Gautam Adani, mukesh ambani, RIL, PHONE PAY, UPI, IOC, ICICI Securities, Paytmના સમાચારો

આજના એપિસોડમાં આપણે વાત કરીશું Gautam Adani, mukesh ambani, RIL, PHONE PAY, UPI, IOC, ICICI Securities, Paytm અંગે.

Gautam Adani, mukesh ambani, RIL, PHONE PAY, UPI, IOC, ICICI Securities, Paytmના સમાચારો

Money9: ભારતના બીજા સૌથી અમીર શખ્સ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ગુરુવારે મોટો ઉછાળો આવ્યો..બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ 1 જ દિવસમાં 1.80 બિલિયન ડોલર એટલે કે અંદાજે 15,000 કરોડ રૂપિયા વધી ગઇ છે. જેના પગલે ગૌતમ અદાણીની નેટવર્થ વધીને 99 અબજ ડોલર પર પહોંચી ગઇ છે. હવે અદાણી દુનિયાના 14માં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં કુલ 14.7 અબજ ડોલરનો વધારો થયો છે. દુનિયાના સૌથી અમીર લોકોના લિસ્ટમાં 13મા નંબરે માઇકલ ડેલ છે. બીજી તરફ મુકેશ અંબાણીની નેટવર્થ 402 મિલિયન ડોલર ઘટીને 113 અબજ ડોલર પર આવી ગઇ છે.

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને હરીફ બિઝનેસમેન છે અને તેમણે પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, બંને ગુજરાતી બિઝનેસમેન છે અને ભારતનાં ટોચના અબજોપતિ પણ છે. બંને વચ્ચે પહેલીવાર ભાગીદારી થઈ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીનો કેપ્ટિવ ઉપયોગ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ દ્વારા અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Mahan Energen Ltdના 5 કરોડ ઇક્વિટી શેર ખરીદવામાં આવશે, જેની ફેસ વેલ્યુ રૂ. 10 છે અને 500 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાનો કેપ્ટિવ ઉપયોગ કરશે, એમ બંને કંપનીઓએ જણાવ્યું હતું.

સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEની યાત્રા પર જતા ફોન-પે યૂઝર્સ હવે મશરેકના નિયો-પે ટર્મિનલ પર UPIનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપનીએ ગુરુવારે આ માહિતી આપી. ફોન પેએ કહ્યું કે ટ્રાન્ઝેક્શન્સનને યુપીઆઇ દ્વારા સરળ બનાવાશે. ખાતામાંથી કપાત ભારતીય રૂપિયામાં થશે. જે કરન્સી એક્સચેન્જ રેટ આધારીત હશે. નિયો-પે ટર્મિનલ રિટેલ દુકાનો, રેસ્ટોરન્ટની સાથે-સાથે પર્યટન સ્થળો અને રજાઓ પસાર કરવાના સ્થળોએ ઉપલબ્ધ છે. ફોન પેએ વધુમાં કહ્યું કે ડિજિટલ પેમેન્ટ યાત્રીઓની સુવિધામાં વધારો કરે છે.

ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં તેમને તેમની કાર ચાર્જ કરવાની ચિંતા નહીં રહે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે આઇઓસી દેશભરના 1400 પેટ્રોલ પંપ પર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે. આઈઓસીએ આ ચાર્જિંગ સ્ટેશન ઈન્સ્ટોલ કરવા માટે મેન્યુફેક્ચરિંગ કંપની જેટવર્કને કોન્ટ્રાક્ટ આપ્યો છે. મહત્વનું છે કે IOC એ 6,000 ચાર્જર માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ બિડમાં દેશભરમાંથી 40 ઈલેક્ટ્રિક વ્હીકલ સપ્લાયરોએ ભાગ લીધો હતો. જેટવર્કે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ફાસ્ટ-ચાર્જિંગ ચાર્જર ઇન્સ્ટોલ કરવા માટે સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા IOC પાસેથી ઓર્ડર જીત્યો છે.

દેશના સૌથી મોટા બિઝનેસ જૂથોમાંના એક ICICI ગ્રૂપની કંપની ICICI સિક્યોરિટીઝને શેરધારકો પાસેથી શેરને એક્સચેન્જોમાંથી ડિલિસ્ટ કરવાની પરવાનગી મળી ગઇ છે. કંપનીના લગભગ 72 ટકા શેરધારકોએ શેરબજારમાંથી ICICI સિક્યોરિટીઝના ડિલિસ્ટિંગને સમર્થન આપ્યું છે. જો કે, દરખાસ્તનો વિરોધ કરનારા મોટાભાગે રિટેલ રોકાણકારો હતા. ICICI સિક્યોરિટીઝ દ્વારા શેરના ડિલિસ્ટિંગ અંગે એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે 83.8 ટકા સંસ્થાકીય રોકાણકારોએ કંપનીને શેરબજારમાંથી હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. તો 67.8 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારોએ આ દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ કંપનીને હવે ગ્રૂપની પેરેન્ટ કંપની ICICI બેન્કમાં મર્જ કરવામાં આવશે. ICICI બેંક સાથેના મર્જરના પગલે ICICI સિક્યોરિટીઝના દરેક 100 શેર માટે, ICICI બેંકના 67 શેર ઇશ્યૂ કરવામાં આવશે.

Paytm ની પેરન્ટ કંપની ‘One 97 Communications Limited’ એ તમામ મીડિયા રિપોર્ટ્સને નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંપની વિવિધ બિઝનેસ સેક્શનમાંથી લગભગ 20 થી 25 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે રિસ્ટ્રક્ચરિંગ અને પરફોર્મન્સ આધારિત એડજસ્ટમેન્ટને ખોટી રીતે છટણી તરીકે ગણવામાં આવી છે. Paytmએ કહ્યું કે તે તેના વર્કફોર્સની સ્ટેબિલિટી સાથે સમજુતી કર્યા વગર ગ્રોથ અને ઓપરેશન એફિશિયન્સી માટે ડિવોટેડ છે. લગભગ એક અઠવાડિયા પહેલા, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે Paytm એન્યુઅલ પર્ફોર્મન્સ રિવ્યૂ હેઠળ અલગ-અલગ ડિપાર્ટમેન્ટ્સમાં છટણી કરવાની છે. આ ઉપરાંત Paytm એઆઈ સંચાલિત ઓટોમેશન એક્સરસાઇઝ પણ કરી રહી છે. જેના કારણે પણ નોકરીઓ જશે..પરંતુ આનું ખંડન કરવામાં આવ્યું છે.

Published: March 29, 2024, 17:20 IST