RIL, mukesh ambani, ICICI BANK, credit card, indigo, google, zomatoના સમાચારો

આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર. આજના એપિસોડમાં આપણે વાત કરીશું RIL, mukesh ambani, ICICI BANK, credit card, indigo, google, zomatoઅંગે.

RIL, mukesh ambani, ICICI BANK, credit card, indigo, google, zomatoના સમાચારો

Money9: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ‘ઈન્ડિયા ઇન્વોલ્વ્ડ રેન્કિંગ’ 2023માં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ઇન્ડેક્સ એ તપાસે છે કે ભારતીય કંપનીઓ કેવી રીતે વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છે. સામાજિક-આર્થિક મુદ્દાઓ પર વિચાર કરવા અને સમાવેશી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રીત કરનારી એક પ્રમુખ ભારતીય રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ સ્કોચે છ મહિનાના અભ્યાસ બાદ રેકિંગ અને સૂચકાંક તૈયાર કર્યો છે. આમાં 231 ઇન્ડિકેટર્સના આધારે ઘણી કંપનીઓનું વિશ્લેષણ કરીને ઇન્ડિયા ઇન્વોલ્વ્ડ રેંકિંગ પર ટોપ 20 કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં રિલાયન્સ બાદ હિન્દુસ્તાન યુનિલિવર અને અદાણી ગ્રુપનું સ્થાન છે. સ્કોચે જણાવ્યું કે જિયો પ્લેટફોર્મ્સે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કેટેગરીમાં ‘ઇન્ડિયા ઇન્વોલ્વ્ડ રેન્કિંગ’ માં ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ICICI બેંકે ગુરુવારે જણાવ્યું કે તાજેતરમાં જારી કરાયેલા લગભગ 17,000 ક્રેડિટ કાર્ડની વિગતો ખોટા યૂઝર્સ સાથે લિંક હોવાનું જાણવા મળતાં તમામ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રની બેંકે કહ્યું કે આ મામલામાં કોઈપણ કાર્ડના દુરુપયોગની કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ બેંકે કહ્યું કે ગ્રાહકને કોઈપણ જાતના નાણાકીય નુકસાન માટે તે વળતર આપવા તૈયાર છે. એક સૂત્રે જણાવ્યું કે બેંકના નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ નંબર ભૂલથી કેટલાક જૂના ગ્રાહકોના કાર્ડ સાથે લિંક થઈ ગયા છે. આ ખામીને કારણે બેંકની મોબાઇલ એપ પર કેટલાક જૂના ગ્રાહકોને નવા કાર્ડધારકોની સંપૂર્ણ વિગતો દેખાવા લાગી. ICICI બેન્કના પ્રવક્તાએ જણાવ્યું કે સમસ્યાથી પ્રભાવિત ક્રેડિટ કાર્ડ તેના કુલ કાર્ડ પોર્ટફોલિયોના માત્ર 0.1 ટકા છે.

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ 30 વાઈડ બોડી A350-900 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. કંપની પાસે આવા વધુ 70 એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ હશે. લગભગ 17 વર્ષથી સક્રિય ઇન્ડિગોમાં અત્યારે 350 પાતળા કહી શકાય તેવા નેરોબોડી એરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. જોકે, કંપનીએ દિલ્હી અને મુંબઈથી ઈસ્તાંબુલની ફ્લાઈટ માટે ટર્કિશ એરલાઈન્સ પાસેથી બે બોઈંગ 777 એરક્રાફ્ટ લીઝ પર લીધા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે 30 A350-900 એરક્રાફ્ટ ઓર્ડર કરીને તે વાઈડ બોડી એરક્રાફ્ટ ઓપરેટ કરતી કંપનીઓ સાથે જોડાશે. આ એરક્રાફ્ટમાં Rolls-Royceનું Trent XWB એન્જિન છે.જેનો સપ્લાય 2027 ની શરૂઆતથી થવાની અપેક્ષા છે. સ્થાનિક એરલાઇન માર્કેટમાં ઇન્ડિગોનો હિસ્સો 60 ટકાથી વધુ છે.

વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલે ઇઝરાયેલને ટેક્નોલોજી આપવાનો વિરોધ કરવા બદલ વધુ 20 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કર્મચારીઓના ગ્રુપે કહ્યું કે ગૂગલે આ મામલે અત્યાર સુધીમાં 50થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. તે ‘પ્રોજેક્ટ નિમ્બસ’ પર કેન્દ્રિત Googleમાં આંતરિક ઉથલપાથલનો નવીનતમ સંકેત છે. ઇઝરાયેલની સરકારને ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વિસિઝ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ગૂગલ અને એમેઝોન માટે આ પ્રોજેક્ટ પર 2021માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં ગૂગલની ઓફિસના કર્મચારીઓએ ગયા અઠવાડિયે દેખાવો કર્યા હતા. આ પછી કંપનીએ પોલીસને બોલાવીને દેખાવકારોની ધરપકડ કરાવી હતી.

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોને જીએસટી ઓથોરિટી તરફથી રૂ. 11.82 કરોડની ટેક્સ ડિમાન્ડ અને પેનલ્ટી ચૂકવવાનો આદેશ મળ્યો છે. આ GST નોટિસ જુલાઈ 2017 અને માર્ચ 2021 વચ્ચે ભારતની બહાર સ્થિત તેની પેટાકંપનીઓને કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી નિકાસ સેવાઓના સંબંધમાં આપવામાં આવી છે. આ આદેશ એડિશનલ કમિશનર, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુરુગ્રામ દ્વારા જારી કરવામાં આવ્યો છે. તેમાં 5 કરોડ 90 લાખ 94 હજાર 889 રૂપિયાની GST માંગ ઉપરાંત 5 કરોડ 90 લાખ 94 હજાર 889 રૂપિયાના વ્યાજ અને દંડનો સમાવેશ થાય છે. Zomatoએ શુક્રવારે મોડી સાંજે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે કંપની યોગ્ય ઓથોરિટી સમક્ષ આદેશ સામે અપીલ દાખલ કરશે. Zomatoને ગયા અઠવાડિયે ટેક્સ સત્તાવાળાઓ તરફથી 23.26 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ પણ મળી હતી.

Published: April 26, 2024, 18:35 IST