Money9: હોસ્પિટલમાં બેડ પર પડેલો રાજીવ ખૂબ જ ટેન્શનમાં છે. વિચારી રહ્યો છે કે ભવિષ્યમાં જીવન કેવીરીતે પસાર થશે? ગંભીર માર્ગ અકસ્માતમાં તો તે બચી ગયો પરંતુ તેણે તેના બંને પગ ગુમાવ્યા. રાજીવ તેના પરિવારમાં કમાનાર એકલો વ્યક્તિ છે. તેથી તે વધુ ચિંતિત છે કે તે હવે કામ પર કેવી રીતે પાછો ફરશે. કેવી રીતે તેની બાકીની લોન ચૂકવશે, મેડિકલ ખર્ચાઓની કેવી રીતે ચૂકવશે?
જો રાજીવ પાસે આ એક્સિડન્ટ વીમા પૉલિસી હોત, તો તેની રાતોની ઊંઘ ન ઉડી હોત. સરકારી આંકડા અનુસાર, 2022માં ભારતમાં દર કલાકે 19 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ઘરની બહાર નીકળતા કોઇપણ વ્યક્તિ સાથે અકસ્માત થવાનું જોખમ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં એક્સિડન્ટ વીમા પોલિસી લેવી ખૂબ જ જરૂરી છે.
હેલ્થ વીમા પોલિસી દ્વારા તમારો હોસ્પિટલનો ખર્ચ કવર થઇ શકે છે. જીવન વીમા પૉલિસીમાં મૃત્યુના કિસ્સામાં, વીમા કંપની તમારા નોમિનીને એક લમ્પસમ રકમ આપે છે. પરંતુ એક્સિડેન્ટલ પોલિસી આ સંદર્ભમાં ખાસ છે કારણ કે તે પોલિસીધારકને આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ થઇ જવા પર કવરેજ આપે છે. એક્સીડેન્ટ વીમા કવર માટેનું પ્રીમિયમ ઘણું સસ્તું પડે છે.
તમે અનેક રીતે પર્સનલ એક્સીડન્ટ પોલીસી લઈ શકો છો. આને એક કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પોલિસીમાં સામેલ કરી શકો છો. તેને તમારા લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાનની સાથે રાઇડર તરીકે પણ લઈ શકાય છે. આ ઉપરાંત એક સ્ટેન્ડ એલોન કવર લઇ શકો છો જેમાં તમામ પ્રકારના અકસ્માતોથી સુરક્ષા મળે છે.
જો કે, કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્સ્યોરન્સ હેઠળ એક્સીડન્ટ કવરેજ ત્યારે નહીં મળે જ્યારે તમે વાહન ન ચલાવી રહ્યા હોય. કે તેમાં મુસાફરી ન કરતા હોવ. મોટર ઇન્સ્યોરન્સ હેઠળ પર્સનલ કવર સામાન્ય રીતે 15 લાખ રૂપિયા સુધી મર્યાદિત હોય છે.
ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સના પ્રોડક્ટ હેડ અંશુલ બોહરા કહે છે કે સ્ટેન્ડઅલોન પર્સનલ એક્સિડન્ટ પોલિસી વધુ સારી છે કારણ કે તેમાં વાહન અકસ્માત ઉપરાંત પણ સતત પ્રોટેક્શન અને કવરેજ મળે છે, જેથી તમે દરેક પ્રકારના અકસ્માતોનો ભોગ બનવા પર તો દાવો કરી શકો છો. ભલે તમે તમારી પોતાની કાર ચલાવતા હોવ અથવા કોઇ અન્ય વાહનમાં મુસાફરી કરી રહ્યા હોવ અથવા રાહદારી હોવ, આ પોલિસી કોમ્પ્રિહેન્સિવ પ્રોટેક્શન પ્રદાન કરે છે. તેમાં આગ લાગવાની ઘટનાઓ કે ડૂબી જવાથી થતી ઇજાઓ અથવા મૃત્યુને પણ કવર કરવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટેન્ડ એલોન પર્સનલ એક્સીડન્ટ પોલિસીમાં હોસ્પિટલમાં ભરતી થવા અને ઓપીડીના ખર્ચને પણ કવર કરવામાંમાં આવે છે.”
આ ઉપરાંત, આ પોલિસીમાં આંશિક અથવા સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં પણ કવરેજ મળે છે. કેટલીક વીમા કંપનીઓ બાળકોનું શિક્ષણ, લોન વેવર, લોસ ઓફ ઇનકમ કવર, બર્ન્સ અને ફ્રેક્ચર કવર જેવા એડિશનલ કવરેજ પણ આપે છે. સામાન્ય રીતે, વ્યક્તિગત અકસ્માત પોલિસીમાં, સમ ઇંશ્યોર્ડની મર્યાદા પોલિસી ધારકની વાર્ષિક આવકના 10 ગણા નક્કી કરવામાં આવે છે.
15 લાખ રૂપિયાની સમ ઇન્શ્યોર્ડવાલી બેઝિક પર્સનલ એક્સિડેન્ટલ પોલિસીમાં 1,127 રૂપિયાનું અંદાજિત પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. તમે હોમ હૉસ્પિટલાઇઝેશન, કોમા બેનિફિટ્સ, લાઇફસ્ટાઇલ ચેન્જ બેનિફિટ્સ, લોસ ઑફ ઇન્કમ બેનિફિટ્સ, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન, બર્ન્સ અને ફ્રેક્ચર કવર સહિત અન્ય એડિશનલ કવર ઉમેરી શકો છો.
ઉદાહરણ તરીકે, આદિત્ય બિરલા કેપિટલના એક્ટિવ એશ્યોર પર્સનલ એક્સિડન્ટ પ્લાનમાં, વાર્ષિક આવકના 12 ગણા સુધીનું અકસ્માત કવર આપવામાં આવે છે. આમાં, આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં 100 ટકા પેઆઉટનો વિકલ્પ ઉપલબ્ધ છે. 26 થી 35 વર્ષની વ્યક્તિ માટે 20 લાખ રૂપિયાના કવર માટે 9,549 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. મણિપાલ સિગ્નાના મણિપાલ પ્રોટેક્શન એક્સિડેન્ટ-કેર પ્લાનમાં, 10 લાખ રૂપિયાનું એક્સિડન્ટ વીમા કવર માત્ર 2,089 રૂપિયામાં મળી રહ્યું છે. એક્સિડન્ટ પોલિસીમાં જેટલા વધુ રાઇડર્સ લેશો, પ્રીમિયમની રકમ વધતી જશે.
છેવટે પ્રશ્ન એ ઊભો થાય કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર ભક્તિ રસલ સલાહ આપે છે કે પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં કઇ ચીજો સામેલ નથી, ક્લેમની પ્રક્રિયા શું છે અને રિહેબિલિટેશનના ખર્ચા અને ગ્લોબલ કવરેજ જેવા એડિશનલ બેનિફિટ્સ પર ધ્યાન આપવું જોઇએ. તમને એ વાતની ખબર હોવી જોઇએ કે દારુ અથવા ડ્રગ્સના નાશામાં થતા અકસ્માતો આમાં કવર નથી થતા.
એ પણ મહત્વનું છે કે તમે જે વીમાની રકમ પસંદ કરો છો તે તમારા પ્રોફેશનના રિસ્કના લેવલના હિસાબે હોવી જોઈએ. જોકે, નિષ્ણાતો સલાહ આપે છે કે ઓછામાં ઓછા 15 થી 20 લાખ રૂપિયાનું કવર આપતી પોલિસી લેવી જોઈએ. આ પોલિસી રાઇડરને બદલે અલગથી હોવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો