MONEY9 GUJARATI: નવું વર્ષ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) એટલે કે FDમાંથી કમાણીનું વર્ષ સાબિત થઈ શકે છે… રિઝર્વ બેન્કે (Reserve Bank) સતત પાંચમી વખત રેપો રેટ (Repo rate) 6.5 ટકા યથાવત રાખ્યો છે… આમ છતાં, FDના વ્યાજ દરોમાં (FD Interest Rates) વધારો થઈ રહ્યો છે… SBI સહિત 7 બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે… FDના વ્યાજ દરો 8-9 ટકા પર પહોંચી ગયા છે… ચાલો જાણીએ કે કઈ બેંકોએ (Bank) વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો છે…
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કરીને નવા વર્ષ પર મોટી ભેટ આપી છે… બેંકે અલગ અલગ ટેન્યોરની FD પરના વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.5 ટકા સુધીનો વધારો કર્યો છે… બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 3.50 ટકાથી લઈને 7 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે… નવા દરો 2 કરોડ રુપિયાથી ઓછીની FD માટે છે… આ સાથે, બેંકે તેની સ્પેશ્યલ અમૃત કળશ FD સ્કીમની લાસ્ટ ડેટ લંબાવીને 31 માર્ચ, 2024 કરી દીધી છે… 400 દિવસની આ FDમાં, સામાન્ય નાગરિકો માટે 7.10 ટકા અને સીનિયર સિટીઝન માટે 7.60 ટકા વ્યાજ છે…
બેંક ઓફ બરોડાએ ટૂંકા ગાળાની ટર્મ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજમાં 1.25 ટકા સુધીનો વધારો કર્યો છે… જેનાથી 7 થી 14 દિવસની FD પરનું વ્યાજ 3થી વધીને 4.25 ટકા થઈ ગયું છે… 15 થી 45 દિવસની FD પર વ્યાજ 1 ટકા વધીને 4.5 ટકા થઈ ગયું છે… બેંક જુદા- જુદા ટેન્યોરની FD પર 4.25 થી 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે…
એક્સિસ બેંકે 2 કરોડ રુપિયાથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે… નવા દરો 26 ડિસેમ્બર, 2023થી લાગુ થયા છે… તાજેતરના ફેરફાર પછી, બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3 ટકાથી 7.10 ટકા વ્યાજ આપી રહી છે..
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ અલગ-અલગ ટેન્યોરની FD પરના વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પગલા સાથે, 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પરના વ્યાજ દર 3 ટકાથી 7.25 ટકાની વચ્ચે છે. 399 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ 7.25 ટકા છે… સીનિયર સિટીઝનને નૉર્મલ રેટ કરતાં 0.50 ટકા વધુ વ્યાજ મળી રહ્યું છે જ્યારે સુપર સીનિયર સિટીઝનને નૉર્મલથી 0.75 ટકા વધુ વ્યાજ મળી રહ્યું છે…
ખાનગી ક્ષેત્રની DCB બેંકે તાજેતરમાં FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે, જેના પછી… સામાન્ય ગ્રાહકોને સાત દિવસથી 10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.75 ટકાથી 8 ટકા વ્યાજ,, જ્યારે સીનિયર સિટીઝનને 4.25 ટકાથી 8.60 ટકા રિટર્ન મળી રહ્યું છે….
ફેડરલ બેંકે 5 ડિસેમ્બર, 2023થી વ્યાજ દરમાં વધારો કર્યો છે… બેંક સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી લઈને 5 વર્ષથી વધુની FD પર 3 ટકાથી 7.50 ટકા વચ્ચે વ્યાજ આપી રહી છે… 500 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 7.50 ટકા વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને 8 ટકા વ્યાજ મળે છે.
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે 22 ડિસેમ્બરથી દરોમાં ફેરફાર કર્યો છે. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર 4 થી 8.65 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. સામાન્ય ગ્રાહકને 2 વર્ષ 2 દિવસની FD પર 8.65 ટકા,,જ્યારે સીનિયર સિટીઝનને 2 વર્ષથી વધુ અને 3 વર્ષ સુધીની FD પર 9.10 ટકા વ્યાજ મળે છે.
રિઝર્વ બેંકનો એક રિપોર્ટ દર્શાવે છે કે ટર્મ ડિપોઝિટ એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટના દર છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે… RBIના ડેટા અનુસાર, એક વર્ષથી વધુ ટેન્યોરની ટર્મ ડિપોઝિટના દર 6 ઓક્ટોબર 2023ના રોજ 6થી 7.25 ટકાની રેન્જમાં રહી… 7 ઓક્ટોબર, 2022ના રોજ, આ આંકડો 5.45 થી 6.10 ટકા હતો.. એક વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં 0.55 થી 1.15 ટકાનો વધારો થયો છે..
મોટાભાગની બેંકો 1 થી 3 વર્ષ વચ્ચેની FD પર ઉંચુ વ્યાજ ઓફર કરે છે…જો 1 થી 3 વર્ષનો કાર્યકાળ તમારા ઈન્વેસ્ટમેન્ટ પીરિયડ સાથે મેચ કરતો હોય તો તમારા માટે મીડિયમ ટર્મની FD વધુ સારી રહેશે..જો તમારી પાસે લાંબી મુદતની FD છે, જેના પર વ્યાજ દર ઓછો છે, તો તમે તેને તોડીને મીડિયમ ટર્મની FD કરી શકો છો. જો કે, FD તોડતા પહેલા પેનલ્ટી ખાસ તપાસી લેજો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો