Adani Green Energy, NCDRC, maggi noodles, Zomato, GST, Byjus, ZERODHA, nitin kamath ના સમાચારો

આજના એપિસોડમાં આપણે વાત કરીશું Adani Green Energy, NCDRC, maggi noodles, Zomato, GST, Byjus, ZERODHA, nitin kamath અંગે.

Adani Green Energy, NCDRC, maggi noodles, Zomato, GST, Byjus, ZERODHA, nitin kamath ના સમાચારો

Money9: Adani Green Energy લિમિટેડ એટલે કે AGELએ ગુજરાતના વિશાલ ખાવડા સોલાર પાર્કમાં 2,000 મેગાવોટની સોલાર પાવર ક્ષમતા સ્થાપિત કરી છે, જેની સાથે 10,000 મેગાવોટથી વધુ રિન્યુએબલ ક્ષમતાવાલી ભારતની પહેલી કંપની બની ગઇ છે. કંપનીએ કહ્યું કે હવે તેની પાસે 10,934 મેગાવોટની ઓપરેશનલ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા છે. જે ભારતમાં સૌથી વધુ છે. 2023-24 માં 2,848 મેગાવોટ ક્ષમતાને સ્થાપિત કરવામાં આવી હતી. AGELના રિન્યૂએબલ પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ અને 1,401 મેગાવોટ પવન અને 2,140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતા સામેલ છે. કંપની 2030 સુધી 45 ગીગાવોટ રિન્યૂએબલ ક્ષમતા સ્થાપિત કરવા માંગે છે.

મેગી નૂડલ્સની ઓનર કંપની નેસ્લેની એક પ્રકારે જીત થઇ છે. ગ્રાહક ફરિયાદ નિવારણ સંસ્થા NCDRCએ મેગી કેસમાં નેસ્લે પાસેથી 640 કરોડ રૂપિયાનો દંડ માંગતી સરકારની અરજી ફગાવી દીધી છે. સરકારે 20215માં NCDRC સમક્ષ આરોપ લગાવ્યો હતો કે નેસ્લે જોખમકારક અને ખામીયુક્ત મેગી નૂડલ્સના ઉત્પાદન અને જાહેર વેચાણમાં સામેલ હતી. NCDRCએ ગ્રાહક બાબતોના મંત્રાલય તરફથી બે અરજીને ફગાવી દીધી, જેમાં 284.55 કરોડ રૂપિયા વળતર અને 355.41 કરોડ રૂપિયાના દંડની માંગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે 2015માં એફએસએસએઆઇએ મેગીમાં કથિત રીતે સ્વીકાર્ય માત્રાથી વધુ માત્રામાં સીસું હોવાનું કારણ રજૂ કરીને તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોને કર્ણાટક ટેક્સ વિભાગના અધિકારીઓ તરફથી ટેક્સ ડિમાન્ડ અને રૂ. 23.26 કરોડના દંડ ભરવા અંગે નોટિસ મળી છે. કંપનીએ રવિવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.જો કે, કંપનીએ કહ્યું કે તેનો કેસ યોગ્યતાના આધારે મજબૂત છે અને તે યોગ્ય સત્તાવાળાઓ સમક્ષ આ ઓર્ડર સામે અપીલ કરશે. Zomato એ એમ પણ કહ્યું કે તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટના વધુ પ્રોફિટ અને વ્યાજના દંડ માટે ડિમાંડ ઓર્ડર મળ્યો છે.

Byju’sના કર્મચારીઓએ માર્ચના પગાર માટે 8 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. કંપનીએ 1 એપ્રિલે પોતાના કર્મચારીઓને લખેલા પત્રમાં આ માહિતી આપી હતી. Byju’sમાં હાલમાં 15 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. તમામ કર્મચારીઓને આશા હતી કે સોમવારે તેમને પગાર મળી જશે, પરંતુ એવું ન થયું. કેશની તંગીનો સામનો કરી રહેલી Byju’s આ વર્ષે જાન્યુઆરીથી સમયસર પગાર ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહી છે. કંપનીએ જાન્યુઆરીનો પગાર ફેબ્રુઆરીમાં આપ્યો હતો. કંપનીએ તેના નાણાકીય સંકટ માટે વિદેશી રોકાણકારોને જવાબદાર ઠેરવ્યા છે.

બ્રોકરેજ ફર્મ ઝિરોધાના કો-ફાઉન્ડર અને સીઈઓ નીતિન કામથે વર્ક ફ્રોમ હોમ કલ્ચરને લઈને મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરતા તેમણે કહ્યું કે રિમોટ વર્ક એટલે કે ઘરેથી કામ કરવું દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. કેટલાક કર્મચારીઓ માટે આ વધુ સારું હોઈ શકે છે અને કેટલાક કર્મચારીઓ માટે તે સમસ્યા સાબિત થઈ શકે છે. નીતિન કામતે કહ્યું કે થોડા મહિના પહેલા તેમણે તેમના કર્મચારીઓમાં વધુ સારા સહયોગ અને ક્રિએટિવિટી માટે એક હાઇબ્રિડ મોડલ લાગુ કર્યું હતું. નીતિન માને છે કે આ એક સકારાત્મક પગલું સાબિત થયું છે. તમને જણાવી દઈએ કે હાઈબ્રિડ મોડલ હેઠળ કંપનીના કર્મચારીઓને ઓફિસ અને ઘર બંને જગ્યાએથી કામ કરવાની સુવિધા આપવામાં આવે છે.

Published: April 5, 2024, 17:56 IST