ્યાજ આપી રહી છે…વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકો કરતા 0.50 ટકા વધુ વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં, ઓછા રિસ્કની સાથે ટૂંકાગાળામાં સારા રિટર્નની માટે તમે FD પસંદ કરી શકો છો.

Published: April 3, 2024, 18:11 IST