Gold Loan લેવામાં કઈ તકેદારી રાખશો? સોનાની સાચી કિંમત કેવી રીતે શોધશો?

કંપનીઓ Gold Loan આપતી વખતે ગ્રાહકોને અલગ-અલગ રીતે છેતરી રહી છે. તાજેતરમાં જ આવો કિસ્સો સામે આવ્યા બાદ RBI કડક કાર્યવાહી પણ કરી છે.

gold news, gold news in Gujarati, loan in Gujarati, Which bank is best for gold loan, How much loan can I get for 1 gram gold, What is the interest of gold loan, What is the maximum gold loan, Gold Loan Interest Rates, Gold Loan Rates, Gold Loan Charges, Gold Loan Companies, Gold Loan Banks, Gold Loan News, Gold Loan, RBI, Gold Finance, IIFL Finance, NBFC, Loan, Credit, Finance, News in Gujarati, Gold News in Gujarati, સોનાના સમાચાર, ગોલ્ડના સમાચાર, ગુજરાતીમાં સમાચાર, Money9 Gujarati

Money9 Gujarati:

RBIએ IIFL Finance પર પસ્તાળ પાડી ડ્યો છે. RBIની તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીના 67 ટકા ગોલ્ડ લોન એકાઉન્ટ્સના ગોલ્ડ લોન ટુ વેલ્યુ (LTV) રેશિયોમાં વિસંગતતા છે. લોન આપતી વખતે સોનાના ભાવ નક્કી કરવામાં રમત રમાઈ છે. આ ખુલાસા બાદ RBIએ IIFL Finance પર ગોલ્ડ લોન (Gold Loan) આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ગોલ્ડ લોનની આંટીઘૂંટી

વાસ્તવમાં, ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે NBFC ડોર-ટુ-ડોર ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે. ગોલ્ડ લોન માટે એજ્યુકેશન કે પર્સનલ લોનની જેમ વધુ કાગળની જરૂર પડતી નથી. લોન થોડા કલાકોમાં મળી જાય છે. તેથી ગોલ્ડ લોનની માંગ ઝડપથી વધી રહી છે. ભારતમાં ગોલ્ડ લોનનું સંગઠિત બજાર 6 લાખ કરોડ રૂપિયાનું છે. આમાં બેન્કોનો હિસ્સો 80 ટકા છે અને બાકીનો હિસ્સો NBFCનો છે. આવી સ્થિતિમાં, જો તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યાં છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોને સ્પષ્ટ રીતે સમજી લો.

સોનાની કિંમત અને લોન વચ્ચે સંબંધ

જ્યારે તમે બેંક અથવા NBFC પાસેથી ગોલ્ડ લોન લેવા જાઓ છો, ત્યારે તેઓ સૌથી પહેલા તમારા સોનાની કિંમત નક્કી કરશે. RBIના નિયમો હેઠળ, બેંકો અને NBFC સોનાના મૂલ્યના 75 ટકા સુધી જ લોન આપી શકે છે. RBIની તાજેતરની કાર્યવાહીમાં એ વાત સામે આવી છે કે લોન આપતી વખતે સોનાની કિંમત ઓછી આંકવામાં આવી રહી હતી જેથી કરીને જો ગ્રાહક લોન ચૂકવવામાં અસમર્થ હોય તો તે લોનની હરાજી કરીને નફો લઈ શકાય. તેથી, ગોલ્ડ લોન લેતા પહેલા, અન્ય કોઈ કંપની દ્વારા પણ તમારા સોનાની કિંમતનું મૂલ્યાંકન કરો. આજકાલ તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સ જેવી ઘણી સંસ્થાઓ સોનાના ફ્રી વેલ્યુએશનની સુવિધા પૂરી પાડે છે. રસીદ પણ આપે છે.

કંપનીઓ કરે છે ગોલમાલ

જો કોઈ ફાઈનાન્સ કંપની તમારા સોનાનું ઓછું મૂલ્યાંકન કરતી હોય તો સાવધાન થઈ જાવ. સ્પષ્ટપણે સમજો કે તેના ઇરાદામાં ખામી છે. જો તમે તેની પાસેથી લોન લો છો, તો તે તમને વ્યાજ અને દંડના મામલામાં છેતરી શકે છે.

પ્રોસેસિંગ ફીનો ખેલ

બેંકો અને NBFCની ગોલ્ડ લોનના વ્યાજ દરો અને પ્રોસેસિંગ ફીમાં ઘણો તફાવત છે. સામાન્ય રીતે, સરકારી બેંકો 8.65 થી 11 ટકાના દરે ગોલ્ડ લોન ઓફર કરે છે, જ્યારે એક્સિસ અને HDFC જેવી ખાનગી બેંકો વાર્ષિક 17 ટકા સુધી વ્યાજ વસૂલે છે. NBFCની ગોલ્ડ લોન પર વ્યાજ દર 36 ટકા સુધી છે. તેવી જ રીતે પ્રોસેસિંગ ફીમાં પણ ઘણો તફાવત છે.
SBI અને કેનેરા બેંક લોનની રકમ પર 0.5 ટકા અથવા વધુમાં વધુ 5,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી વસૂલ કરી રહી છે. NBFCs લોનની રકમના 1 ટકા કરતા વધુ પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે. થોડું હોમવર્ક કરીને, તમે દર વર્ષે વ્યાજમાં સારી એવી રકમ બચાવી શકો છો.

ગોલ્ડ લોન કેટલા વર્ષ માટે મળે છે?

સામાન્ય રીતે ગોલ્ડ લોન ત્રણ વર્ષ માટે હોય છે. આ લોન ચૂકવવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પમાં, તમે દર મહિને વ્યાજ ચૂકવો છો અને અંતે તમે મુખ્ય રકમ ચૂકવી શકો છો. બીજા વિકલ્પમાં, તમે દર મહિને ચૂકવો છો તે વ્યાજ અને મૂળ રકમ ઉમેરીને EMI કરવામાં આવે છે.

કેટલીક ગોલ્ડ લોનમાં બુલેટ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, તમે એક લાખ રૂપિયાની લોન લીધી છે. આ લોન પર એક વર્ષમાં 10,000 રૂપિયાનું વ્યાજ મળ્યું હતું. વર્ષ પૂરું થયા પછી, તમે એક સામટા રૂ. 1.10 લાખ ચૂકવીને તમારું સોનું ઉપાડી શકો છો. તેમાંથી તમે તમારી અનુકૂળતા મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો.

નિષ્ણાતનો મત

પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકી કહે છે કે ગોલ્ડ લોનની રકમ હંમેશા સોનાની કિંમત કરતા ઓછી હોય છે. જો ફાઇનાન્સ કંપની સોનાનું મૂલ્યાંકન ઘટાડશે તો સ્વાભાવિક છે કે તમને ઓછી લોન મળશે. જો કોઈ મજબૂરીને કારણે તમે આ લોન ચૂકવવામાં અસમર્થ છો, તો તમારા સોનાની હરાજી કરવામાં આવશે. જેના કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી, ગોલ્ડ લોન લેતી વખતે, તમારું હોમવર્ક સોનાના મૂલ્યાંકન, વ્યાજ અને પ્રોસેસિંગ ફી વિશે સારી રીતે કરો.

તે નફાકારક વ્યવસાય હોવાથી, બજારમાં ગોલ્ડ લોન આપતી કંપનીઓનો રાફડો ફાટ્યો છે. પરંતુ તમારે ફક્ત RBI રેગ્યુલેટેડ બેંક અથવા ફાઇનાન્સ કંપની પાસેથી જ ગોલ્ડ લોન લેવી જોઈએ. તમારી ચુકવણી કરવાની ક્ષમતાના આધારે લોનની રકમ અને વિકલ્પ પસંદ કરો.

Published: March 11, 2024, 21:36 IST