MONEY9 GUJARATI:
મોટર ઈન્સ્યૉરન્સ, પ્રોપર્ટી ઈન્સ્યૉરન્સ તેમજ અન્ય પ્રકારનાં ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ 10 ટકા વધી જવાની શક્યતા છે. જો વીમાનું પ્રીમિયમ વધશે, તો આગામી દિવસોમાં આમ આદમી પર મોંઘવારીનો બોજ પણ વધશે. વીમાનું પ્રીમિયમ 10 ટકા સુધી વધવાની શક્યતા વીમા ઉદ્યોગનાં અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. યુક્રેન-રશિયા વોરને કારણે, વૈશ્વિક રિઈન્સ્યૉરન્સ કંપનીઓને જંગી ખોટ ગઈ છે, એટલે આ કંપનીઓએ તેમના ભાવમાં 40 ટકાથી 60 ટકાનો વધારો કરી દીધો છે. રિઈન્સ્યૉરન્સના રેટ વધવાથી ભારતમાં મોટર, પ્રોપર્ટી તેમજ અન્ય પ્રકારનાં ઈન્સ્યૉરન્સ 10 ટકા વધવાની શક્યતા છે. એટલે કે, જો તમે અગાઉ વીમાના પ્રીમિયમ હેઠળ 10,000 રૂપિયા ભરતા હતા, તો હવે તમારે 11,000 રૂપિયા ભરવા પડશે.
રિ-ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ વધ્યુંઃ
સામાન્ય વ્યક્તિને વીમાનું વેચાણ કરતી કંપની એટલે કે, જે વીમા કંપની રિટેલ વેચાણ કરે છે, તેણે પણ તેના કરતાં મોટી વીમા કંપની પાસેથી વીમો ઊતરાવવો પડે છે. જે વીમા કંપની આરોગ્યનો વીમો કે વાહનોનો વીમો વેચે છે, તેણે તેના કરતા મોટી કંપની પાસેથી વીમો લેવો પડે છે, જેને રિઈન્સ્યોરન્સ કહે છે. આ મોટી વીમા કંપની વધારે રિસ્ક ઉઠાવીને નાની કંપનીને વીમો આપે છે. આ વીમો આપવા માટે મોટી વીમા કંપની પ્રીમિયમ વસૂલે છે. એટલે કે, રિટેલ ઈન્સ્યોરન્સ કોરાબોરમાં સંકળાયેલી કંપની જેટલો પણ બિઝનેસ કરે છે તે બિઝનેસનો વીમો આ રિઈન્સ્યૉરન્સ કંપની કરે છે. જેવી રીતે, આપણે પ્રીમિયમ ચૂકવીએ છીએ, તેવી રીતે, કંપનીઓ આ રિઈન્સ્યૉરન્સ કંપનીને પ્રીમિયમ ચૂકવે છે. હવે, રિઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ વધી જવાથી રિટેલ ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ પણ વધી જશે અને આપણો વીમાનો ખર્ચ વધી જશે.
એક્સપર્ટનો મતઃ
સર્ટિફાઈડ ફાયનાન્સિયલ પ્લાનર (CFP) જિતેન્દ્ર સોલંકી કહે છે કે, આરોગ્ય વીમાની કિંમતમાં તો ભવિષ્યમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, કારણ કે, સારવારનો ખર્ચ વધી ગયો છે. અગાઉ જે સર્જરી દોઢ લાખ રૂપિયામાં થતી હતી, તેના માટે હવે ત્રણેક લાખ ચૂકવવા પડે છે. સારવારનો ખર્ચ વધવાથી આગામી સમયમાં હેલ્થ ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ પણ 10 ટકા વધે તેવી ધારણા છે. રિઈન્સ્યૉરન્સ મોંઘો થશે એટલે મોટલ ઈન્સ્યૉરન્સ પણ મોંઘો થશે. ભારતમાં મોટર ઈન્સ્યૉરન્સ ખરીદવો ફરજિયાત છે.
મોટર ઈન્સ્યૉરન્સઃ નાણાકીય વર્ષ 2022-23માં મોટર ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ કલેક્શન 81,292 કરોડ રૂપિયા હતું. વીમા ઉદ્યોગના અધિકારીઓ જણાવે છે કે, આગામી કેટલાક દિવસોમાં મોટર ઈન્સ્યૉરન્સમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. વીમો મોંઘો થશે એટલે, મોંઘવારીનો બોજ સહન કરી રહેલા આમ આદમીએ ખિસ્સા ખાલી કરવા પડશે.
ઈન્સ્યૉરન્સ સંબંધિત વીડિયો જોવા માટે ક્લિક કરોઃ https://www.youtube.com/playlist?list=PLTirC5kDrxSvTkBHEI2TnSl9HvTVyzwW4
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો