Pig butchering scam શું છે? તેનાથી કેવીરીતે બચશો?

આ એક ક્રિપ્ટો કૌભાંડ છે જેની સાથે રોમાંસનું એલિમેન્ટ જોડાયેલું છે. તેથી તેને રોમાન્સ સ્કેમ પણ કહેવામાં આવે છે. સ્કેમર તમને નિર્દોષ મેસેજ મોકલે છે અને પછી ધીમે ધીમે રોમેન્ટિક રિલેશનશીપ શરૂ કરવાનો પ્રયાસ કરે છે.

  • Team Money9
  • Last Updated : January 18, 2024, 16:03 IST
Pig butchering scam શું છે? તેનાથી કેવીરીતે બચશો?

Money9: તમારી સાથે પણ આવું થયું છે કે શું..કોઇ અજાણ્યા નંબરથી ટેક્સ્ટ મેસેજ આવે અને આ મેસેજમાં એવી વાતો લખેલી હોય જેનાથી તમને લાગે કે સેન્ડર તમને ઓળખે છે. જેમ કે કેટલાક મેસેજમાં લખ્યું હશે કે – હેલો કેમ છો? બહુ દિવસ થયા, આપણે મળ્યા નથી. કે પછી શું આજે સાંજે તમે ફ્રી છો? હું આજે એક ઇવેન્ટમાં જઇ રહ્યો છું, તમે આવશો? જો તમારો જવાબ હાં છે તો તમે એક સ્કેમનો શિકાર બન્યા છો. જેને પિગ બુચરિંગ સ્કેમ કહે છે. આ નામ સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગતું હશે, પરંતુ આની પાછળનું કારણ તમારે સમજવું પડશે.

વાસ્તવમાં આ એક ક્રિપ્ટો કૌભાંડ છે જેની સાથે રોમાંસનું એલિમેન્ટ જોડાયેલું છે. તેથી તેને રોમાન્સ સ્કેમ પણ કહેવામાં આવે છે. સ્કેમર તમને નિર્દોષ મેસેજ મોકલે છે અને પછી ધીમે ધીમે રોમેન્ટિક રિલેશનશીપ શરૂ કરવાનો પ્રયાસ કરે છે. સ્કેમરનું લક્ષ્ય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ટોપિક લાવવાનો હોય છે. ક્રિપ્ટો સિવાય, સ્ટોક અથવા અન્ય કોઈ ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં પણ રોકાણ કરવા માટે કહેવામાં આવી શકે છે. શરૂઆતમાં કેટલુંક સ્મોલ રિટર્ન પણ મળી જાય છે. જેનાથી તમને ભરોસો પડે કે તમે જે રોકાણ કર્યું છે તેમાંથી તમને થોડાક પૈસા પાછા મળી રહ્યાં છે. અને સ્કેમમાં આને કહેવામાં આવે છે ફ્લેટનિંગ ધ પિગ. એટલેકે ટાર્ગેટનો ભરોસો જીતવો. જ્યારે ટાર્ગેટ ક્રિપ્ટોમાં મોટી રકમનું રોકાણ કરી દે છે તો ઇન્વેસ્ટમેન્ટ એપમાં ગરબડ થવાનું શરૂ થઇ જાય છે અને બધું જ ગાયબ થઇ જાય છે. એક બીજી વાત, તમારી સાથે જે વ્યક્તિ છેતરપિંડી કરી રહી છે તે પોતે એક હ્યૂમન ટ્રાફિકિંગનો શિકાર બની શકે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ કૌભાંડને વૈશ્વિક કૌભાંડ તરીકે વર્ણવવામાં આવ્યું છે અને આ પ્રકારની સિન્ડિકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે જે મુખ્યત્વે મ્યાનમાર, કંબોડિયા જેવા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી ઓપરેટ કરે છે.

આ પ્રકારના કૌભાંડની શરૂઆત ચીનમાં થઇ હતી. તાજેતરમાં ભારતમાં પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તેલંગાણા પોલીસે આ પ્રકારનો પ્રથમ કેસ નોંધ્યો હતો જેમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને સાયબર ક્રાઇમ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા. આ કાર્યવાહી આ પ્રકારની ફ્રોડ સ્કીમ્સ સામે ઈન્ટરપોલની ઝુંબેશનો એક ભાગ હતી. આ કેસ દર્શાવે છે કે આવી ગેંગની કડીઓ દક્ષિણ પૂર્વ એશિયાની બહાર પણ ફેલાઈ રહી છે. ઇન્ટરપોલના આ ઓપરેશનને કારણે વિવિધ દેશોમાં 281 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, 149 પીડિતોને બચાવી લેવામાં આવ્યા હતા અને 360 થી વધુ કેસ કરવામાં આવ્યા જેમાંથી ઘણા કેસમાં હાલ તપાસ ચાલી રહી છે.

યુએનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મ્યાનમારમાં ઓછામાં ઓછા 1,20,000 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે અને તેમની પાસે બળજબરીથી ઓનલાઈન સ્કેમ કરવામાં આવી રહ્યા છે. કંબોડિયામાં આવા બંધકોની સંખ્યા 1 લાખ છે. લાઓસ, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ જેવા દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય દેશોમાં પણ હજારો લોકોને આ કામ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સ્કેમ કરનારા લોકો આ પ્રકારના ફ્રોડથી અબજો ડોલરની કમાણી કરી રહી છે.

હવે સવાલ એ થાય કે આવા કૌભાંડોથી આપણે કેવી રીતે બચી શકીએ? તો આ કૌભાંડોથી બચવા માટે તમારે જાગૃત રહેવું પડશે. કોઈ અજાણી વ્યક્તિ તમારો સંપર્ક કરે કે તરત જ સાવધાન થઈ જાવ. સ્કેમર્સ ઘણીવાર નકલી ઓળખ અને પ્રોફાઇલ બનાવીને લોકોને પોતાનો શિકાર બનાવે છે. કોઈ ઇમોશનલ પ્રેશર કે હાઇ રિટર્નની લાલચમાં આવીને કોઈ ફાઇનાન્સિયલ ડિસીઝન ન લો. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા સારીરીતે રિસર્ચ કરો…અને અજાણ્યા લોકો સાથે બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અથવા કોઈપણ નાણાકીય માહિતી શેર ન કરો.

Published: January 18, 2024, 16:03 IST