સોનું હજુ કેટલું વધશે? શું ચાંદી 1,00,000ને પાર થશે? જાણો એક્સપર્ટ શું કહે છે?

સોનું હજુ કેટલું વધશે? શું સોનું ઘટીને 65,000એ પહોંચશે? 2024માં સોનું કઈ દિશામાં આગળ વધશે? સોનામાં રોકાણ કરવાનો અત્યારે યોગ્ય સમય છે? ચાંદીનું ભવિષ્ય કેવું છે? તમામ સવાલોના જવાબ જાણીએ HDFC securityના Research Analyst દિલીપ પરમાર પાસેથી....

Gold, Gold Price, Silver, Silver Price, Bullion, Commodity, Yellow Metal, Jewelry, Jewellery, Gold Jewelry, Metal, Gold ETF, Physical Gold, Money9 Gujarati:

Money9 Gujarati:

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તેજીની અસર તળે, ભારતમાં 12 એપ્રિલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂનની ડિલિવરી માટે સોનાનો વાયદો વધીને 72,423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડની કિંમત ઔંસ દીઠ 2,400 ડૉલરની નવી લાઈફ-ટાઈમ ઊંચી સપાટીએ પહોંચી છે.

સોનું હજુ કેટલું વધશે? શું સોનું ઘટીને 65,000એ પહોંચશે? 2024માં સોનું કઈ દિશામાં આગળ વધશે? સોનામાં રોકાણ કરવાનો અત્યારે યોગ્ય સમય છે? ચાંદીનું ભવિષ્ય કેવું છે? આવા સવાલો અત્યારે મહિલાઓથી લઈને રોકાણકારોમાં ચર્ચાઈ રહ્યાં છે. આ સવાલોના જવાબ જાણવા માટે Money9 Gujaratiએ HDFC securityના Research Analyst દિલીપ પરમાર સાથે વાતચીત કરી તેનો વીડિયો જુઓઃ 

આંતરરાષ્ટ્રીય બજાર

12 એપ્રિલે સમાપ્ત થયેલા સપ્તાહમાં ઈન્ટરનેશનલ લેવલે ગોલ્ડ 3 ટકા વધ્યું છે. હાજર બજારમાં ગોલ્ડની કિંમત પ્રતિ ઔંસ 2,394.49 ડૉલરની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી હતી. US ગોલ્ડ ફ્યુચર્સ 1.6 ટકા વધીને 2,411.70 ડૉલરના લેવલે છે. આ વર્ષે સોનાના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે

ભારતીય બજાર

MCX પર સોનાના વાયદામાં 10 ગ્રામ દીઠ 779 રૂપિયાનો વધારો નોંધાયો હતો જે અગાઉના ટ્રેડિંગ સત્રના 71,644 રૂપિયાના બંધ ભાવ કરતાં 1.09 ટકા વધારે છે.
દેશભરના મોટા શહેરોમાં છૂટક સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળ્યો હતો અને દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 72,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી, જ્યારે મુંબઈમાં કિંમત 72,230 હતી. સોનાનો ભાવ ચેન્નાઈમાં સૌથી વધુ 73,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જ્યારે બેંગલુરુ અને કોલકાતામાં તે 72,230 રૂપિયાની આસપાસ હતો.

ગોલ્ડ વધવાના કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત ટોચ પર રહ્યા છે કારણ કે વિવિધ દેશોની મધ્યસ્થ મોટી ખરીદીનો આશરો લઈ રહી છે કારણ કે મધ્ય પૂર્વમાં વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેને સુરક્ષિત-હેવન એસેટ તરીકે જોવામાં આવે છે.

ચીન પછી ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે અને વધતા આંતરરાષ્ટ્રીય ભાવની સ્થાનિક કિંમતો પર સીધી અસર પડે છે.

સોનું હજુ વધશે

ગોલ્ડ માર્કેટના એક્સપર્ટ કહે છે કે, દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા ગોલ્ડની ખરીદી જળવાઈ રહેશે તેમજ સેફ-હેવન એસેટ તરીકે ગોલ્ડની ડિમાન્ડ જોવા મળશે કારણ કે, જિઓપોલિટકલ ટેન્શનને કારણે રોકાણકારોમાં સલામત રોકાણ તરીકે સોનું આકર્ષણ જમાવી રહ્યું છે.

ચાંદી Rs 1,00,000એ પહોંચશે

હાજર ચાંદીની કિંમત પ્રતિ ઔંસ 2.5 ટકા વધીને 29.19 ડૉલરે પહોંચી છે, જે 2021ના પ્રારંભિક લેવલ પછીનું સૌથી ઊંચું લેવલ છે. ભારતમાં અત્યારે ચાંદીની કિંમત 84,000ની આસપાસ છે અને 90,000થી 95,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી શકે છે. 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમત 1,00,000 રૂપિયાને પણ પાર કરે તેવી શક્યતા છે.

 

Published: April 12, 2024, 19:18 IST